સનાતન અસ્તિત્વ – લાભશંકર દવે
ઊતરી ગયું છે પાણી બધું ચાસેચાસમાં
એનો વિકાસ થાય છે આ લીલા ઘાસમાં.
હું ફૂલ એનાં જોઈને નિશ્ચિંત થઈ ગયો !
મારું કફન વણાઈ રહ્યું છે કપાસમાં !
મારો અભાવ કેવો લીલછમ બની ગયો !
ઊગી ગયું છે ઘાસ કબરની આસપાસમાં.
તું એને શોધવાના પ્રયાસો ન કર હવે,
એ પણ કદાચ હોય તારા શ્વાસેશ્વાસમાં !
– લાભશંકર દવે
નવીન કલ્પનોથી સજાવેલી આ ગઝલને સનાતન અસ્તિત્વ એવું નામ આપીને કવિએ આખો નવો અર્થ આપ્યો છે. એના સંદર્ભમાં ગઝલને સમજવાનો પ્રયાસ કરો તો અર્થનું એક વધારે પડ ઉઘડે છે.
Naman Dave said,
June 7, 2011 @ 10:03 PM
I’m Labhshankar Dave’s grandson. He was a special person to me and to my family. It is a great honour to have this blog. Check out his ghazal book, Sannidhi.
Regards,
Naman
ધવલ said,
June 8, 2011 @ 5:05 PM
આભાર ! કવિતા જ સુંદર છે. આવતા વખતે ઈન્ડિયા જઈશ ત્યારે ‘સંન્નિધિ’ ક્યાંકથી શોધી કાઢીશ.
અંજલિ said,
June 10, 2011 @ 5:57 AM
સરસ સરસ! બાપુજીનો બ્લોગ જોઇ ખુશ થઈ.
Kamlesh Dave said,
January 6, 2014 @ 12:34 AM
બહુજ સરસ આ ગઝલ સ્ન્ન્ધિ મા બધિ જ ગઝલ સારિ ૬.
સરસ! બાપુજીનો બ્લોગ જોઇ ખુશ થ્યો. મોબિલે નમ્બર ૯૯૦૪૧-૧૯૩૫૫ વેરાવલ સોમનથ
It is a great honour to have this blog
Dhaval Shah said,
January 6, 2014 @ 2:20 PM
કમલેશભાઈ, આભાર !