(અડધો અડધો) – કુંતલકુમાર જૈન
જીવતરના બે ભાગ કર્યા, પછી એક અડધિયું જીવ્યા
પ્રેમ પણ અર્ધો કર્યો, ધિક્કાર અર્ધો જીવ્યા
સત્ય બોલ્યાપણ પહેલાં એના બે ભાગ કર્યા
સાહસ હતું ઓછું, જૂઠાણું પણ અર્ધું જીવ્યા !
ન્યાય હતો સહેજ છેટો, પણ મજલ અર્ધી જ કાપી
મન પણ પૂરેપૂરું પાપી નહોતું, છેહ તો પુણ્યને ય આપ્યો
પૂછો, પૂછો –
તરસ છીપી નહિ કે
આપણે જ ઓછું પાણી પીધું ?
– કુંતલકુમાર જૈન
(અનુ. રમેશ પારેખ)
આપણે કશું જીગર ફાડીને પૂરેપૂરું કરી શકતા નથી. પ્રેમ – સત્ય – ન્યાય – જીવન -મૃત્યુ બધું જ અડધું કરે રાખીએ છીએ. એ અડધામાંથી કંઈ ન ઊગે એમાં વાંક કોનો ? – આપણો જ સ્તો !
વિવેક said,
June 15, 2010 @ 12:20 AM
વાસ્તવિક્તાની ભીંતને અઢેલીને ઊભેલી કવિતા!!!
DR Bharat Makwana said,
June 15, 2010 @ 2:16 AM
તરસ છીપી નહિ કે
આપણે જ ઓછું પાણી પીધું ?
કવિ પ્રશ્ન પુછવામાંજ જવાબ આપીદ છે!
pragnaju said,
June 15, 2010 @ 4:17 AM
પૂછો, પૂછો –
તરસ છીપી નહિ કે
આપણે જ ઓછું પાણી પીધું ?
ર પા ભવવાહી અનુવાદક તરીકે માણ્યા
યાદ
જીસ તરહ ફુલ ખુશ્બુ કે બગૈર બેકાર હૈ,
જીસ તરફ ચાંદની ચાંદ કે બગૈર તન્હા હૈ, અકેલી હૈ.
જીસ તરફ લહેરે સાગર કે બગૈર બૈમાની હૈ,
ઊસી તરહ ખ્વાબ કે બગૈર જીંદગી આધી હૈ, અધુરી હૈ.
Pushpakant Talati said,
June 15, 2010 @ 8:51 AM
શ્રી વિવેકભાઈએ જણાવ્યુ કે –
” વાસ્તવિક્તાની ભીંતને અઢેલીને ઊભેલી કવિતા ”
પણ ના – આ તો નરી વાસ્તવિકતા જ તો ! અને તે પણ વળી સર્વ માન્ય .
ખરેખર દિલસ્પર્શી અને રોકડા રુપિયા જેવો એકદમ ખણખણતો અનુવાદ.
માણસે અદાલતની જેમ જ પોતાના આત્માની સામે જ સપથ અને સોગન્દ લેવા જોઈએ કે – ” હુઁ સત્ય જ જીવીશ, પૂર્ણ સત્ય જ જીવીશ, અને અસત્ય જરા પણ નહિ જ જીવુ. ”
ખરેખર સરસ અફલાતુન અનુવાદ.
satish.dholakia said,
June 15, 2010 @ 8:52 AM
સરવાળે આખુ જિવન અધુરુ જિવ્યા… અને એટ્લે જ કદાચ ખોટુ ..!
Ramesh Patel said,
June 15, 2010 @ 9:44 AM
જીવવાની આ અડધી રીત
ના જાણી નાણી સાચી પ્રીત
વગાડ્યા અર્ધ જીવન સંગીત
ક્યાંથી મળે આયખે જીત?
સાચે જ ભીતરને જગાડતી કૃતિ.
રમેશ પટેલ(આકાશદીપ)
યશનામી…..રમેશ પટેલ(આકાશદીપ)
-Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
dr.jagdip said,
June 15, 2010 @ 2:26 PM
લાગણી નામે ન કોઈ, ના કોઈ ધિક્કારતું
આ નગર આખું દિસે આજે મને વ્યંઢળ સમું
ડો.જગદીપ
M.Rafique Shaikh,MD said,
June 15, 2010 @ 3:22 PM
This universal fear of unknown seems to keep us from experiencing life at its fullest. In the following famous romantic duet, the couple in love is afraid of the possibility of their union remaining incomplete……!
Aadha hai chandrama raat aadhi -2
Reh na jaye teri meri baat aadhi, mulaqat aadhi
Aadha hai chandrama raat aadhi
Reh na jaye teri meri baat aadhi, mulaqat aadhi
Aadha hai chandrama
(Piya aadhi hai pyaar ki bhaashhaa
Aadhi rehne do man ki abhilaasha) -2
Aadhe chalke nayan aadhe chhalke nayan
Aadhi palkon mein bhi hai barsaat aadhi
Aadha hai chandrama raat aadhi
Reh na jaye teri meri baat aadhi, mulaqat aadhi
Aadha hai chandrama
(Aas kab tak rahegi adhoori
Pyaas hogi nahin kya yeh poori) -2
Pyaasa-pyaasa pawan pyaasa-pyaasa gagan
Pyaase taaron ki bhi hai baaraat aadhi
Aadha hai chandrama raat aadhi
Reh na jaye teri meri baat aadhi, mulaqat aadhi
Aadha hai chandrama
(Sur aadha hai shyaam ne saadha
Raha raadha ka pyaar bhi aadha) -2
Nain aadhe khile honth aadhe mile
Rehi pal mein milan ki woh baat aadhi
Aadha hai chandrama raat aadhi
Reh na jaye teri meri baat aadhi, mulaqat aadhi
Aadha hai chandrama
dr.pravinaben pandya said,
June 17, 2010 @ 8:32 AM
vah vah sundar.
aapane j adadhu jivyaa. vaaka kono?
satyano swikar.khub saras
pravinaben
kanchankumari. p.parmar said,
June 18, 2010 @ 3:12 AM
તારો મારો આ રુપિયો સહિયારો પણ અડ્ધો અડ્ધો….કાપિ મ્ંઝિલ આખિ પણ તોય હજુ અડ્ધો અડ્ધો….