સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?
મરીઝ

હજુયે યાદ છે !

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

-રઈશ મનીયાર

ગુજરાતીમાં ‘હઝલ’-હાસ્ય ગઝલ-ની (પાતળી) પરંપરા છે. રઈશની આ હઝલ, ગઝલના પારંપરીક રૂપને જાળવીને રચેલી છે.

3 Comments »

  1. Jayshree said,

    July 6, 2006 @ 7:27 PM

    શબ્દોની તાકાત આને જ કહેવાય. બેવફાઇની વાત આવે ત્યારે આમ તો દિલના કોઇ ખૂણામાં દર્દ અનુભવાય છે, પરંતુ એ જ વાત જ્યારે આ રીતે કહેવાય, તો હસવું રોકી શકાતુ નથી. જેટલી વાર યાદ કરો એટલી વાર હસી જવાય છે.

    માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
    ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે…

  2. BHINASH said,

    December 14, 2008 @ 1:02 AM

    NICE………………..

  3. પ્રતિક મોર said,

    February 14, 2009 @ 12:13 AM

    એની પુરી ગલીનાં હરેક કુતરા ને હું યાદ છું,
    એની મારથી બચાવનાર ભીખારી ને હું યાદ છું,
    ભુલી ગઈ એ મને ભુતકાળ સમજી ને ”પ્રતિક”
    બસ ઉધારમાં લીધેલા ફુલવાળા ને હું યાદ છું.

    happy well+in+time day
    પ્રતિક મોર
    pratiknp@live.com

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment