દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો;
રહે જો દૃશ્ય એનું એ જ તો બારી નવી નાખો.
ભાવિન ગોપાણી

મિત્રને – હરીન્દ્ર દવે

ગાઢ નિદ્રામાંથી મને જગાડી
મારા માટે સજાવેલી ચિતામાં
પોઢી ગયેલા, અય દોસ્ત !
મને તારી નિદ્રાની ઈર્ષ્યા નથી.
મારી જાગૃતિનો રંજ છે.

– હરીન્દ્ર દવે

એક ટચૂકડી કવિતા … એમાં કેટલાય અર્થવિભાવો !

20 Comments »

  1. pragnaju said,

    May 3, 2010 @ 9:55 PM

    ટૂંકી કવિતામા ગૂઢ દર્શન
    ગાઢ નિદ્રામાંથી મને જગાડી
    મારા માટે સજાવેલી ચિતામાં
    પોઢી ગયેલા, અય દોસ્ત ! જાગૃત અવસ્થામાં દેહમાં અભિમાન રાખતો જીવાત્મા જ્યારે ગાઢ નિદ્રામાં હોય છે ત્યારે પરમાત્મા પાસે જાય છે ત્યારે અભિમાન નહિ હોવાથી શરીરના અને મનના દુઃખોનો તેને અનુભવ થતો નથી. ગાઢ નિદ્રા એક અપમૃત્યુનું રૂપક છે. જેમ મૃત્યુ સમયે દેહનું વિસ્મરણ થઈ જાય છે, તેમ કોઈ કારણસર દેહને ભૂલી જવો તેને મૃત્યુ કહેવાય છે. તેથી ગાઢ નિદ્રામાં જીવને પોતાના દેહનું સ્મરણ નહી હોવાથી તે એક અપમૃત્યુ કહેવાય છે.
    હવે મૃત્યુ એ શું વસ્તુ છે, તેના રહસ્યને વિચારીયે- જેમ સૂર્યનો ઉદય ન થયો હોય ત્યાં સુધી જ અંધકાર હોય છે. સૂર્યનો ઉદય થતાં તે અંધકાર દેખાતો નથી. અંધકાર કોઈ પદાર્થ નથી કે કોઈ વ્યક્તિ નથી તેમ મૃત્યુ કોઈ પદાર્થ કે વ્યક્તિ નથી કે જેનાથી ભયભીત થવું પડે. નિત્ય અજર-અમર પોતાના આત્માનું અજ્ઞાન જ મૃત્યુનું રૂપક બને છે. પોતાના આત્માનું જ્ઞાન થતાં જેમ સૂર્યનો ઉદય થતાં અંધકાર દુર થાય છે, તેમ આત્મ જ્ઞાન થતાં મૃત્યુનું મૃત્યુ થઈ જાય છે. મિથ્યા વિચારથી મિથ્યા થતાં દુઃખને દુર કરવાનો ઉપાય પોતાના અજર-અમર તેવા પોતાના આત્મ સ્વરૂપનો વિચાર કરતા રહેવું, અને વિકારોમાં અહંનું આરોપણ નહિ કરવું.
    મને તારી નિદ્રાની ઈર્ષ્યા નથી.
    મારી જાગૃતિનો રંજ છે.
    સત્ય દર્શન

  2. અભિષેક said,

    May 3, 2010 @ 11:26 PM

    નાનું પણ અર્થસભર

  3. વિવેક said,

    May 4, 2010 @ 12:02 AM

    સુંદર રચના… પ્રજ્ઞાજુની ટિપ્પણી આજે સવિશેષ ગમી…

  4. Pushpakant Talati said,

    May 4, 2010 @ 7:18 AM

    વાહ !
    મોરના ઈન્ડા ને ચીતરવાની જરુરત હોતી જ નથી.

    મુરબ્બી શ્રી હરીન્દ્રભાઈ દવે ની આ એક ટચૂકડી કવિતા ખરેખર એક અજાયબ રચના જ કહેવી પડે. – સાચે જ તેમા કેટલાય અર્થવિભાવો છે !
    વળી
    pragnaju ની કોમેન્ટ થી મનમા જે સમજ્યો હતો તે વધારે સ્પષ્ટ થઈ ગયુ અને જાણે સમજનુ એક વધારાનો દરવાજો ખુલ્યો. – આભાર Shri pragnaju.

  5. Pinki said,

    May 4, 2010 @ 7:40 AM

    કેટલું અદ્.ભૂત … અંતરાત્માને જ, અય દોસ્ત કહેવું !

  6. ભગીરથ said,

    May 4, 2010 @ 8:08 AM

    ખરેખર સુંદર રચના… પ્રજ્ઞાજુની ટિપ્પણી પણ સરસ, પરંતુ “અપમૃત્યુ” શ્બ્દ જરા….. “અલ્પમૃત્યુ” કેમ લાગે?

  7. રાજની ટાંક said,

    May 4, 2010 @ 8:29 AM

    અદભુત,સુંદર …

  8. Praveen Thaker said,

    May 4, 2010 @ 11:05 AM

    મુ. હરીન્દ્રભાઈનાં વિભાવ-સમ્રુદ્ધ ટૂંકાં કાવ્યના ગૂઢાર્થનાં ઉદ્ઘાટનનો પજ્ઞાજુનો નિખાલસ પ્રયાસ પ્રશંસનીય અવશ્ય,
    પરંતુ એમનાં ઊંચાં તત્વચિંતનમાં, મૂળ સર્જકનાં ‘સજાવેલી ચિતા’, ‘જગાડી’ , ‘અય દોસ્ત’ અલોપ થતા નથી લાગતા ? કાવ્ય અંતતઃ એ પોઢેલા ‘દોસ્ત’ને ઉદ્દેશીને છે ને ?

    વિશેશમાં, વિવેકભાઈને વિવેકસરનો એક સહેજ પ્રશ્ન – ટિપ્પણીનાં આ ખાનાં પરથી મારું નામ, ઈ-સરનામું, પહેલાં કરતાં જુદી રીતે, આજે અદ્રુશ્ય થયેલાં જોવા મળ્યાં તે ફક્ત આકસ્મિક જ, કે બીજું કંઈ ?!

  9. Kirtikant Purohit said,

    May 4, 2010 @ 11:20 AM

    સરસ અને સચોટ દર્શન.

  10. Satish Dholakia said,

    May 4, 2010 @ 11:33 AM

    ગહન અને સરલ !

  11. Name said,

    May 4, 2010 @ 12:31 PM

    This article helps looot to understand the poem,

    http://www.shrivallabhanugrah.com/viewarticle.php?art_id=1150

  12. preetam lakhlani said,

    May 4, 2010 @ 1:57 PM

    આ કાવ્ય હરિન્દભાઈ એ જગદિશ જોશીના મુત્યુ સમયે લખયુ હતુ એમ હુ ધારુ છુ એમ મારુ માન વુ છે.

  13. pragnaju said,

    May 4, 2010 @ 3:41 PM

    ” મૂળ સર્જકનાં ‘સજાવેલી ચિતા’,‘જગાડી’ ,‘અય દોસ્ત’ અલોપ થતા નથી લાગતા ?”
    …મને તો આ વખતે સાચા સાધક કે જેમના પર શબ્દ મહેરબાન તેવા કૈફ઼ી આઝમીનું ગીત યાદ આવ્યા કર્યું.હંમણા આખું ગીત શોધ્યું
    જ઼િંદગીભર મૂઝે નફ઼રત સી રહી અશ્કોંસે,
    મેરી ખ઼્વાબોં કો તુમ અશ્કોંમેં ડૂબોતે ક્યુઁ હોં,
    જો મેરી તરહા જીયા કરતેં હૈં કબ મરતેં હૈં,
    થક઼ ગયા હુઁ મૈં,સો લેને દો
    રોતે ક્યું હો,સો કે ભી જાગતે રહેતે હૈં
    જાઁબાઝ સુનો,ક્યું સજાયી હૈ ચંદન કી ચિતા મેરે લીયે?
    મૈં કોઈ જિસ્મ નહીં,જલાઓગે મુઝે,
    રાખ઼ કે સાથ બિખ઼ર જાઉઁગા દુનિયામેં,
    ઠોકર જહાઁ ખાઓગે વહાઁ પાઓગે મુઝે.”
    અનંતના આકાશે મનપંખીનું ઊડાણ એટલે ધ્યાન. તેની બે પાંખો છે, જાગૃતિ અને સાવધાની. ઝેન દર્શનમાં ધ્યાનનો અર્થ જાગૃતિ છે. જાગૃત મનમાં વિકલ્પો કે વિકારોને સ્થાન ન હોય. આવું નિરભ્ર નિરંજન મન શુદ્ધ ચેતનાનું પર્યાય છે.
    —————————————-
    “અપમૃત્યુ” શ્બ્દ જરા….. “અલ્પમૃત્યુ” કેમ લાગે?”
    અમારા ઉત્તરકાણ્ડ ગાન- માનસમંત્ર મા“અલ્પમૃત્યુ” નો ઉલ્લેખ આવે છે.અમારા વડિલો સાથે ચર્ચામા બધાને અપમૃત્યુ યોગ્ય લાગ્યું.(અમારો પૌત્ર તેને ૯ નો મતભેદ કહે!)
    ——- વધુ ચિંતન માંગતું સૂચન
    રામ ભગતિ રત નર અરુ નારી, સકલ પરમ ગતિ કે અધિકારી ||
    અલ્પમૃત્યુ નહિં કવનિઉ પીરા, સબ સુંદર સબ બિરુજ સરીરા
    અલ્પમૃત્યુ કે ક્યાંય ન પીડ, સર્વ સરસ શુભ સ્વસ્થ શરીર;
    દરિદ્ર ના કો દુ:ખીદીન અબુધ તેમ શુભલક્ષણહીન.

  14. ભગીરથ said,

    May 4, 2010 @ 5:08 PM

    “અપમૃત્યુ” એટ્લે અકાળ, આકસ્મિક કે ખરાબ રીતે થયેલ અને અત્યંત પીડાકારી એવુ અશોભનીય મૃત્યુ એવું મારું માનવું મિથ્યા હોઇ શકે છે.

  15. ધવલ said,

    May 4, 2010 @ 6:19 PM

    સલામ, પ્રજ્ઞાજુ !

  16. urvashi parekh said,

    May 4, 2010 @ 7:43 PM

    સરસ અને મર્મવેધી વાત.
    અને પ્રતિભવો અને પ્રગ્નાબહે નુ સમજાવવનુ ઘણુજ સરસ.

  17. Suresh Jani said,

    May 5, 2010 @ 7:56 AM

    નાનકડુઁ પણ સચોટ અવલોકન.

  18. વિહંગ વ્યાસ said,

    May 6, 2010 @ 7:58 AM

    હ્રુદયસ્પર્શી રચના.

  19. Pancham Shukla said,

    May 8, 2010 @ 5:08 AM

    કાવ્ય અને પ્રતિભાવો એકમેકને પૂરક બની ટચુકડા કાવ્યને વિવિધ ક્ષિતિજો સુધી વિસ્તારે છે.

  20. mahesh dalal said,

    May 8, 2010 @ 9:14 PM

    વાહ વાહ .. અતિ સુન્દર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment