સમજી લઈએ – ઓજસ પાલનપુરી
એવી આ બધી માયાને સમજી લઈએ
પહેલાં પ્રથમ આ દુનિયાને સમજી લઈએ
ઈશ્વર એ પછી સહેજમાં સમજાઈ જશે
એકવાર અમો પોતાને સમજી લઈએ
– ઓજસ પાલનપુરી
એવી આ બધી માયાને સમજી લઈએ
પહેલાં પ્રથમ આ દુનિયાને સમજી લઈએ
ઈશ્વર એ પછી સહેજમાં સમજાઈ જશે
એકવાર અમો પોતાને સમજી લઈએ
– ઓજસ પાલનપુરી
RSS feed for comments on this post · TrackBack URI
amol patel said,
August 26, 2006 @ 2:43 AM
ખુબ જ સુન્દ્ર રચના…..
આમોલ્
ઊર્મિસાગર said,
August 27, 2006 @ 10:23 PM
કવિનો ખૂબ જ સુંદર વિચાર છે… પરંતુ પોતાને સમજવાની વાત તો દુનિયામાં સૌથી અઘરી છેને!
આપણે પોતાને જ સમજી શક્તા નથી અને પછી આખી જિંદગી ક્યારેક કોઇ આપણને તો ક્યારેક આપણે કોઇને ન સમજી શકવાની માત્ર ફરિયાદો જ કરતા રહીએ છીએ!!
NaSrul Saiyed said,
August 29, 2006 @ 2:44 AM
એ ઉર્દુમાં પણ લખતાં હતાં,
“એક ખ્વાબમે દેખીથી ધૂપ મહેસરકી,
મગર મે બચ રહાથા,
મુજપે એક ઈમલીકા સાયાથા. “
એ મારી મમ્મીનાં મામા થાય, મે એમને ક્યારે નથી જોયા પણ મને યાદ છે કે એક દિવસે મારા મમ્મી એ મનહર ઉધાસે ગાયેલી ગઝલ
“બીજીતો કોઈ રીતનાં ભુંસાય ચાંદની, ઝાકળની થોડી બુંદોથી ઘોવાય ચાંદની”
સાંભળ્યા પછી ઘ્રુસકે, ઘ્રુસકે રડેલા….. “સૈયદ ખાનદાનનો માણસ જ્યારે લખતો હતો ત્યારે કોઈએ એની કદર નહોતી કરી… જુઓ આજે છેને લોકોનાં મોઢાં પર એનું નામ..
ઓજસ પાલનપુરી…” એ શબ્દો,આંસુ એ મમ્મીનો એમનાં મામા પ્રત્યેનો પ્રેમ, લાગણી હતી.
મુસાફીર પાલનપુરી એમને પોતાના ગુરૂ માને છે.
-નશ્રુલ સૈયદ
Priti said,
November 21, 2008 @ 4:50 AM
બહુ સરસ રચના