વિચ્છેદ -સુરેશ દલાલ
જે વૃક્ષ તળે
આપણે એકમેકને મળતાં હતાં
એ વૃક્ષને
એક કઠિયારો કાપી ગયો.
-સુરેશ દલાલ
વેદનાને તો વહેંચી શકાય, પરંતુ વિચ્છેદને ?
જે વૃક્ષ તળે
આપણે એકમેકને મળતાં હતાં
એ વૃક્ષને
એક કઠિયારો કાપી ગયો.
-સુરેશ દલાલ
વેદનાને તો વહેંચી શકાય, પરંતુ વિચ્છેદને ?
RSS feed for comments on this post · TrackBack URI
Bharat Trivedi said,
May 5, 2011 @ 12:06 PM
અહીં એક ખૂબ કેળવાયેલી કલમ કામ કરી રહી હોય તેમ તમનેય નથી લાગતું? પ્રેમની છાયા હેઠળ મળતાં હોઈયે અને પછી અચાનક જ કોઈ ( કઠિયારો ?) છાયાને- તે વૃક્ષને કાપી જાય તો શું થાય?
કરવતનો ઉલ્લેખ પણ કર્યા વિના આખે આખી પ્રક્રિયા દ્રશ્ય/શ્રાવ્ય બને છે અને તે પણ કશી ફરિયાદ વિના જ કવિતા પૂરી થાય છે! કઠિયારાનો તો કેવળ ઉલ્લેખ જ થાય છે! કોઈ અનઘડ કવિ અહીં લપસી પણ પડે પણ આ તો સુરેશ દલાલ છે, ભાઈ!
pragnaju said,
May 5, 2011 @ 4:43 PM
મોટા ગજાનાનું અર્થ ગંભીર અછાંદસ
હવે શું ?
પછી તો આપણે કલ્પના કરવી રહી!
કુહાડીના ઘા
ગુંજે તોડી આલાપ
મળવા કોલ!
urvashi parekh said,
May 5, 2011 @ 6:21 PM
સરસ,
અર્થસભર, વેદના અને કરુણતાથી ભરેલુ,
himanshu patel said,
May 5, 2011 @ 6:40 PM
જે વૃક્ષ તળે
આપણે એકમેકને મળતાં હતાં
તે
એક કઠિયારો કાપી ગયો.
વૃક્ષનું પુનરાવર્તન આવી રીતે ટાળી શકાયું હોત.અને કવિતા વધારે અસરકારક બનત.બે લાંબી પંક્તિ વચ્ચે સફેદ જગ્યા ઘાથી થયેલા ઉંડા ખાંચાને તેની અતિશયતા સાથે દ્રશ્યમય બનાવત.
‘કોઈ અનઘડ કવિ અહીં લપસી(ના) પણ પડે પણ આ તો સુરેશ દલાલ છે, ભાઈ!’???
Maheshchandra Naik said,
May 5, 2011 @ 10:37 PM
‘વેદના’ વિનાનો પ્રેમ હોય????????????????????
પ્રેમમા ઉદભવતી વેદનાને વ્યક્ત કરવાની વાત આટલા ઓછા શબ્દોમા શ્રી સુરેશભાઈ જેવા જ કરી શકે……………………..
ઊર્મિ said,
May 6, 2011 @ 8:15 AM
બીજીવાર આવતો ‘વૃક્ષ’ શબ્દ જ જો નીકળી જાય તો કાવ્યની તીવ્રતા જ ઘટી જાય. ‘એ વૃક્ષને’ પંક્તિમાં કવિએ જે વજન મૂક્યું છે એ જ સંબંધની ગહનતા સૂચવે છે… એવું મને લાગ્યું.
Bharat Trivedi said,
May 6, 2011 @ 8:52 AM
અહીં ‘વેદના’ ક્યાંથી ટપકી પડી ! કવિઆ તો અહીં બને છે કશી જ રોકકળ વિના – કશી કવિતાઈ કર્યા વિના એક પરિસ્થિતી ભાવક સામે મૂકી દીધી છે અને તે પણ સર્જક્ના ગૌરવને છાજે એ રીતે. અહીં જે કહેવાયું છે તેનાથી જે નથી કહેવાયું તેનો વિશેષ મહિમા છે. કેવળ એક વાંચને ના પકડાય તેવી ઊંડી આ રચના છે. અસ્તુ.
Manoj Shukla said,
May 6, 2011 @ 11:10 PM
વેદના અભિવ્યક્તિ સરસ – મારો એક શેર ટાંકવાનું મન થાય છે, તે,-
કાલ આ૫ણ બેઉ જ્યાં મળતા પ્રતિક્ષારત હતાં,
સાંજવેળા એ જ તટ ધબકાર થાવા વલવલે.
-મનોજ શુક્લ.
Fede said,
October 26, 2015 @ 12:47 PM
I cannot tell a lie, that really heldpe.