પળ આવી – આદિલ મન્સૂરી
ડગલું ભરવાની પળ આવી,
મેરુ ચળવાની પળ આવી.
પાંપણ ઢળવાની પળ આવી,
સપનું ફળવાની પળ આવી.
ઘરખૂણે ખોવાઈ ગયા ત્યાં,
રસ્તે જડવાની પળ આવી.
આંખો બંધ કરીને બેઠા,
મૌન ઊઘડવાની પળ આવી.
મંજિલ ડગલું માંડ હતી ત્યાં,
પાછા વળવાની પળ આવી.
જો પાછાં અંધારાં ઊતર્યાં,
દીવો કરવાની પળ આવી.
દરિયા તો સૂકાઈ ચાલ્યા,
મૃગજળ તરવાની પળ આવી.
છૂટા માંડ પડ્યા ત્યાં આદિલ,
પાછા મળવાની પળ આવી.
– આદિલ મન્સૂરી
એક પળમાં આખી જિંદગીને બદલી નાખવાની તાકાત હોય છે. એ કાવડમાં એકસાથે, ગઈ પળ અને આવનારી પળ , બન્નેને જતનથી ઊંચકીને ફરવાની કળાનું નામ છે જિંદગી.
Girish Parikh said,
May 12, 2010 @ 11:45 PM
જો પાછાં અંધારાં ઊતર્યાં,
દીવો કરવાની પળ આવી.
અજ્ઞાનનાં અંધારાં દૂર કરવા જ્ઞાનનો દીવો જ કરવો પડે ને.
‘આદિલના શેરોનો આનંદ’ માણવા અને વહેંચવા ક્લિક કરોઃ
http://www.girishparikh.wordpress.com
આદિલની જન્મ તારીખ મે ૧૮ આવી રહી છે. (એ મે ૧૮, ૧૯૩૬ ના રોજ જન્મ્યા હતા). પ્રભુ કૃપા, આદિલના આશીર્વાદ, અને ભાવકોની શુભેચ્છાઓથી મે ૧૮, ૨૦૧૦ના રોજ આદિલના ૭૨ શેરો અને એમનો આસ્વાદ ઉપરના બ્લોગ પર પોસ્ટ થઈ જશે. આદિલ ૭૨ વર્ષ જીવ્યા હતા પણ અક્ષર દેહે એ અમર છે.
‘આદિલના શેરોનો આનંદ’ પુસ્તકની પ્રસ્તાવના, આદિલ વિશે, અને ગિરીશ પરીખ વિશે પણ બ્લોગ પર ૧૮ મેના રોજ પોસ્ટ થશે.
– – ગિરીશ પરીખ E-mail: girish116@yahoo.com
sapana said,
May 13, 2010 @ 4:49 AM
આખી ગઝલ માટે એક શબ્દ વાહ!
સપના
વિહંગ વ્યાસ said,
May 13, 2010 @ 5:24 AM
ખૂબજ સુંદર ગઝલ.
pragnaju said,
May 13, 2010 @ 8:35 AM
દરિયા તો સૂકાઈ ચાલ્યા,
મૃગજળ તરવાની પળ આવી.
વાહ્
જનમથી એષણા મૃગજળની વચ્ચે અટવાઈ
યુગાની પ્યાસ છે તૃપ્તિ કદી થનાર નથી
વિવેક said,
May 14, 2010 @ 12:29 AM
સુંદર રચના…
મંઝિલ ડગલું માંડ હતી ત્યાં,
પાછા વળવાની પળ આવી.
– આ વાત ગમી ગઈ…
sudhir patel said,
May 14, 2010 @ 6:43 AM
આદિલ સાહેબની આગવી છાપ ધરાવતી સુંદર ગઝલ!
સુધીર પટેલ.
dhaval soni said,
May 15, 2010 @ 3:43 AM
દરિયા તો સૂકાઈ ચાલ્યા,
મૃગજળ તરવાની પળ આવી.
ખુબ જ સરસ….આ સાથે અહીં એક કડી ઉમેરવાની ગુસ્તાખી કરુ છુ…….
રાત આખી વિરહમાં રડ્યા પછી
સુરજમાં બળવાની પળ આવી…
ABHIJEET PANDYA said,
September 5, 2010 @ 8:01 AM
જો પાછાં અંધારાં ઊતર્યાં,
દીવો કરવાની પળ આવી.
ઉત્તમ શેર
jaydeep dave said,
November 17, 2014 @ 2:17 PM
Very good .