જે સફર આદરી શક્યો જ નથી
એને છે ભૂખ, પ્યાસ, થાક બધું
-હર્ષ બ્રહ્મભટ્ટ

આજથી ફરીથી – રઘુવીર સહાય (અનુ.સુરેશ દલાલ)

આજ ફરીથી જીવન શરૂ થયું !
આજ મેં નાનકડી સરળ કવિતા વાંચી !
આજ મેં સૂરજને ડૂબતો જોયા કર્યો, – ક્યાંય લગી !
આજ મે શીતલ જલથી સ્નાન કર્યું – હાશ કરીને.
આજ એક નાનકડી છોરી આવી
.               ને ઝડપથી ચઢી ગઈ મારે ખભે.
આજ મેં આદિથી અંત લગી પૂરું કર્યું એક ગીત.
આજ જીવન ફરીથી શરૂ થયું !

– રધુવીર સહાય
(અનુ.સુરેશ દલાલ)

આપણા અસ્તિત્વને ખરેખર શણગારવા માટે જે સામાન જરૂરી છે એ તો તદ્દન સાદો, સરળ અને સર્વ-સુલભ છે. એને શોધવા માટે ક્યાંય દૂર જવાની જરૂર નથી.

10 Comments »

  1. sapana said,

    October 6, 2009 @ 10:51 PM

    ઘણી હકારત્મક કવિતા.
    સપના

  2. વિવેક said,

    October 7, 2009 @ 2:33 AM

    વાહ… સરળ લાગતી પણ ઊંડી કવિતા…

  3. રાકેશ ઠક્કર , વાપી said,

    October 7, 2009 @ 2:36 AM

    ખરેખર અંતરથી આનંદ અનુભવાય એની વાત જ કંઇ અલગ છે.
    આજ ફરીથી જીવન શરૂ થયું !

  4. pragnaju said,

    October 7, 2009 @ 4:59 AM

    આજના ધમાલિયા જીવનમા નાના નાના પ્રસંગોમાથી આનંદ

    અનુભવે સમજાય

  5. kanchankumari parmar said,

    October 7, 2009 @ 5:37 AM

    આજ નિ ઘડિ રળિયામ્ણિ કાલ કોણે દિઠિ છે…….કરો કંકુ ના…. અવસર ચુક્યો મેહુલિયો ના વરશે…જે કંઈ કરો સારુ આજ થિ….

  6. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    October 7, 2009 @ 7:11 AM

    રઘુવીર સહાય કરો સહાય કરો
    આવી કવિતા લખવી શરુ કરો

  7. Rasheeda Damani said,

    October 7, 2009 @ 10:33 AM

    Beautiful and indeed so true.
    we are lost and looking for higher and glamorous things far away and long distance, where as life is right here with us, around us in such a simple, pure and subtle way.

    Excellent poem.

  8. અનામી said,

    October 7, 2009 @ 1:39 PM

    ……..સરસ કવિતા.

  9. himanshu patel said,

    October 7, 2009 @ 6:50 PM

    સરસ મિતભાષી (મિનિમાલિસ્ટ) કાવ્ય પ્રકારમાં બંધબેસ્તું આ કાવ્ય શરૂઆતથી “પૂરું કર્યું એક ગીત.”
    ત્યાં સુધી આપણી સહજીક્તામાંથી ઉદભવેલા મૂલ્યોને સાવ સરળ ભાષામાં મૂકી આપે છે.કદાચ
    અંતિમ પંક્તિમાં “થયું” ને બદલે કર્યું શબ્દ પ્રયોજાયો હોત તો પેલાં મૂલ્યો મથાળામાં કહ્યું છે તેમ
    “આજથી ફરીથી”કાર્યરત થતાં અનુભવાય.થયું શબ્દમાં કેવળ જીવનની શરૂઆત છે મૂલ્યોની નહી.
    કવિતા ત્યાં અટકી જાય છે,કાવ્યમા હમેશા ગતિ હોય છે.

  10. Prabhulal Tataria"dhufari" said,

    October 8, 2009 @ 1:54 PM

    ભાઇશ્રી સુરેશ દલાલ
    આનુવાદ સાથે મૂળ્ભૂત કૃતિ મુકી હોત તો અનેરો આનંદ આવ્યો હોત પણ તો આવો રસાસ્વાદ માણવા મળ્યાનો આનંદ થયો
    અસ્તુ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment