કોઈએ જોયો નથી ઈશ્વર અહીંયા
તોય એના નામથી વાંધા પડે છે.
શીતલ જોશી

વિપિન પરીખ હવે નથી.

કવિ વિપિન પરીખ 16 તારીખે મુંબઈમાં અવસાન પામ્યા.  એક વખત અનાયાસ એમનો સંગ્રહ ‘કોફી હાઉસ’ હાથ લાગી ગયો ત્યારથી એમની ઓળખાણ થયેલી. ‘કોફી હાઉસ’માંની એમની સંવેદનશીલ, ચોટદાર અને છંદના ટેકા વિના ટટ્ટાર ઊભી રહેતી કવિતા, એવી દિલ પર વરસી કે એ ઘડીથી એમની સાથે માનસિક ઘરોબો થઈ ગયો.  એમની કવિતામાં જરૂરતથી વધારે એક પણ શબ્દ ન હોય. અને હંમેશા જરૂરતથી થોડી ઓછી નાટકીયતા હોય. અને એક વાર સમજાય તો રાતભર જાગવાની તૈયારી રાખવાની એટલી ધાર હોય. ઉંમરમાં એ સીત્તેરની ઉપર છે (એટલે કે ટેકનીકલી ‘આગલી પેઢીના કવિ’ છે) એવું એમની કવિતામાં કદી દેખાયું નથી. એ રીતે એમની કવિતા સમયને અતિક્ર્મી ગઈ છે.

એમના પોતાના જીવન વિષે ખૂબ જૂજ માહિતી ઉપલબ્ધ છે. એમનું કુટુંબ મૂળ ચીખલીથી. પણ એમનો જન્મ 1930માં મુંબઈમાં. પહેલા મૉડર્ન સ્કૂલ અને પછી વિદ્યાભવનમાં અભ્યાસ. આજીવન વ્યવસાય કૌટુંબિક હાર્ડવેરનો ધંધો. કવિતા મોડી ઉંમરે શરૂ કરી. ત્રણ સંગહો કર્યા: આશંકા (1975), તલાશ (1980) અને કોફી હાઉસ(1998). મારી… તમારી… આપણી વાત… (2003)માં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. સંગીત અને જ્યોતિષ એમના ખાસ શોખ.  (પૂરક માહિતી માટે આભાર : મહેશ દલાલ)

આજે પ્રસ્તુત છે એમની પ્રસિદ્ધ કવિતા એમના પોતાના હસ્તાક્ષરમાં. આવનારા દિવસોમાં એમની થોડી વધુ કવિતાઓથી એમને યાદ કરીશું.

Scan90002

16 Comments »

  1. gopal said,

    October 22, 2010 @ 10:10 PM

    કરુણ સત્યનુ વાસ્તવિક આલેખન

  2. urvashi parekh said,

    October 22, 2010 @ 10:45 PM

    સાવ સાચ્ચી વાત,
    કોઇ ના જવાથી, થોડુ લાગે પણ પછી પાછા,
    સહુ સહુ ની રીતે ગોઠવાઈ જાય છે.
    આ ખરેખર કરુણ અને દુખભરી વાત છે.
    પણ…

  3. P Shah said,

    October 22, 2010 @ 11:11 PM

    કરુણ ને કડવું સત્ય આબેહૂબ રીતે અભિવ્યક્ત થયું છે.

  4. ડો.મહેશ રાવલ said,

    October 22, 2010 @ 11:45 PM

    આદરણીય શ્રી વિપિન પરીખ હવે નથી- એ આઘાત સહેવાની ઇશ્વર એમના પરિવાર અને સંબંધિત સહુને શક્તિ પ્રદાન કરે અને સદગતના આત્માને મોક્ષ બક્ષે એ અભ્યર્થના.
    માતૃભાષાએ સમજૂ અને શાણો સાક્ષર ગુમાવ્યો છે.તેઓશ્રી એમના કવિકર્મ દ્વારા સદાય સહુના સ્મરણમાં રહેશે જ.
    અસ્તુ.

  5. Baarin said,

    October 23, 2010 @ 12:53 AM

    દરેક નોકરિયાત ને લાગુ પડતિ કવિતા

  6. Gunvant Thakkar said,

    October 23, 2010 @ 1:08 AM

    આશંકા
    કાલે હું ક્યાં હોઇશ ?
    કાલબાદેવીની ફૂટપાથ પર પડ્યો હઇશ
    અંધકારનું કબૂતર થઇને ?
    વિદ્યાર્થીઓના પાઠ્ય પુસ્તકમાં શાપિત થઇને જડાઇ રહીશ વરસોવરસ
    કે કોઇના મૃદુલ કંઠેથી વહી જઇશ કોમલ સૂરે ?
    સમયનો પવન મને ભૂસતો જશે, મોહન જો ડેરોની જેમ
    કે
    ઊભો રહીશ હું એમ ને એમ ?
    આવતી કાલનો કવિ મારી સાથે હાથ મેળવશે ?
    વિપિનભાઇ, તમારી આશંકા સામે મને પૂર્ણ શ્રધ્ધા છે કે આવતી કાલનો કવિ તમારી કવિતા દ્વારા
    તમારી સાથે સતત હાથ મેળવતો રહેશે.

  7. mahesh dalal said,

    October 23, 2010 @ 1:33 AM

    ધવલ્
    વિપિન નો જન્મ ચિખ્ લિ .. વલ્ સાડ થી ૩૦ કી. દુર .. મુમ્બઈ ની મોડેર્ન સ્કુલ મા અભ્યાસ .. સ્કોલર્. સુરેશ ભઈ દલાલ જુના મિત્ર.. સન્ગિત , ગાવાનો શોખ્. .જ્યોતીશ માટેભારતિય વિધ્યાભવન મા અભ્યાસ્.. શાળામા જણિતા શિક્સક પ્રલહ્દ પારેખ્. યશ્વન્ત પુરોહિત્. ચિત્રકાર ભાનુ સ્માર્ત .. ..રમણ્ ભાઈ વકીલ્. પ્રી.
    શાન્તિ પમાડે તે સન્ત …. આકાન્શા .. અલિન્ગનૅ કાટ લાગે .. વિ.. પુસ્તકો…
    મિત્રો સાથે

    લેમિગ્તન રોડ ના કોફી હાઊસ ની સવારે ૮.૩૦ લિજજ્ત માણ્વા ની..
    ઉત્તમ મીત્ર .. ઊમદા અને ઉદાર સ્વભાવ્. … ..

  8. Nirlep - Doha said,

    October 23, 2010 @ 2:14 AM

    Vipin parikh’s poem is a tight slap on our hypocrisy, insensitivity & tendancy to show-off. His poems don’t require help of popular subjects to flourish….he has given Quality poems always & compelled us to introspect the way we think, act..a warm tribute to my personal fav..poet..!

  9. Pancham Shukla said,

    October 23, 2010 @ 5:33 AM

    છંદના ટેકા વિના ટટ્ટાર ઊભી રહેતી કવિતાના કવિશ્રી વિપિન પરીખના અ-ક્ષર દેહને સલામ. કવિને યથાર્થ અંજલિ આપતું કાવ્ય.

  10. ચાંદ સૂરજ said,

    October 23, 2010 @ 5:37 AM

    જીવનરજીસ્ટરમાંથી ભલે એમનું નામ નીકળી ગયું હોય પણ યાદોના રજીસ્ટરમાંથી એ કદી ભૂંસી શકાશે નહીં. પ્રભુ એમના આત્માને ચિર શાંતિ આપે અને પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી અંતરની પ્રાર્થના.

  11. mahesh dalal said,

    October 23, 2010 @ 9:04 AM

    વિપિન ભઐ નુ જન્મસ્થાન બોમ્બે .. મુળ ચિખલિ .ના .. આને વ્યાપારિ પરિવાર ના/

  12. Girish Parikh said,

    October 23, 2010 @ 1:56 PM

    http://www.girishparikh.wordpress.com બ્લૉગ પર ‘વિપિનવાણી’ વાંચવા વિનંતી કરું છું.
    — ગિરીશ પરીખ

  13. Ramesh Patel said,

    October 23, 2010 @ 2:51 PM

    આ દુનિયાને વાંચતો અને લખતો કવિ..નહીં જ ભૂલાય.

    રમેશ પટેલ(આકાશદીપ)

  14. DHRUTI MODI said,

    October 23, 2010 @ 3:10 PM

    કવિને સુંદર કવિકર્મ માટે સલામ. વાસ્તવિક જીવનની કો શોર્ટ સ્ટોરી વાંચતાં હોઇઍ ઍવું લાગે છે. વાસ્તવિકતાના ઍ પયગમ્બરને શત શત વંદન.

  15. pragnaju said,

    October 23, 2010 @ 4:18 PM

    મારા ગયા પછીનું વાસ્તવિક દર્શન
    યાદ
    યાદ ફરિયાદ બની ગઈ,
    મારા ગયા પછી

    સમયના ચક્રો ચાલ્યા ગયા,
    મારા ગયા પછી

    એજ ગતિએ પ્રગતિ થઈ,
    મારા ગયા પછી

  16. Bharat Thakkar said,

    November 22, 2014 @ 3:43 AM

    Please read my Gujarati poems in my website http://www.profbharatthakkar.com
    I am impressed with your blog Layastaro.com

    You can use my poems of you like for
    Your readers.

    Thank you,

    Bharat
    Thakkar (Chicago)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment