નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
વિવેક મનહર ટેલર

મુક્તક – ઘાયલ

ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી,
અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;
શરાબીની યૌવનમાં સોબત કરી છે,
ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.

– ઘાયલ

4 Comments »

  1. Jayshree said,

    September 16, 2009 @ 9:30 PM

    ધવલભાઇ,
    આ મુક્તક પેલી જાણીતી ગઝલનો જ ભાગ છે ને ? ! 🙂

    જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ,
    નવેસરથી એવી મરામત કરી છે;
    શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી-
    તમે પણ કહેશો કરામત કરી છે.

    મનહર ઉધાસના અવાજમાં ગઝલ ખરેખર જુસ્સો અપાવે એવી છે..!!
    http://tahuko.com/?p=600

  2. sapana said,

    September 16, 2009 @ 10:00 PM

    ધવલભાઈ,
    મુકતક અને જયશ્રીબેને લખેલ ચાર પંકતિઓ બન્ને સુંદર છે.ઘડપણમાં ફકીરીની વાત ગમી.

    સપના

  3. pragnaju said,

    September 16, 2009 @ 11:50 PM

    ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી…
    આધ્યાત્મિકતા, ઈશ્વરભક્તિ કે આત્મિક વિકાસને નામે લોકસેવાનો સદંતર ત્યાગ કરવો કે સેવાભાવની ઉપેક્ષા કરવી એ પદ્ધતિ પણ પ્રામાણિક છે એવું નહિ કહી શકાય. કેટલાક લોકો એવી પદ્ધતિને પ્રામાણિક માને છે તે તેમની ભૂલ છે. આધ્યાત્મિકતાનો અનાદર કરનારી સમાજસેવા ને સમાજસેવાને નિરર્થક અથવા અસાર કહી બતાવનારી આધ્યાત્મિકતા બંને અપૂર્ણ છે
    ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે.
    એટલે જ તો ખિદમતગાર અને ખિદમતી બન્નેની
    ર્ંગ નિખરે હૈ
    જ્યું જ્યું બીખરે હૈ!

  4. Kirtikant Purohit said,

    September 17, 2009 @ 6:42 AM

    ઘાયલસાહેબનો અસલી મિજાજ રજુ કરતું મુક્તક.બહુજ સરસ.સદાબહાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment