અત્તર કહો છો જેને એ ફૂલોનું લોહી છે,
એ કારણે હું લેતો નથી છાંટવાનું નામ.
અમર પાલનપુરી

માંગી શક્યા નહીં… – રઈશ મનીઆર

હું, તું… હતા ને સામે તો સેના ઊભી હતી.
કેવો હતો સમય અને કેવી ઘડી હતી ?
માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો…
તારો જ રથ હતો અને આ આંગળી હતી…

– રઈશ મનીઆર

14 Comments »

  1. ડૉ.મહેશ રાવલ said,

    May 11, 2010 @ 11:42 PM

    ઐતિહાસિક સંદર્ભ સાંકળીને સશક્ત ચમત્કૃતિ સર્જી શકાઈ છે, જોકે રઈશભાઈની નિવડેલી અને કસાયેલી કલમની એ ફલશ્રૃતિ સ્વાભાવિક જ છે.
    ગમ્યું.

  2. રાકેશ ઠક્કર , વાપી said,

    May 12, 2010 @ 12:08 AM

    સરસ
    માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો…
    તારો જ રથ હતો અને આ આંગળી હતી…

  3. અભિષેક said,

    May 12, 2010 @ 1:32 AM

    બધા દ્રોપદી કે સુભદ્રા જેટલાં નસીબવાળા હોતા નથી. સરસ રચના

  4. વિવેક said,

    May 12, 2010 @ 1:42 AM

    સુંદર…

  5. વિહંગ વ્યાસ said,

    May 12, 2010 @ 5:31 AM

    સુંદર મુક્તક.

  6. રાજની ટાંક said,

    May 12, 2010 @ 8:07 AM

    માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો…
    તારો જ રથ હતો અને આ આંગળી હતી…

    ખૂબ જ સુંદર

  7. "માનવ" said,

    May 12, 2010 @ 8:43 AM

    રઈશ અંકલ તો હરતી ફરતી ગઝલ છે

  8. pragnaju said,

    May 12, 2010 @ 8:57 AM

    સુંદર મુક્તક માણતા જ આ મુક્તક
    પહેલા જે પંક્તીઓ કહેતા તે યાદ આવી
    પડછાયા ફક્ત તારે નગર રૂબરૂ મળે
    લોકો મળે નહીં અને બસ આબરૂ મળે
    ઊગે સવાર કંઠમાં લઈ બ્રહ્મરૂપ સ્વર
    ને સાંજના ચરણમાં પછી ઘુંઘરું મળે
    સાથે જ રામના આ શેર…
    શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર,
    શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે
    નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે,
    આગળ વધી જવાનું નિરંતર વલણ નડે

  9. Rasheeda Damani said,

    May 12, 2010 @ 9:05 AM

    સરસ મજાનુ મુક્તક…

  10. Pinki said,

    May 12, 2010 @ 12:03 PM

    માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો…

    ખૂબ સરસ !

  11. Girish Parikh said,

    May 12, 2010 @ 12:06 PM

    મજાનું મુક્તક.
    પહેલાં આપણા મહાકાવ્ય મહાભારતમાં યુધ્ધ શરૂ થાય એ પહેલાં રથમાં ઊભેલા અર્જુન અને રથ હાંકતા કૃષ્ણ અને સામે ઊભેલી સેનાનો વિચાર આવ્યો અને મુક્તક વારંવાર વાંચવા છતાં એનો મર્મ ન સમજાયો – – છેલ્લી બે પંક્તિઓ સાથે પહેલી બે પંક્તિઓનો મેળ ન મળ્યો!
    અને પછી આપણા બીજા મહાકાવ્ય રામાયણનો રાજા દશરથ અને કૈકેઈ વાળો પ્રસંગ મનમાં ઝબક્યો, અને તરત જ મુક્તકનો મર્મ સમજાયો.
    જો વરદાન મળે તો શું માગીએ?

  12. raj said,

    May 14, 2010 @ 2:01 AM

    માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો…
    રઈશ ની જ કલમ હતી… અને આ આંગળી હતી…

  13. Yash said,

    May 17, 2010 @ 8:01 AM

    PLEASE KOI ANO MEANING SAMAJAVO…..

  14. Jignesh Bharuchwala said,

    May 17, 2010 @ 12:35 PM

    ખુબ સરસ રચના …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment