ગઠરિયાં – સુન્દરમ
બાંધ ગઠરિયાં
મૈં તો ચલી
રુમઝુમ બાજત ઝાંઝ પખાજન,
છુમછુમ નર્તન હોવત રી,
પીવકે ગીત બુલાવત મોહે,
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
સુન્ના ન લીયા, રૂપા ન લીયા,
ન લીયા સંગ જવાહર રી,
ખાખ ભભૂતકી છોટી સરિખી
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
છોટે જનકે પ્યાર તનિકકી
ગઠરી પટકી મૈં ઠહરી,
સુન્દર પ્રભુકે અમર પ્રેમકી
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
– સુન્દરમ
શબ્દોની અદભૂત મીઠાશ અને મીરાંસમ સમર્પણથી શોભતું – પ્રેમલક્ષણા ભક્તિના સર્વોતમ પદોની પંગતમાં બેસી શકે એવું – પદ.
કિરણસિંહ ચૌહાણ said,
July 20, 2010 @ 11:50 PM
આહાહાહા… નિતાંત રમણીય રચના.
dr bharat said,
July 21, 2010 @ 3:34 AM
શબ્દો ગોઠવણીની ની ગજબ ની અસર!
વાંચતા જાણે સંગીત સાથે લયબદ્ધ ચાલતા હોઈએ તેવી અસર!
અદ્રભુત!!!!
Pancham Shukla said,
July 21, 2010 @ 6:44 AM
વાંચતા જ ગણગણી ઉઠીએ એવું મઝાનું ભક્તિપદ.
pragnaju said,
July 21, 2010 @ 7:48 AM
ખૂબ સુંદર ભક્તીપદ
રુમઝુમ બાજત ઝાંઝ પખાજન,
છુમછુમ નર્તન હોવત રી,
પીવકે ગીત બુલાવત મોહે,
બાંધ ગઠરિયાં મૈં તો ચલી
મૃત્યુનો વિચાર કરીને કેવળ આ અહમ ચિરંતન નથી એટલું જ સમજીએ એ પૂરતું નથી – કારણ, એવા વૈરાગ્યથી કેવળ શૂન્યતા જ આવે છે. એની સાથોસાથ એ પણ જાણવું જોઈએ કે આ સંસાર ટકવાનો છે. એટલા માટે મારે જે કાંઈ આપવાનું છે તે શૂન્યમાં ત્યાગરૂપે નહિ પણ સંસારમાં દાનરૂપે દેવું જોઈએ. એ દાન વડે જ આત્માનું ઐશ્વર્ય પ્રગટ થશે ત્યાગ વડે નહિ; – આત્મા પોતે કશું લેવા ઈચ્છતો નથી, તે દેવા ઈચ્છે છે, એમાં જ તેનું મહત્વ છે. સંસાર તેનું દાનનું ક્ષેત્ર છે અને અહમ તેની દાનની વસ્તુ છે.
વિવેક said,
July 21, 2010 @ 8:09 AM
સુંદર ભક્તિપદ… કવિતાનું ભીતરી સૌંદર્ય શું હોઈ શકે એનો ચિતાર આપે એવું!
Kalpana said,
July 21, 2010 @ 9:30 AM
Very soothing.
સુઁદર ભક્તિપદ. પ્રગ્નાજુજીની અહમ દાનમા દેવાની વાત અનુકરણીય બની રહે છે. આપણા ગયા પછી સઁસાર રહેવાનો છે એ હકીકત યાદ રાખવા જેવી છે.
આ પ્રેમલક્ષણા ભક્તિ ભહુ ગહન છે. પ્રભુના અમર પ્રેમની ગઠરી બાઁધવાની વાત ભક્ત કવિને કહેવી છે.
કલ્પના
વજેસિંહ પારગી said,
August 17, 2010 @ 2:28 AM
સુંદરમ્ નું નામ ન લખ્યું હોય તો એમનાં ઘણાં ભક્તિપદો મીરાંબાઈનાં હોય એવું લાગે. ભાવને અનુરૂપ શબ્દપસંદગી ને શબ્દવિન્યાસ આપણે બધાએ આવા મૂર્ધન્ય સર્જકો પાસેથી શીખવા જેવું ખરું.શબ્દે શબ્દે ને પંક્તિએ પંક્તિએ નાદલય ડોલાવી જાય છે. અંતે તો બધાએ જ સોના-ચાંદીની નહીં પ્રભુપ્રેમની ગઠરિયાં બાંધીને ચાલ્યા જવાનું છે.