ગઝલ – અમૃત ઘાયલ
વાત ગોળગોળ છે,
પ્રાણ ઓળઘોળ છે.
હૈયું છે હચુડચુ,
દૃષ્ટિ ડામાડોળ છે.
ભીંજવે છે કોણ આ ?
છાંટ છે ન છોળ છે !
કૈં નથી,અમસ્તી આજ,
આંખ લાલચોળ છે.
હાથ લાવ,શેકીએ,
હાથ ટાઢાબોળ છે.
શ્વાસ છે તો છે સિતમ,
પીઠ છે તો સોળ છે.
કલરવોનું શું થયું?
કેમ કાગારોળ છે !
માંહ્યલાનું કર જતન,
ખોળિયું તો ખોળ છે.
મોક્ષમાં યે શાંતિ ક્યાં ?
વ્યર્થ શોધખોળ છે.
– અમૃત ઘાયલ
નાનીશી છીપમાં છૂપ્યાં પાણીદાર મોતીઓ !
ઘાયલ અને શેખાદમ-લાઘવના મહારથીઓ !
ઉલ્લાસ ઓઝા said,
February 6, 2011 @ 6:14 AM
વાહ ! અમૃતનુ પાન કરાવી ઘાયલ કરી દીધા !
Dr.J.K.Nanavati said,
February 6, 2011 @ 7:42 AM
પીજો મૃગજળ
મારૂં પણ…
છલકી નારી
તું પનિહારી
રૂદિયે સીધી
માર કટારી
દડતે પાણી
જાતો વારી
જલતી સરિતા
બનતી ખારી
પનઘટને તો
જલસા ભારી..!!
તરૂવર સઘળે
નજર્યું ઠારી
આભે ચમકી
આંખ્યુ મારી
ઈશ્વર તારી
છે બલિહારી
Kirftikant Purohit said,
February 6, 2011 @ 9:54 AM
શબ્દનુઁ લાઘવ ઘાયલ કરત્
pragnaju said,
February 6, 2011 @ 4:29 PM
સુંદર ગઝલ
આ શેરો વધુ ગમ્યા
માંહ્યલાનું કર જતન,
ખોળિયું તો ખોળ છે.
મોક્ષમાં યે શાંતિ ક્યાં ?
વ્યર્થ શોધખોળ છે.
dHRUTI MODI said,
February 6, 2011 @ 5:38 PM
ગાગરમાં સાગર મઝા આવી ગઈ.
સુનીલ શાહ said,
February 8, 2011 @ 10:05 AM
ટૂંકી બ્હેરમાં સરસ કામ.
P Shah said,
February 9, 2011 @ 3:07 AM
માંહ્યલાનું કર જતન,
ખોળિયું તો ખોળ છે…..
સુંદર રચના !
Pinki said,
February 9, 2011 @ 4:38 AM
વાહ્.. ઓળઘોળ !