સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !
શ્યામ સાધુ

મારું આગણ, મારું ઝાડ – જાવેદ અખ્તર

મારું આંગણ,
કેવડું મોટું, કેટલું ફેલાયેલું હતું
એમાં
મારી બધીય રમતો
સમાઈ જતી
ને આંગણની સામે હતું એ ઝાડ
જે મારાથી ઘણું ઊચું હતું
છતાં
મને વિશ્વાસ હતો કે
જ્યારે હું મોટો થઈશ
આ ઝાડની ટોચને અડકી લઈશ
વરસો બાદ
હું ઘરે પાછો આવ્યો છું
જોઈ રહ્યો છું
આ આંગણ
કેટલું નાનું છે
પણ ઝાડ તો  પહેલાં કરતાં પણ થોડું ઊંચું છે.

– જાવેદ અખ્તર

કવિ કહેવા માંગે છે કે માણસ ગમે તેટલો મોટો થાય, પોતાની યાદોથી અને સપનાઓથી મોટો કદી થતો નથી. કે પછી એ કહેવા માંગે છે કે તમે મોટા થાવ એમ એમ તમારા સપનાઓ પણ મોટા થતા જાય છે, અને છેવટે પાહોમની જેમ, આપણા ભાગે માત્ર એકથી એક વધારે મોટા સપનાઓ પાછળ દોડવાનું જ લખાયેલું હોય છે ? એક નાની કવિતામાં કવિએ ઘણા મોટા પ્રશ્નો છૂપાવેલા છે …  તમને શું લાગે છે ?

7 Comments »

  1. pragnaju said,

    September 21, 2009 @ 6:01 AM

    હું ઘરે પાછો આવ્યો છું
    જોઈ રહ્યો છું
    આ આંગણ
    કેટલું નાનું છે
    પણ ઝાડ તો પહેલાં કરતાં પણ થોડું ઊંચું છે.

    વાહ

    પાલનપુરીની વાત યાદ આવી
    આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
    આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
    અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
    અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ?
    અને
    હે એન્ટીવાયરસ
    યાદોની કીંમત તે શુ જાણે?
    જે યાદો ને ભુસાવી નાખે છે…
    તણખલાને જ્વાલા બનાવવાથી શુ મળ્યુ ?
    તુ જ કહે કે ગામ જ.,આ વૃક્ષ છે,આ હું…

  2. Kirtikant Purohit said,

    September 21, 2009 @ 7:00 AM

    very good.

  3. ડૉ.મહેશ રાવલ said,

    September 21, 2009 @ 7:11 AM

    જાવેદ અખ્તરસાહેબની સુંદર રચના અને પ્રજ્ઞાબેનની ટિપ્પણી પણ સરસ છે -ગમ્યું.

  4. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    September 21, 2009 @ 7:51 AM

    કોણ મોટુંને કોણ નાનું?
    માપ લઈ લો અંતરનું.

  5. વિવેક said,

    September 22, 2009 @ 2:24 AM

    સુંદર રચના…

    એક શેર યાદ આવ્યો (મોટાભાગે જાવેદ અખ્તરનો જ છે):

    સબ કા ખુશી સે ફાંસલા સિર્ફ એક કદમ હૈ,

    હર ઘર મેં સિર્ફ એક હી કમરા કમ હૈ |

  6. Pancham Shukla said,

    September 22, 2009 @ 4:43 PM

    સરળ લાગતી આ કવિતા કેટલી મર્માળી છે એ ધવલે ટૂંકમાં પણ સચોટ રીતે કહી દીધું.

  7. Ramesh lakhani said,

    February 12, 2016 @ 4:21 PM

    I think Kavi kahva mage che ke tame jyare gamda na nana falak ma hoy tyare tame je vicharyu hoy ne shaher thi pachha farya pachhi ni vat ne tamari vicharva ni xamta ma ghano farak hoy che jemke tame saher thi gamde paccha faro tyare gamda nu cenvas tamari mahtvkanxa mate nanu pade che je uche ne uche jatu rahta aene aambu mushkel thatu jatu hoy che.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment