હજી નહીં – એરિક ફ્રાઈડ
કોઈક
પથ્થરો પાસે આવ્યું
ને કહ્યું :
માણસ બનો.
પથ્થરોએ
ઉત્તર આપ્યો :
હજી અમે
પૂરતા કઠોર નથી.
– એરિક ફ્રાઈડ
કોઈક
પથ્થરો પાસે આવ્યું
ને કહ્યું :
માણસ બનો.
પથ્થરોએ
ઉત્તર આપ્યો :
હજી અમે
પૂરતા કઠોર નથી.
– એરિક ફ્રાઈડ
RSS feed for comments on this post · TrackBack URI
manoj said,
May 31, 2011 @ 4:43 AM
ઑહ, આપણે આટલા નરમ??????
Pushpakant Talati said,
May 31, 2011 @ 5:38 AM
વાહ ! !!
” કોઈક પથ્થરો પાસે આવ્યું ને કહ્યું:- ‘માણસ બનો.’
પથ્થરોએ ઉત્તર આપ્યો:- ‘હજી અમે પૂરતા કઠોર નથી.’ ”
પથ્થરોનો ઉત્તર ખરેખર માણસ જાત ઉપર ફેંકેલો કે પડેલો સણસણતો પથ્થર જ તો છે.
સુન્દર અભિવ્યક્તિ / ટ્રાન્સલેશન .
Harikrishna ( London) said,
May 31, 2011 @ 6:07 AM
If a man can see the compassions in stones
And carves deities out of stones.
How can a man think of a Uturn
pragnaju said,
May 31, 2011 @ 6:31 AM
મઝાની અભિવ્યક્તી
સ રસ ભાષાંતર
યાદ
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
પથ્થર પારસ માત્ર એક સ્પર્શ લોખંડને કરાવવામાં આવે
તો તે પણ સોનાની જેમ બહુમૂલ્ય બની શકે છે!
Bharat Trivedi said,
May 31, 2011 @ 6:55 AM
“હજી અમે પૂરતા કઠોર નથી”.
માણસ થવું ક્યાં આસાન હોય છે ! પથ્થરને શું કેવળ પથ્થર બની રહેવું જ્યારે માણસને તો અનેક જાતની વેદનાના સ્વીકાર સાથે જીવવાનું હોય છે ! પથ્થરથીયે વધારે કઠોર તન અને મન ના હોય તો ના ચાલે – ના જ ચાલે ! 🙂
M.Rafique Shaikh,MD said,
May 31, 2011 @ 10:50 AM
યાદ આવી ગઈ આ પંક્તિઓઃ
પથ્થર થર થર ધ્રૂજે;
પથ્થર થર થર ધ્રૂજે!
હાથ હરખથી જૂઠાને જડ-
પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે?
પથ્થર થર થર ધ્રૂજે!
Jashvantpuri said,
May 31, 2011 @ 12:22 PM
પથ્થર તો માણસ નહી પણ દેવ બનીને દુનીયા ભરમા પુજાયા…મહાન બની ગયો.પચી તો એનુ મુલ્ય કરી જ કેમ થૈ શકે….
DHRUTI MODI said,
May 31, 2011 @ 3:55 PM
માણસ બનવા કરતાં પત્થર બનવું સારું. વાહ્ ખરેખર અદ્ભુત વાત કહી. વેધક કવિતા, અને ઍવો જ જોરદાર અનુવાદ.
Shantilal Bauva said,
June 1, 2011 @ 3:34 AM
Kathor manas ne apne patthar dil kahiye chhe, jyare ahiya to patthar j apanane kathore kahi rahyo chhe.
Aa to ulto chor kotawal ne dande jevi vaat chhe.
Baarin said,
June 1, 2011 @ 12:34 PM
SUPERB…
REMEMBERED THOSE LINES
“SPARSH DAI PANI VAHI JATU HASHE ,
TO AA PATHHARO NE KAIK TO THATU HASHE!!