વતનની યાદ – શેખાદમ આબુવાલા
વતનની યાદ આવે છે તો લાગે છે મને એવું
કે ઢળતી સાંઝનું એકાંત મારો હાથ ઝાલે છે
વતન છોડ્યું, ફરી છોડ્યું, ફરી છોડ્યું તમે આદમ
હવે પરદેશમાં શાને ગુલાબી ભીડ સાલે છે
– શેખાદમ આબુવાલા
‘ગુલાબી ભીડ’ જેવો પ્રયોગ શેખાદમ જ કરી શકે. લોકોને એકાંત સાલતુ હોય છે, કવિને ભીડ સાલે છે અને એય ગુલાબી ! દેશમાં રહીને ‘ગુલાબી ભીડ’નો અર્થ સમજવો અઘરો છે. એ તો વતનથી દૂર રહીને જ સમજી શકાય એમ છે.
અભિષેક said,
June 2, 2010 @ 11:50 PM
સાવ સાચી વાત કરી છે. પાસે હોય તો કિંમત નથી સમજાતી. દૂર જઇએ છે ત્યારે જ ઘરની સાચી મહત્તા સમજાય છે.
Yogesh Pandya said,
June 3, 2010 @ 1:58 AM
‘ગુલાબી ભીડ’ શ્બ્દ ખુબ ગમ્યો
આભાર , અભિનદન્
વિવેક said,
June 3, 2010 @ 2:21 AM
Nice one, indeed!!!
ખજિત said,
June 3, 2010 @ 6:28 AM
વતન થી દૂર ગયેલા તમામ લોકોની લાગણી પ્રદર્શિત કરતુ સુંદર મુક્તક.
ઢળતી સાંજનુ એકાંત, અને ગુલાબી ભીડ
શેખાદમ ગ્રેટાદમ. . .
રાજની ટાંક said,
June 3, 2010 @ 11:11 AM
સરસ મુક્તક
Ramesh Patel said,
June 3, 2010 @ 12:28 PM
શેખાદમની વાત જ દમ ભરી. કહેવાનો અંદાજ મનને જચી જાય તેવો.
સરસ મુક્તક.
પરદેશની રોનક અને રહનસહન એ ગુલાબી જ છે પણ હૃદયને એ ભાવ અને લાગણીના
બંધન અંદરથી અવાજ દેતા રહેછે અને આવી ભીંની મધુરતા સરી જાય છે.
રમેશ પટેલ(આકાશદીપ)
pragnaju said,
June 3, 2010 @ 2:17 PM
વતન છોડ્યું, ફરી છોડ્યું, ફરી છોડ્યું તમે આદમ
હવે પરદેશમાં શાને ગુલાબી ભીડ સાલે છે
બેવતનીનો કદાચ સૌથી કટુ અનુભવ સ્ત્રીઓને હોય છે. પિતાનું ઘર છોડવાનું છે. એ સગાંઓ, એ સ્વજનો, એ સુહૃદોને છોડવાનાં છે. બિરાદરી છોડવાની છે. ભૂતકાળ કાપીને જવાનું છે. આંસુ મૂકીને જવાનું છે. આત્મીય મૃતકોના સુખડના હાર ચડાવેલા ફોટાઓને પ્રયત્ન કરીને ભૂલીને જવાનું છે.
વિદેશી બની રહેલી દીકરીનો અવાજ ફરીથી સંભળાય છે :
મંમી, હું સુખી છું !
મંમી કહે છે : બેટા, તબિયત સંભાળજે !
અવાજને સ્વસ્થ રાખવાની કોશિશ. સુખ અને દુ:ખની ભેદરેખાઓ ધૂમિલ થઈને ભૂંસાવા લાગે એ ક્ષણ. એક શાયરે ગાયું છે એમ જ….
દબા-દબા-સા, રૂકા-રૂકા-સા, દિલ મેં શાયદ દર્દ તેરા હૈ….
manvant patel said,
June 3, 2010 @ 6:25 PM
આ બધી કૃતિઓ અભિનઁદનીય છે.
mahesh dalal said,
June 3, 2010 @ 7:46 PM
વાહ વાહ …. રચના ગમિ
urvashi parekh said,
June 3, 2010 @ 7:54 PM
સરસ,
પ્રગ્નાબેન નિ વાત ઘણી ગમી,
એક્દમ સાચ્ચી વાત.