યાદગાર ગીતો… ના ! આ કંઈ અંત નથી સફરનો…
ગુજરાતી કવિતાઓની સહુથી વિશાળ વેબસાઈટના પાંચ વર્ષની ઉજવણી નિમિત્તે છેલ્લા પંદર દિવસોમાં આપણે ગુજરાતી સાહિત્યના ત્રીસ યાદગાર ગીતો કવિ-પરિચય અને ગીત-પરિચય સાથે માણ્યાં. વીસમી સદીના ઉત્તરાર્ધમાંશ્વાસ ભર્યા હોય એવા ત્રીસ જ ગીતકારનું ચયન અમે અમારા વાંચન અને સૂઝ-બૂઝના આધારે કર્યું છે ત્યારે ઘણા સારા ગીતકારોને અમે ચૂકી ગયા હોવાની પૂરેપૂરી વકી છે… એ તમામ ગીતકારોની ક્ષમાપ્રાર્થના સાથે યાદગાર ગીતોની આ શૃંખલા હાલ અહીં અટકાવીએ છીએ… પણ હા… આ કંઈ અંત નથી સફરનો… ‘લયસ્તરો’ની યાત્રા તો શક્ય હશે ત્યાં સુધી અનવરત ચાલુ જ રહેવાની…
…આશા રાખીએ કે આપ સહુને ગુજરાતી ગીતોની આ સફરમાં મજા પડી હશે…
-ધવલ-ઊર્મિ-વિવેક
(લયસ્તરો ટીમ)
pragnaju said,
December 21, 2009 @ 2:31 AM
યાદગાર ગીતોની આ શૃંખલા હાલ અહીં અટકાવીએ છીએ
આ ઠીક નથ લાગતું
virendra bhatt said,
December 21, 2009 @ 3:34 AM
આટલી સરસ ગીતમાલા રજુ કરવા બદલ ખૂબ અભિનંદન.ભવિષ્યમા જરૂર બીજી ગીતમાલા રજુ કરશો એની ખાત્રી સાથે….
Dr. J. K. Nanavati said,
December 21, 2009 @ 4:06 AM
વાહ….. થેંક્સ………
ધવલ-ઉર્મિ- વિવેકે
કર્યો તરબોળ જે.કે…!!!
હજુ વરસાવજો, જે
રહ્યા બાકી દરેકે….!!
ડો.નાણાવટી
P Shah said,
December 21, 2009 @ 4:41 AM
સહુને ગુજરાતી ગીતોની આ સફરમાં મજા પડી,
આવી સફર વારંવાર લઈને આવશો.
આભાર અને અભિનંદન !
Girish Parikh said,
December 21, 2009 @ 11:00 AM
મને ઘણી વાર વિચાર આવે છે કે “આપણાં ૧૦૦ શ્રેષ્ઠ બાલગીતો” (tentative title) નામનો આકર્ષક ચિત્રો સાથેનો સંગ્રહ પ્રગટ થવો જોઈએ.
શ્રી ગણેશ કરી શકે ‘લયસ્તરો’ વેબ સાઈટ પર ૧૦ યાદગાર બાલગીતોની શ્રેણી આપીને.
–ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિઆ
સુનીલ શાહ said,
December 21, 2009 @ 12:23 PM
તમારી સૂઝબૂઝને સલામ છે દોસ્તો. બસ, ગુજરાતી સાહિત્યની આવી ઉત્કૃષ્ટ કૃતિઓ લઈને ફરી ફરી આવતા રહેજો…સાચે જ મઝા પડી…
rajesh vyas said,
December 21, 2009 @ 2:28 PM
ek surmay safar no atlo jaldi ant avse teni khabar ja na padi,,,,,thnks you alll
Ramesh Patel said,
December 21, 2009 @ 8:48 PM
આટલી સરસ ગીતમાલા રજુ કરી,.
ગુજરાતી ભાષાના સમધુર ગીતો ને આપે લયસ્તરો દ્વારા
લોકોને આંગણે રમતા કર્યાછે .આપને અંતરથી અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
દીપક પરમાર said,
December 22, 2009 @ 6:38 AM
ખુબ ખુબ આભાર આટલા બધા સરસ મજાના ગીતો મુકવા બદલ…
અને આ યાત્રા આમજ ચાલુ રહે… 🙂
karshan barad said,
May 13, 2012 @ 5:19 AM
ખુબ ખુબ આભાર આટલા બધા સરસ મજાના ગીતો મુકવા બદલ…
Mukesh Mehta said,
October 21, 2015 @ 3:30 PM
ખૂબ સુંદર. ખરેખર જલસો કરાવી દિધો. .