તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
બેફામ

શબ્દોત્સવ – ૧: ગઝલ: કલહાંતરિતા ગઝલ – જવાહર બક્ષી

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

જવાહર બક્ષી

6 Comments »

  1. જ્યશ્રી said,

    December 5, 2006 @ 1:17 AM

    કલહાંતરિતા એટલે ?

  2. જ્યશ્રી said,

    December 5, 2006 @ 4:26 AM

    આ ગઝલ અહીં સાંભળો :
    http://tahuko.com/?p=515

  3. Suresh Jani said,

    December 5, 2006 @ 9:39 AM

    જીવનઝાંખી વાંચો –
    http://sureshbjani.wordpress.com/2006/08/10/jawahar_baxi/

  4. ઊર્મિસાગર said,

    December 5, 2006 @ 12:10 PM

    કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
    આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

    સુઁદર…

    દાદા, અંતિમ શેરમાં અંતે ‘કોઇ’ લખવાનું રહી ગયું છે…?

    જયશ્રીની જેમ મને પણ પ્રશ્ન થયો…
    કલહાંતરિતા એટલે? ‘અંતરમાં થતાં કલહની વાત’ કે બીજું કંઇ?

  5. ધવલ said,

    December 5, 2006 @ 8:37 PM

    કલહાંતરિતા એટલે ‘પતિ સાથે કલહ કરી રીસાઈને પછી શોક કરતી સ્ત્રી’ ( કલહ + અંતરિતા ) … આ અર્થ સમજીને વાંચો તો ગઝલનો અર્થ વધુ સ્પષ્ટતાથી સમજાય છે.

  6. ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ – જવાહર બક્ષી – ટહુકો.કોમ said,

    March 28, 2020 @ 12:19 PM

    […] (આભાર : લયસ્તરો) […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment