તને મેં ઝંખી છે- – સુન્દરમ
તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
-સુન્દરમ
સુન્દરમે રચેલો દોઢ લીટીનો પ્રેમ-ઉપનિષદ !
તને મેં ઝંખી છે –
યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.
-સુન્દરમ
સુન્દરમે રચેલો દોઢ લીટીનો પ્રેમ-ઉપનિષદ !
RSS feed for comments on this post · TrackBack URI
Jayshree said,
September 19, 2006 @ 10:48 AM
વર્ષો પહેલા ‘રણમાં ખીલ્યું ગુલાબ’ ની કોઇ વાર્તાના શિર્ષકમાં આ શબ્દો વાંચ્યા હતા. અને તરત જ હૃદય પર કોતરાઇ ગયેલા. ખરેખર, આને દોઢ લીટીનો પ્રેમ-ઉપનીષદ જ કહેવાય.
આભાર ધવલભાઇ… ઘણા વખતથી શોધતી હતી કે આ શબ્દો ફરી કશે વાંચવા મળે.
Pinki said,
October 25, 2007 @ 1:46 AM
દોઢ લીટીમાં –
અઢી અક્ષરના પ્રેમની ઝંખના !!
કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું - જગદીશ જોશી | ટહુકો.કોમ said,
February 13, 2011 @ 9:31 PM
[…] […]
મનીષ મિસ્ત્રી said,
February 14, 2011 @ 12:00 AM
આ શિખરિણી છંદ છે?
તને મેં ઝંખી છે – પ્રખર સહરાની તરસથી…
યુગોથી ધીખેલા – પ્રખર સહરાની તરસથી…
pragnaju said,
December 11, 2018 @ 9:02 PM
સુન્દરમનો અઢી અક્ષરના પ્રેમનો ઉપનિષદ !
n Monday, December 10, 2018, 9:13:33 AM GMT-5, jjugalkishor Vyas wrote:
દીદી, શિખરિણીના આ ઉત્તમ નમૂનાને અંછાાદસના “સબળતાન હિમાલયસમ માપદંડ”
તરીકે કોણે ગણાવ્યો છે ? કે પછી મારી કશી સમજણફેર હશે ?
– જુગલકીશોર.
મા ડૉ ધવલભાઇએ પણ ‘ શિખરિણીમાં લખાયેલ આ દોઢ લીટીનો ઉપનિષદ ‘ને અછાંદસ ગણ્યો છે ત્યાં અછાંદસ ને બદલે શિખરિણી કરશોજી
……………………………………………
રતિ એટલે પ્રેમની લાગણી, રતિ એટલે અનુરાગ. નારદજી વૃષભાનને ત્યાં રાધાજીને મળ્યા ત્યારે એ તલસાટ જોયો .રાધાજીના રોમેરોમમાં શ્રીકૃષ્ણ છે. રાધા આર્તભક્ત છે, અને આ ધખના ઝંખના કેવી ઉગ્ર અને પ્યાસ કેવી તીવ્ર ! .એ તરસ લઈને જ્યારે આપણે શ્રીકૃષ્ણ પાસે જઈએ છીએ ત્યારે શ્રીકૃષ્ણ આપણને પ્રાપ્ત થતા હોય છે. આ આખી વાત નારદને સમજાય છે.
૧૯૪૫માં શ્રી અરવિંદના સંપર્કમાં આવ્યા અને પોંડિચેરી ખાતે સ્થાયી થયા બાદ શ્રી “માતાજી ” ને મળવાની ઝંખના માટે લખેલ
‘તને મેં ઝંખી’તી,
યુગોથી ધીખેલા
પ્રખર સહરાની તરસથી.પ્રતીક્ષાની તીવ્રતા આનાથી વધુ કોઈ કવિતામાં જોઇ નથી.
અછાંદસ કાવ્યપ્રકારની સબળતાનો હિમાલયસમ માપદંડ…..
સુરેશ દેસાઇ said,
August 14, 2019 @ 9:53 AM
આ આખું કાવ્ય મારે જોઇએ છે. કેવી રીતે મેળવી શકું?
Piyush Rana said,
October 16, 2024 @ 7:05 AM
આ ઊર્મિકાવ્ય નો અર્થ સમજાવવા વિનંતી