‘લયસ્તરો’ની સફરને આજે પાંચ વર્ષ પૂરાં થયાં…
‘લયસ્તરો’ને આજે પાંચ વર્ષ પૂરા થાય છે. પાંચ વર્ષ આમ તો બહુ નાનો ગાળો છે અને રોજેરોજ આખી દુનિયામાં બનતી અગણિત રોમાંચક ઘટનાઓમાં ‘લયસ્તરો’ના જન્મદિવસનું મહત્વ અલ્પ છે. છતાં પણ, આ નાના ડગલાને આટલી મજલે પહોંચતા જોવું મનને એક અજબ શાતા આપે છે.
‘લયસ્તરો’ બ્લોગ કવિતાના આનંદને વહેંચવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરેલો ત્યારે આ કાફલો આટલો મોટો થશે એવો ખ્યાલ ન હતો. તે વખતે વિશ્વભરમાં ગુજરાતી કવિતાના આટલા ચાહકો હશે એવું કોઈને કહીએ તો લોકો તમને ગાંડા ગણે એવી સ્થિતિ હતી. પણ આજે એ વાત સાચી ઠરી છે. ‘લયસ્તરો’ જ નહીં પણ બીજી અનેક ગુજરાતી કવિતાની વેબસાઈટ્સ-બ્લોગ્સ હોંશભેર વંચાય છે, એ પોતાની રીતે જ એક મહત્વની ઘટના છે. એમ કહી શકાય કે ગુજરાતી કવિતાને એનું નવું સરનામું સાંપડ્યું છે… ૫૫૦થી વધુ કવિઓની ૧૬૫૦થી વધુ રચનાઓ આજે આ ખજાનામાં ક્લિક્વગી થઈ પડી છે અને પ્રતિદિન એક નવી કવિતાનો એમાં ઉમેરો થતો રહે છે… ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આ એક સીમાચિહ્નરૂપ ઉપલબ્ધિ છે…
આ અવસરે જે જે લોકોએ ‘લયસ્તરો’ને ટેકો કર્યો છે એ બધાનો અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. ખાસ આભાર તો એ કવિઓનો કે જેમની રચનાઓ અહીં સંગ્રહિત થઈ છે. અને સૌથી વધુ આભાર અમારા વાચકોનો, જે અમને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે.
દર વર્ષે ‘લયસ્તરો’ની વર્ષગાંઠે કંઈક નવું કરવાની કોશિશ કરીએ છીએ. આ વખતે આવતા 15 દિવસમાં ગુજરાતી સાહિત્યના 30 યાદગાર ગીતો ‘લયસ્તરો’ પર મૂકીશું. ગુજરાતી ગીતોના ઈતિહાસનો ફલક તો બહુ વિશાળ છે એટલે આ યાદગાર ગીતોની શ્રેણીને વીસમી સદીના ઉત્તરાર્ધમાં હયાત હોય એવા ગીતકારોના ગીત સુધી જ સીમિત રાખવાનું નક્કી કર્યું છે. એક ગીતકાર દીઠ એક ગીત પસંદ કરીને આપની સમક્ષ 30 અલગ અલગ ગીતકારોના 30 યાદગાર ગીતો રજૂ કરીશું. તો તૈયાર થઈ જાવ … આવતી કાલથી યાદગાર ગીતોની સફરમાં જોડાવા માટે !
– ધવલ-વિવેક-ઊર્મિ
pragnaju said,
December 4, 2009 @ 12:53 AM
અ ભિ નં દ ન
આ તો અમારી જ વેબસાઈટ્સ-બ્લોગ્સ,,,
લાગે છે અમે અમને જ …
એટલા બધા વિચારો આવે છે પણ નવાવર્ષે
આટલું જ…
manhar m.mody ('mann' palanpuri) said,
December 4, 2009 @ 1:02 AM
ખુબ ખુબ અભિનંદન. લયસ્તરો જોડે તો હવે ઘરોબો બંધાઈ ગયો છે. સવારે ઈ-મેઈલ ખોલીયે એટલે પહેલાં જ લયસ્તરો નો ઈ-મેઈલ જોવાની ટેવ પડી ગઈ છે. ઈંતેજાર છે ગીતોના ખજાનાનો.
madhusudan said,
December 4, 2009 @ 1:19 AM
આભર્.ધન્યવદ.જિઓ હજારો સાલ કે સાલકે દિન હો પજાસ હજાર.
Harikrishna Patel said,
December 4, 2009 @ 1:20 AM
My heartiest congratulations and very many happy “birthday”. Considering the short period of 5 years you have provided us immense joy and wish you and your team very many happy returns of the day.
Viren Patel said,
December 4, 2009 @ 1:22 AM
Layastaro ne Happy Birthday !
Sathe sathe – ” Tum Jiyo hazaro saal, saal ke din ho pachas hazar’ wishes !
Maro divas mail box ma aavela kavya thi sharu kari shakun chhun, te mari khush nasibi chhe! I have ‘kuber bhandar’ open every day morning !
Thanks and best wishes once again.
રાકેશ ઠક્કર, વાપી said,
December 4, 2009 @ 1:35 AM
અભિનંદન !
દરરોજ લયસ્તરો વાંચવાનું વળગણ થઇ ગયું છે. આ યાત્રા અવિરત ચાલતી રહે એવી શુભેછા સહ. વિવેકભાઇના આ શેર સાથે.
શબ્દ થઈ મુજ શ્વાસમાં બસ તું સદા વહેતી રહે,
આ ગઝલ શબ્દો નથી કંઈ, આ જે છે એ પ્રેમ છે.
Jayshree said,
December 4, 2009 @ 1:55 AM
હ્રદયપૂર્વક અભિનંદન…
જયંત પાઠકના આ શબ્દો આ સાથે યાદ આવ્યા…
કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
– એટલે કે કશું થાય જ નહીં !
ડૉ.મહેશ રાવલ said,
December 4, 2009 @ 2:33 AM
લયસ્તરો……………..
ઈન્ટરનૅટના માધ્યમે ગુજરાતી કવિતાનું “સાચુકલું સરનામું”
આજ ભલે પાંચ વર્ષનું થયું પણ આપણું આ સગપણ દિવસે ને દિવસે વધુ પાંગરતું જ રહેવાનું કારણ કે,
અહીં સંબંધને જોડે છે કવિતા.
પાકટ અને નિવડેલ હાથોની માવજત,સહુના થઈને રહેવાની શાલીન પરંપરા છતાં કાવ્યત્વ સિવાય કોઈની સાથે કંઈ ખેંચાણ નહીં ,કવિના નામના વૈભવ કરતાં કવનની ભવ્યતાની પિછાણ……અને સૌથી અલગ તરે એવી નિષ્પક્ષતા અને એ પણ નખશિખ નિષ્પક્ષ એટલે નિષ્પક્ષ જ.
લયસ્તરોની આ લાક્ષણિકતા જ એને એક અલગ “સ્તર”પ્રદાન કરે છે-અંગતરીતે મારૂં એ માનવું છે.
લયસ્તરોના સૂત્રધાર શ્રી વિવેકભાઈ,શ્રી ધવલભાઈ અને
ઊર્મિબેન વિ.ને આ તકે ખૂબ-ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતાં લયસ્તરોના કવિ’ પરિવાર’ના એક સભ્ય તરીકે ગર્વની લાગણી અનુભવું છું
-અસ્તુ.
Harshad Joshi said,
December 4, 2009 @ 2:52 AM
Abhinandan on 5th Anneversary
ચાંદ સૂરજ said,
December 4, 2009 @ 5:03 AM
લયસ્તરો…
હવે તો તારા મયખાનામાં દિવસમાં ત્રણચાર વાર આવવાની લત લાગી ગઈ છે ! પાંચ વર્ષથી તારી સુરાહીમાંથી ભરીભરીને તેં તૃષાતુરને જામ પીવડાવ્યાં છે છતાં આજે પણ એ એટલા જ તૃષિત રહ્યાં છે.તારું મહેખાનું છોડી બીજે ક્યાં જઈએ ? તારી પાંચમી વર્ષગાંઠ પર તને હાર્દિક અભિનંદન !
આ સાથે લયસ્તરોના ત્રણેય સાકીઓ, શ્રી વિવેકભાઈ,શ્રી ધવલભાઈ અને બહેનશ્રી
ઊર્મિબેનને આ અવસરે ખૂબ-ખૂબ અભિનંદન અને મંગલ કામનાઓ.
Pancham Shukla said,
December 4, 2009 @ 5:10 AM
લયસ્તરોને અભિનંદન. ૩૦ યાદગાર ગીતોનો ગુલદસ્તો માણવો ગમશે.
Pinki said,
December 4, 2009 @ 7:01 AM
લયસ્તરોને પાંચમી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ… !
RASHI said,
December 4, 2009 @ 7:03 AM
પ્રિય લયસ્તરો…જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છા….
taha mansuri said,
December 4, 2009 @ 7:25 AM
………………… ઔર કાફલા બનતા ગયા.
લયસ્તરોને તેના પાંચમા જન્મદિને ખુબખુબ શુભેચ્છાઓ.
શ્રી વિવેકભાઈ,શ્રી ધવલભાઈ અને બહેનશ્રી
ઊર્મિબેનને આ અવસરે ખૂબ-ખૂબ અભિનંદન અને મંગલ કામનાઓ.
લયસ્તરોએ કવિતાનો લય અને સ્તર બંને બખુબી જાળવી રાખ્યા છે, ના સમજમાં આવતી રચનાઓનો એવો રસાસ્વાદ કરાવવામાઁ આવે છે કે જાણે કે બધું જ સમજાઈ જાય છે.
કવિ રાજેન્દ્ર શુકલનાં શબ્દોમાં કહું તો..
“હું ગઝલ લખી શકું બસ એટલું,
મર્મ તો તેઓ જ સમજાવી શકે.”
Pushpakant Talati said,
December 4, 2009 @ 7:26 AM
ભાઈશ્રી ધવલભાઈ, વિવેકભાઈ અને ઊર્મિબહેન,
અભિનન્દન,
પણ આવુ કેમ લખો છો કે “……પાંચ વર્ષ આમ તો બહુ નાનો ગાળો છે……” એક એક શ્વાસે જીન્દગી બને, ડગલે ડગલે ચાલી ને જ મન્જીલ સુધી પહોન્ચી શકાય છે, પળ પળ ભેગી થઈ ને જ સદીઓ તથા યુગો બને છે, એક એક બુન્દ બુન્દ થી જ તો ગાગર અને પછી સાગર ભરાય છે. તો આપણા “લયસ્તરો” પણ તે પ્રમાણે જ તો બચપણ વટાવી ને યુવાની મા પદાર્પણ કરશે ને ? મારી મહેચ્છા છે કે આ ળયસ્તરો ને યુવાની – અરે ચિરયુવાની મળે અને તેની તે યુવા ઝલક હુ જોયાજ કરૂ – માણ્યા જ કરુ.
આ આખી દુનિયામાં બનતી અગણિત રોમાંચક ઘટનાઓમાં ‘લયસ્તરો’ના જન્મદિવસનું મહત્વ અલ્પ નથી જ અને નથી લયસ્તરો ને આ મુદ્દત્તે પહોંચતા જોઈ મનને એક અજબ ગજબ ની શિતળતા સાપડે છે.
લયસ્તરો ને VERI HAPPY RETURNS OF THE DAY તથા દરેક ORGANIZERS as well as PARTICIPANTS ને હાર્દિક હર્દિક શુભકામના.
ખજિત said,
December 4, 2009 @ 7:50 AM
લયસ્તરોની પાંચમી વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભકામનાઓ.
ગુજરાતી ગઝલ, ગીત,છંદ, અછંદાસ વગેરેનો ખજાનો નેટ પર ઉપલબ્ધ હોય એ જ્યારે નેટ પર હુ પહેલી વખત આવી ત્યારે આ “લયસ્તરો” નામના બ્લોગ દ્વારા ખબર પડી.
લયસ્તરો બ્લોગ તો જાણે મારા માટે ગુજરાતી કવિતા , ગીત વગેરે શોધવાનો, વાંચવાનો પુસ્તકાલય જેવો થઇ ગયો છે.
ધવલભાઇ, વિવેકભાઇ, ઉર્મિ આપનો ઘણો આભાર આ બ્લોગ અમારા સુધી પહોચાડવા બદલ.
urvashi parekh said,
December 4, 2009 @ 8:02 AM
પ્રિય ધવલભાઈ,વીવેકભાઈ,અને ઉર્મીબેન્.
ખુબ ખુબ અભીનંદન..
ખુબ આગળ વધતા રહો એવી શુભકામનાઓ સાથે…
niraj said,
December 4, 2009 @ 9:01 AM
ખૂબ ખૂબ અભિનંદન..
chetu said,
December 4, 2009 @ 9:16 AM
આપ સહુને ” લયસ્તરો ” માટૅ હાર્દિક અભિનન્દન … આજે તો મારા લાલનનો પણ જન્મદિન..!
pravina Avinash said,
December 4, 2009 @ 9:40 AM
પહેલી “પંચવર્ષિય” યોજનાની સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન,
“લયસ્તરો” નામ પ્રમાણે વેબ ઉપર વિકસી રહ્યું છે.
Chandresh Thakore said,
December 4, 2009 @ 9:50 AM
ઊર્મિબેન,ધવલભાઈ, અને વિવેકભાઈ: ગમતાને ગૂંજે ભરવાને બદલે એનું ગુલાલ ઊડાવી રહ્યા છો એનો આનંદ તો “હોલઈઆઓ” જ જાણે છે! અભિનંદન અને આભાર.
વિનય ખત્રી said,
December 4, 2009 @ 9:51 AM
હાર્દિક અભિનંદન!
Anand said,
December 4, 2009 @ 9:56 AM
Hi Vivekbhai
Many Many ANANDIT returns of the day. It’s nice talking with you. When you will be coming here next time ?
Anand
Yogendra said,
December 4, 2009 @ 9:57 AM
અભિનન્દન
આશા રાખિએ કે કરોડો વાર ચવાયેલા ગિતો ને બદલે નવિ રચનાઓ સાભલળવા મળે
Harnish Jani said,
December 4, 2009 @ 10:23 AM
લયસ્તરોને પાંચમી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ… !
ફરીથી
આપ સહુને ” લયસ્તરો ” માટૅ હાર્દિક અભિનન્દન
AMRIT CHAUDHARY said,
December 4, 2009 @ 10:39 AM
પ્રિય ધવલભાઈ,
”લયસ્તરો” ખુબ જ અભિનન્દન.”લયસ્તરો”ને પાંચમી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ… !
દિનપ્રતિ પ્રગતિ કરો એ જ અભ્યર્થના.
Daxesh said,
December 4, 2009 @ 10:59 AM
કોઈપણ સ્વાર્થ વગર માતૃગુર્જરીની સેવામાં પદાર્પણ થયેલ લયસ્તરો વેબસાઈટને પાંચ વરસ પૂરા થવા એ સાચે જ સીમાચિન્હ ગણાય. સળંગ પાંચ વરસ સુધી ગુણવત્તાસભર સાહિત્ય પીરસવાનું ચાલુ રાખવું એ સાહિત્યપ્રેમ ઉપરાંત ઘણો સમય અને શક્તિ માંગી લે. લયસ્તરોની ટીમને એ બદલ ખુબ ખુબ અભિનંદન અને આગામી સમયમાં વધુ સીમાચિન્હો સર કરવા બદલ હાર્દિક શુભેચ્છાઓ.
kishoremodi said,
December 4, 2009 @ 11:06 AM
લયસ્તેરોને પાંચમી વર્ષગાંઠ નિમિત્ત અનેકગણી શુભેચ્છાઓ
kanchankumari parmar said,
December 4, 2009 @ 11:21 AM
ઢળતિ સાંજે લય સ્તર સખિ જેવિ લાગે છે,’પ્રાણ ન જાય ત્યા શુધિ શાથ ના છુટે.’..બસ એજ તમન્ના….
Girish Parikh said,
December 4, 2009 @ 11:38 AM
લયસ્તરો
સર્વત્ર વિસ્તરો …
“ધવલ-વિવેક-ઊર્મિ” ને કોટિ કોટિ અભિનંદન …
Maheshchandra Naik said,
December 4, 2009 @ 11:46 AM
અમે કવિ તો નથી પણ કવિતા, ગઝલના રસિયા છે, ગુજરાતી સહિત્યના પ્રેમી છે, વાંચનનો શોખ છે એટલે આપના લયસ્તરો દ્વારા ગુજરાતી સાહિત્ય સાથેનો અમારો સંપર્ક જળવાઈ રહ્યો છે અને અમારે પણ પરદેશ-કેનેડા આવ્યાને પાંચ વરસ થયા, આપના સંગ થકી અમારા દિવસો પણ ખુબ ખુબ આનંદમય બની રહ્યા, આપના “લયસ્તરો”, ડો.વિવેક્ભાઈ, શ્રી ધવલભાઈ, શ્રી ઊર્મીબેન સૌનો આભાર, સૌને જન્મદિવસની શુભકામનાઓ અને અભિનદન
M.Rafique Shaikh,MD said,
December 4, 2009 @ 11:59 AM
Our Dear Layastaro (AKA Dhaval, Vivek and Urmi,)
Happy Birthday!!!!
May you continue to bring the fresh Gujarati lyrical air to our homes for years to come.
Love & Duaas for your blessed existence on the net.
From Mizna & Rafique
Rasheeda Damani said,
December 4, 2009 @ 12:38 PM
Heartiest congratulations. Its been a great journey, you have reached out to those who look forward to this kind of classic gujarati literature.
Wishing you all the very best for the future.
Thank you and keep up the good work.
with regards, Rasheeda
Girish Parikh said,
December 4, 2009 @ 1:49 PM
ત્રીસ ગીતોમાં થોડાંક શ્રેષ્ઠ બાલગીતો લેવાની વિનંતી.
કવિતા મૌર્ય said,
December 4, 2009 @ 2:20 PM
લયસ્તરોને હાર્દિક શુભેચ્છા !
BB said,
December 4, 2009 @ 4:13 PM
Congratulations , on the 5th birthday of “LAYASTARO” . Vivekbhai , Dhavalbhai and Urmiben , this is like one family. Kavi. delivery and the reader all r Important. we all r the imp. components. U people r going the greates job between the Poet and the reader. Again my heartfelt congratulations to u all.
Faruque Ghanchi said,
December 4, 2009 @ 4:25 PM
Congratulations! અગામી વરસો માટે હાર્દિક શુભેચ્છા …
Ramesh Patel said,
December 4, 2009 @ 6:54 PM
સાહિત્યની રસ ધારા વર્ષો વર્ષ વહેતી રહે,એવી શુભ કામના.
રમેશ પટેલ(આકાશદીપ)
sudhir patel said,
December 4, 2009 @ 8:29 PM
લયસ્તરોની ટીમને પાંચમી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક અભિનંદન અને અવિરત ગુજરાતી સાહિત્ય પીરસતું રહે એવી શુભકામના અને અઢળક સુભેચ્છાઓ!
સુધીર પટેલ.
P Shah said,
December 4, 2009 @ 9:22 PM
લયસ્તરોની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે
ખૂબ ખૂબ અભિનંદન ધવલભાઈ અને વિવેક્ભાઈ
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસારના આપના
આ કાર્યની ઇતિહાસ પણ નોંધ લેશે.
kanti vachhani said,
December 4, 2009 @ 10:30 PM
ઊર્મિબેન,ધવલભાઈ, અને વિવેકભાઈ:
ખુબ ખુબ અભિનંદન
vallabh-sumitra bhakta said,
December 4, 2009 @ 11:01 PM
વિવકભાઈ,ઘવલભાઈ,ઊમિબેન પાચ પાચ વાષર્થિ કવિતાનિ પહેચાન કરાવતા રહ્યા આ કાઇ ઓશુ કામ નથિ આપ સૌને અભિનદન
mita said,
December 5, 2009 @ 12:50 AM
congrates. its great that 3 of u taking iniative 2 run the site.only poetry lovers can do this.thanks a lot 4 all.
Akbar Lokhandwala said,
December 5, 2009 @ 2:22 AM
Congratulation on 5 th Birthday……Heartly wishes for Journey continue…..
mahendrasinh padhiyar said,
December 5, 2009 @ 8:07 AM
લયસ્તરોની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે
ખૂબ ખૂબ અભિનંદન ધવલભાઈ અને વિવેક્ભાઈને ધન્યવાદ અને હાર્દિક શુભેચ્છા …
dr ashok jagani said,
December 5, 2009 @ 8:28 AM
મિત્રો ધવલ અને વિવેક
ખુબ સુન્દર બ્લોગ ચલાવવ માટૅ અભિનન્દન , ગુજરાતી સાહિત્યની સેવા, પ્રચાર અને જાળવણી માટૅ પ્રયત્નો કરતા રહો એવિ શુભેચ્છા …
અશોક જાગાણી
કવિતા ન કરવા વિશે કવિતા - જયંત પાઠક | ટહુકો.કોમ said,
December 5, 2009 @ 6:56 PM
[…] 2009 in અછાંદસ , જયંત પાઠક | લયસ્તરો.કોમ ને પાંચમી વર્ષગાંઠ પર આપણા બધા તરફથી ખૂબ ખૂબ.. ખોબલો […]
Dr.Pranat Majmundar said,
December 5, 2009 @ 7:11 PM
સફલતાના ઉચ્ચતમ શિખરો સર કરતા રહો અને સૌને દિવ્ય આનન્દનિ અનુભુતિ કરાવતા ર હો તેવિ શુભકામના.
gautam said,
December 5, 2009 @ 10:16 PM
સુન્દર્.
ગૌતમ્
SANJAY J MEHTA said,
December 6, 2009 @ 7:56 AM
અભિનન્દન ખુબ…… ખુબ……… અભિનન્દન
લય સ્તરો બહુ જ ગમે…………….
મને ગુજરાતિ ગમે
સન્જય મહેતા
ગાગરમાં સાગર » Blog Archive » હરિ તમારી કટ્ટી -હિતેન આનંદપરા said,
December 6, 2009 @ 10:45 PM
[…] આજે પાંચમી વર્ષગાંઠે મબલખ હાર્દિક […]
Kedar said,
December 7, 2009 @ 1:03 PM
પંચમ વર્ષગાંઠ પર હ્રદયપૂર્વક્ની શુભેચ્છાઓ….
Tejal jani said,
December 17, 2009 @ 6:13 AM
congrets n thanks…
Laxmiakant Thakkar said,
June 16, 2016 @ 2:32 PM
”લયસ્તરો” ને ખુબ જ અભિનન્દન. શુભેચ્છાઓ… !
દિનપ્રતિ પ્રગતિ …. એ જ ધ્યેય સાર્થક ઠરો .
અન્ગત વાત કહુઁ તો….. મેઁ દિલથેી કાવ્ય્-તત્ત્વ માણ્યુઁ …વખતો-વખત ….. એક લિન્ક-‘કનેક્ટ થયાના ભાવ …. કાયમ….
-લા’ કાન્ત / ૧૬-૬-૧૬