બારણાંને – કિસન સોસા
બારણાંને મેં બંધ કર્યાં
ને ખોલી નાખી બારી
આજ ટેરવે સમજણ ફૂટી
એવી કંઈ અણધારી…
પળમાં તાજો થયો અનંતથી
છૂટી ગયેલો નાતો
પસાર થાતો જીવ કનેથી
પવન ઋચાઓ ગાતો
બારણું બાંધી રાખે,બારી
ઉડાન દે અલગારી…
કિરણગૂંથ્યા મોરપિચ્છથી
સજી એવી સંજવારી
ઓરડા સાથે અંતરમનમાં
ફોરી ઓજની ક્યારી
આજ કેટલી કુબેર દૃષ્ટિ
ગતની રંક બિચારી
બારણાંને મેં બંધ કર્યાં
ને ખોલી નાખી બારી….
– કિસન સોસા
આ નમણા કાવ્યમાં lateral thinkingથી લઈને “ઘૂંઘટકે પટ ખોલ રે,તોહે પિયા મિલેંગે…” સુધીની વાતો વણી લેવાઈ છે…. ‘બારણું બાંધી રાખે,બારી ઉડાન દે અલગારી…’ -પંક્તિ અદભુત સ્પંદનો જગાવે છે.
ashok pandya said,
January 2, 2011 @ 7:37 AM
હું પહેલે થી જ કિસન સોસા ની સર્જકતા નો ચાહક છું..અદભુત ઉડાન અને ઊંડાણ..”કિરણ ગૂંથ્યા……..ઓજની ક્યારી! શું કલ્પન…મોટી શક્યતા ને બંધ કરી સૂક્ષમ દ્વાર-બારી-ખોલવાની વાત બહુ મોટી કરી નાખી..ખૂબ ખૂબ અભિનંદન..
અશોક પંડ્યા
ભાવનગર,,,
pragnaju said,
January 2, 2011 @ 8:04 AM
સુંદર લય બધ્ધ રચના
કિરણગૂંથ્યા મોરપિચ્છથી
સજી એવી સંજવારી
ઓરડા સાથે અંતરમનમાં
ફોરી ઓજની ક્યારી
ચિંતન માંગતી ગહન વાત્
sudhir patel said,
January 2, 2011 @ 11:10 AM
ખૂબ સુંદર લયબધ્ધ, સરળ છતા ગહન ગીત!
સુધીર પટેલ.
dHRUTI MODI said,
January 2, 2011 @ 4:02 PM
ભાવ અને લય વડે ગૂંથાયેલું સુંદર ગીત.
ધવલ said,
January 2, 2011 @ 9:33 PM
ઉત્તમ ગીત !
Kiran Panchal said,
January 3, 2011 @ 12:22 AM
Wow !!! Really, i m speech less..!!
કિરણસિંહ ચૌહાણ said,
January 3, 2011 @ 2:25 AM
સુંદર કલ્પનોથી મઢયું અત્યંત રમણીય ગીત.
વિહંગ વ્યાસ said,
January 3, 2011 @ 4:36 AM
ખુબજ સુંદર ગીત….,બહુ ગમ્યું.
Pushpakant Talati said,
January 3, 2011 @ 4:49 AM
ખરેખર સુંદર તેમજ લયસભર તથા અલ્હાદક સ્વભાવનું આ ગીત મને ઘણુજ ગમી ગયું છે. અને ખાસ કરીને તો તેમની આ પંક્તિઓ- ” બારણું બાંધી રાખે, – બારી ઉડાન દે અલગારી ” અને તેથીજ તો આપણે સર્વ ઈસમોએ ‘બારણાંને ભલે બંધ કરી નાખો પણ બારી તો હમેશા ખુલ્લીજ રાખવી જોઈએ’ – વાહ બહુજ સરસ ADVICE .
prabhat chavda said,
January 3, 2011 @ 11:33 PM
ઉત્તમ, ખુબજ સુંદર……….
vinod "prit" said,
February 8, 2011 @ 6:57 AM
ઉત્તમ,