ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.
હેમેન શાહ

કહેવાય નહી – અમૃત ઘાયલ

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોક્નો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં

– અમૃત ઘાયલ

આ ગઝલ મોકલવા માટે આભાર વિરલ બુટાણી.   

4 Comments »

  1. વિવેક said,

    December 20, 2006 @ 9:19 AM

    શોક્નો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
    ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં…

    -તખલ્લુસનો સુંદર શ્લેષ… તમારો ઘાયલ.. સુંદર શેર!

  2. UrmiSaagar said,

    December 20, 2006 @ 8:53 PM

    સુંદર ગઝલ!

    વાંચો સર્જન સહિયારું પર… ‘કહેવાય નહીં’ રદીફની પોસ્ટ અને ઘણી રચનાઓ…

    http://sarjansahiyaaru.wordpress.com/2006/11/05/sarjankriya13_kahevay_nahi/

  3. mukesh shukla said,

    December 26, 2006 @ 12:51 PM

    વાહ ભૈ ખુબજ સરસ્

  4. manojrupareliya said,

    March 26, 2008 @ 1:03 PM

    આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment