તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
મરીઝ

મુક્તક – ઇજન ધોરાજવી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.

– ઇજન ધોરાજવી

7 Comments »

  1. અભિષેક said,

    April 29, 2010 @ 10:42 PM

    પ્રકૃતિના દરેક તત્ત્વમાં કોઇને કોઇ સંદેશ હોય જ છે. બહુ જ સરસ મુક્તક છે.

  2. jagubhai.m.ahir said,

    April 30, 2010 @ 6:44 AM

    યુગો પછીથી આપને મળવાનું મન થયું,
    ચાલ્યા ગયેલા વ્હાણને વળવાનું મન થયું !

    એવું તે ક્યાં હતું કે તમને ભૂલી ગયો ?
    માણસની પૂરી જાતમાં ભળવાનું મન થયું !

    પાણી હતાં તે મન થયું, બનીએ ચલો બરફ,
    બરફાવતારમાં જ પીગળવાનું મન થયું !

    વ્હેલી સવારે તો ભલેને રંગ પાથર્યા,
    કિન્તુ ઢળી જો સાંજ તો ઢળવાનું મન થયું !

    કુર્નિશ ન આવડી, અક્કડ ઊભા રહ્યા,
    તમને જરાક જોઈને લળવાનું મન થયું !

    હર્ષદ હજીયે રોજનો ઉકળાટ છે જ છે,
    વરસાદમાં અમથાં જ નીકળવાનું મન થયુ

    મનની વાત હોય એટલે અસ્થિરતાની વાત હોવાની. ‘મન થયું’ રદીફ વાપરી હોય એ ગઝલના દરેક શેરમાં મનની ચંચળતા અને વિચારોનું અસ્થિર વલણ નજરે ન ચડે તો કદાચ ગઝલ વિફળ નીવડે. પણ સદભાગ્યે અહીં કવિ મનને બખૂબી ઉપસાવી શક્યા છે. દરેકેદરેક શેર સમાનભાવે આસ્વાદ્ય થયો છે…

  3. pragnaju said,

    April 30, 2010 @ 7:13 AM

    જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
    નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
    મુક્તકની આ પંક્તીઓ ગમી ગઈ
    યાદ્
    બસ તમે નક્કી કરી લ્યો, ઝૂલવું કે ઝૂરવું ?
    એક પણ મોસમ તમારી ડાળ પર કાયમ નથી.

  4. વિવેક said,

    April 30, 2010 @ 7:15 AM

    સુંદર મજાનું મુક્તક…

  5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    April 30, 2010 @ 8:47 AM

    સત્યનું ટકોરાબંધ અનુરણન.

  6. impg said,

    May 1, 2010 @ 12:40 PM

    Very perfect !!!

  7. વિહંગ વ્યાસ said,

    May 3, 2010 @ 2:33 AM

    સુંદર મુક્તક !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment