સમયની રેતમાં આ પગ પ્રતીક્ષાના દબાવીને
સતત રમવાનું બીજું નામ, યારો ! ત્રીજો કિનારો.
વિવેક મનહર ટેલર

આ તે શા તુજ હાલ, સુરત…. – કવિ નર્મદ

આ તે શા તુજ હાલ, સુરત સોનાની મૂરત,
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત !
અરે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાંકી;
દીપી કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.

સત્તર સત્તાવીસ, સનેમાં રેલ જણાઈ;
બીજી મોટી તેહ, જાણ છોત્તેરે ભાઈ.
એની સાથ વંટોળ, દશા બેઠી બહુ રાસી;
દૈવ કોપનું ચિહ્ન, સુરત તું થઈ નિરાસી.
સુડતાળો રે કાળ, સત્તર એકાણું;
સત્તાણુંમાં રેલ, બળ્યું મારું આ ગાણું.
સાઠો બીજો કાળ, ચારમાં સન અઢારે;
બારે મોટી આગ, એકવીસે પણ ભારે.
બાવીસમાં વળી રેલ, આગ મોટી સડતીસે;
એ જ વરસમાં રેલ, ખરાબી થઈ અતીસે.
દસેક બીજી આગ, ઉપરનીથી જો નાની;
તોપણ બહુ નુક્શાન, વાત જાયે નહીં માની.

વાંક નથી કંઈ તુજ, વાંક તો દશા તણો રે;
અસમાની આફત, તેથી આ રોળ બન્યો રે.
તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમિ;
મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી.

કવિ નર્મદાશંકર લાલશંકર

12 નવેમ્બર 1865ના રોજ નર્મદે લખેલ આ લબ્ધપ્રતિષ્ઠ કાવ્યનો એક અંશ લગભગ દોઢસો વર્ષ પછી પણ આજે એટલો જ પ્રસ્તુત લાગે છે. કાવ્ય પરથી એટલું તરત જ સમજી શકાય છે કે સુરત સતત કુદરતી આપત્તિઓના હાથે પીંખાતું જ આવ્યું છે. આવા નષ્ટ-ધ્વસ્ત થઈ ગયેલા સુરતના એક સુરક્ષિત ખૂણામાં બેસીને હું આ લખી રહ્યો છું ત્યારે થતાં આંગળીઓના કંપન ઈચ્છું છું કે આપને ન હચમચાવે. મહારાષ્ટ્રમાંથી પૂર્વસૂચના વગર અધધધ પાણી છોડાતા ઉકાઈ ડેમ છલકાઈ ગયો… સુરત માટે જો કે પૂર એ નવી વાત નથી. શાસકોની વ્યવહારદક્ષતાના પ્રતાપે દર વર્ષે ઉકાઈ બંધ છેક છલકાવાની અણીએ ન આવે ત્યાં સુધી પાણી છોડાતું નથી અને એ સમજ બહારની ફિલસૂફીના કારણે લગભગ દર વર્ષે સુરતમાં નાનું-મોટું પૂર આવે જ છે. બંધની સપાટી ભયજનક સ્તરની નજદીક પહોંચતી હોય ત્યાં સુધી શાહમૃગની પેઠે માથું નાસમજણની રેતમાં ખોસીને બેસી રહેતી સરકારને શું કહેવું? અને માણસ હોય તો એક ઠોકરમાંથી શીખી લે એવી આશા પણ રાખીએ…. આ તો સરકાર છે!!!

ઉકાઈ બંધ છેક છલકાવાની પરિસ્થિતિએ આવી ઊભો ત્યારે પૂનમની નજીક આવી ઊભેલો સાગર કેટલું પાણી સમાવી શકશે એનો કશો ય પૂર્વવિચાર કર્યા વિના આજદિન સુધી ન છોડાયેલી માત્રામાં પાણી છોડવામાં આવ્યું… ચોવીસ કલાકથીયે ઓછા સમયમાં આખું સુરત જળબંબાકાર થઈ ગયું. છેલ્લા બસો વર્ષની સૌથી મોટી રેલમાંથી સુરત અત્યારે પસાર થઈ રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઊતરી ગયાં છે. પણ આજે જ્યારે રાંદેર મિત્રોના ઘરે મદદ પહોંચાડવા હું નીકળ્યો ત્યારે રસ્તામાં લક્ઝરી બસો, ગાડીઓ, રીક્ષાઓના આડા પડેલા વિરૂપ આકારો જોઈ ધ્રુજી જવાયું. મરેલા જાનવર રસ્તાની વચ્ચોવચ્ચ પડ્યાં છે. લાઈટના તૂટેલા થાંભલા, ડૂબેલા ટ્રાંસફોર્મરો અને કાદવના એક-એક ફૂટ જેટલા થર- આ શહેરને તો પડી-પડીને ઊભા થવાની ટેવ છે પણ આ આખરે કોનું પાપ કોના માથે?

4 Comments »

  1. UrmiSaagar said,

    August 12, 2006 @ 4:17 PM

    Wow…. seems like Surat have always suffered a lot!!
    I stayed in Surat this January for about 22 days… I just can not believe that it’s the same Surat I just saw few months ago… which is now in very bad shape!

    મારા મનમાં વસેલી સુરતની ખૂબસૂરત મૂરત તો હજી એવી જ છે… અને હ્રદયથી પ્રભુને પ્રાર્થના કરીએ કે સુરતને એની અસલ સૂરત જલ્દી પાછી મળે!

    May god bless our dear Surat and all Suratvasi’s… and give lots of courage to face the situation!

    UrmiSaagar
    http://urmi.wordpress.com

  2. ધવલ said,

    August 13, 2006 @ 3:41 PM

    (એક સૂરતી અભિપ્રાય અહીં મૂકવાની લાલચ જતી કરી શકતો નથી)

    આપણા સુરતને સદીઓથી આવતા પુર, મુસલમાનોના આક્રમણો, દૂર ખસી ગયેલો દરિયો, વિકરાળ આગ કે શિવાજીની લુંટો અડી શક્યા નથી કે ઓછું કરી શક્યા નથી. જ્યારે આતો ખાલી પાણી છે. ( ગાળ ) સૂરતીઓ તો એના પર થૂંકીને ક્યાંય આગળ નીકળી જશે… અહીં બધાને રાખમાંથી બેઠા થવાની આદત છે. આ શહેર સરકારોની મહેરબાની પર કદીય જીવ્યું નથી. પોતાના પસીના પર બન્યું છે. તાપી તો શું ગંગા પણ છલકાઈને અહીં આવે તો એને પણ ( ગાળ ) હજમ કરી જઈશું.

  3. radhika said,

    August 14, 2006 @ 5:39 AM

    Dhavalbhai ni vat 100 % sachi chhe

    pan chhata aa pani osarya pachhi j taklif vadhvani enathi aankh aada kan kem kari shakay……
    rogchado…. mahamari ….. ane lootfat nu shu

    ame ahi ahmedabad thi mokalavel saman bharela ek tracter ne rasta vachhe aantari ne sthanik loko dwara j luti levau….lutaya nu dukh nathi chhevate e gau to jaruratmando pase j chhe ….chhata pan kevi mano-dasha e ” SURATI LALAO ” vethi rahaya chhe ! ! ! ! ! tyare Dr. Vivek no prashan vyajbi lage chhe k
    ” આ આખરે કોનું પાપ કોના માથે? “

  4. muhammedali Bhaidu'wafa' said,

    August 15, 2006 @ 1:10 AM

    दामाने सुरत:

    हालत सुरत की बनाई अरे बाप रे बाप.
    न पानी बरसा सुरत मेँ ईतना मुशला धार.
    बारीश के चंद छीतोँ से आती नही सैलाब.
    फीर ये आफ्त आई कहाँ से सोचो मेरे भाई,
    सुरत की सोने की मुरत करदी कीसने खराब
    पालन तूटा ,तूटा अडाजण,अरे अंग सुँदर तूटा
    कया करेँ हम सुरतीओँका हाय मुकद्दर तूटा
    रोने को तो आंसुनहीँ,और पीनेको न पानी,
    हाय हमारा बना बनाया सोनेका पीजर तूटा.
    दुश्मन तमाशाई अरे बाप रे बाप.
    बच्चे रुए माई अरे बाप रे बाप
    हालत सुरत की बनाई अरे बाप रे बाप.
    वीर नगरके बासी है हम ये विपद सह लेंगे
    नर्मद की सुनहरी नगरीकी लाज हम रख लेंगे
    फीरसे बनायेंगे नये घोंसले मिलकर हमसब ‘कालु’
    फेर देखत हैँ आता कैसे गान्धीनगरका भालु.
    हालत सुरत की बनाई अरे बाप रे बाप.
    पापी है घर जाई अरे बाप रे बाप.

    _कल्लु कव्वाल(अग्नात)

    (कीसी ‘कालु कव्वाल”सुरतीने ए दर्दनाक कव्वाली भेजीहै,दिल हेला देती है)

    आगे परह्ने के लिये क्लीक करेँ: http://bazmewafa.blogspot.com/

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment