કદી સ્થિતિ, કદી સમજણ નવો પડકાર ફેંકે છે,
કદી ભીતરની અકળામણ નવો પડકાર ફેંકે છે.

નિરંતર કાળની કતરણ નવો પડકાર ફેંકે છે,
ક્ષણેક્ષણ આવનારી ક્ષણ નવો પડકાર ફેંકે છે.
– સંજુ વાળા

હવા – નિરંજના દેસાઈ

દરવાજો બંધ હતો.
છતાં
કોણ જાણે ક્યાંથી
હવા
એને હડસેલો મારી
અંદર ધસી આવી !
ને પછી,
આખા ઓરડામાં
લાંબી સોડ તાણી
આડી પડી !
બારીની તિરાડો
ચૂંચી આંખે
એને જોઈ રહી !
દરવાજો આભો બની
જ્યાં ધકેલાયો હતો ત્યાં
ખોડાઈને ઊભો રહ્યો !
હવાએ
ન તો પડખું બદલવાનો
પ્રયાસ કર્યો,
ન ત્યાંથી જવાનો.
હું
એકીટશે
જોઈ રહું,
મારા જ ઘરમાં
પરાઈ વ્યક્તિ સમ !

– નિરંજના દેસાઈ

કેટલી સરળ-સહજ ભાષામાં કવયિત્રીએ આપણા જીવનમાં આપણી જાણ બહાર થઈ જતા અતિક્રમણની વાત કરી છે !!

14 Comments »

  1. jigar joshi 'prem' said,

    March 12, 2011 @ 1:38 AM

    સરસ

  2. Saji Samuel said,

    March 12, 2011 @ 1:42 AM

    Good One Indeed….

  3. Rahul Shah said,

    March 12, 2011 @ 2:15 AM

    સુદર રચના

  4. સુનીલ શાહ said,

    March 12, 2011 @ 2:27 AM

    વાહ.. સુંદર અભિવ્યક્તિ.

  5. ડૉ.મહેશ રાવલ said,

    March 12, 2011 @ 2:29 AM

    સુંદર અભિવ્યક્તિ……
    એમાંય,આ-
    બારીની તિરાડો
    ચૂંચી આંખે
    એને જોઈ રહી !
    દરવાજો આભો બની
    જ્યાં ધકેલાયો હતો ત્યાં
    ખોડાઈને ઊભો રહ્યો !
    -કલ્પન બહુ ગમ્યું.-અભિનંદન.

  6. urvashi parekh said,

    March 12, 2011 @ 8:12 AM

    સરસ અભિવ્યક્તિ.

  7. pragnaju said,

    March 12, 2011 @ 8:58 AM

    હું
    એકીટશે
    જોઈ રહું,
    મારા જ ઘરમાં…
    સુંદર અભિવ્યક્તિ.
    જાણે જયપુરનો હવા મહેલ ! તેમા પડદા પ્રથાનું કાર્ય અનોખી અદાથી કર્યું પણ જાહોજલાલી પર જતા અતિક્રમણથી લાગે પોતે પરાઈ વ્યક્તિ સમ !
    યહોવાએ આદમને સાથ આપવા માટે હવાને બનાવી.
    એને હડસેલો મારી
    અંદર ધસી આવી !
    હવાએ
    ન તો પડખું બદલવાનો
    પ્રયાસ કર્યો,
    ન ત્યાંથી જવાનો.
    આદમ કાળથી આજ …

  8. dHRUTI MODI said,

    March 12, 2011 @ 3:39 PM

    સહજ અને સરળતાથી કહેવાયેલું સુંદર અછાંદસ કાવ્ય.

  9. preetam lakhlani said,

    March 12, 2011 @ 4:01 PM

    સુંદર અછાંદસ કાવ્ય.

  10. kishore modi said,

    March 13, 2011 @ 1:15 AM

    સુંદર કાવ્ય.

  11. Pancham Shukla said,

    March 13, 2011 @ 7:34 AM

    સરસ કાવ્ય. એક વાક્યમાં વિવેકભાઈએ સારવી આપેલો અર્ક પણ મનનીય છે.

  12. preetam lakhlani said,

    March 13, 2011 @ 6:14 PM

    જિંદગીભર જાતને અદ્રશ્ય રાખી તેં ખુદા,
    છેક છેલ્લો ઘાવ કરવા, રૂબરૂમાં આવજે.
    ચિનુ મોદી ‘ઈર્શાદ’
    વાહ ચીનુ કાકા…વાહ્…ક્યા બાત હેી

  13. P Shah said,

    March 14, 2011 @ 4:53 AM

    વાહ !
    એક સુંદર અછાંદસ !

  14. ભરત said,

    March 15, 2011 @ 1:11 AM

    હું
    એકીટશે
    જોઈ રહું,
    મારા જ ઘરમાં
    પરાઈ વ્યક્તિ સમ !
    આપણા જીવનમાં -આપણી પરીકલ્પ્નાની સૃષ્ટીમા આપણી જાણ બહાર ધરતીકંપ આવતાજ હોયછે તે વાતનુંસુંદર નિરૂપણ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment