ચાલ, લઈ લઈએ થોડા અબોલા – તુષાર શુક્લ
ચાલ, લઈ લઈએ થોડા અબોલા
બોલ બોલ કરવાથી આપણા જ શબ્દો આ
આપણને લાગવાના પોલા –
આપણને શબ્દોનો મહિમા સમજાય
એથી મૌનને જ બોલવા દઈએ
હૈયાને સમજાવી, હોઠોને સીવી લઈ
કહેવું હોય એ ય તે ન કહીએ
અમથા અમથા જ સાવ વેડફતાં આપણે આ
મોતી શા શબ્દો અમોલા –
બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા –
તો બોલી બગાડવાનું શાને ?
મૂંગા રહીએ ને તો ય દલડાંની વાત ઓલ્યું
દલડું સાંભળશે એક કાને
ઉનાળુ બપ્પોરે ઓશરીના છાયામાં
જેવાં લપાઈ રહે હોલાં –
– તુષાર શુક્લ
સહજ જ ગમી જાય એવું મધુરું ગીત… જો કે આ ગીત માટે તો ઓછું જ બોલવું સારું !
sapana said,
August 26, 2009 @ 9:07 PM
ઓછા શબ્દોમાં!
સુંદર ગીત.
સપના
ઊર્મિ said,
August 26, 2009 @ 9:28 PM
………………………………………………… :-$
(ઓત્તારી…આ તો સાલું મને જ લાગુ પડે છે! 😀 ચાલ, લઈ લઈએ થોડા અબોલા…! )
તુષારભાઈનું આજે જ મૂકેલું બીજું એક પ્રણયગીત પણ ‘ગાગરમાં સાગર’ પર માણો…
પ્રેમમાં તો એવું યે થાય છે, સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે,
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી, ઉડવાનું સંગાથે થાય છે;
જયારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
http://urmisaagar.com/saagar/?p=3113
urvashi parekh said,
August 26, 2009 @ 10:03 PM
થોડ અબોલા સારા,
ઘણી બધી વાતો ની ખબર પડી જાય કહ્યા વગર..
સરસ ગીત..
વિવેક said,
August 27, 2009 @ 12:59 AM
સરસ ગીત…
રમતિયાળ… અને છતાં ગંભીર !
pragnaju said,
August 27, 2009 @ 6:00 AM
બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા –
તો બોલી બગાડવાનું શાને ?
મૂંગા રહીએ ને તો ય દલડાંની વાત ઓલ્યું
દલડું સાંભળશે એક કાને
ઉનાળુ બપ્પોરે ઓશરીના છાયામાં
જેવાં લપાઈ રહે હોલાં –
મઝાનું ગીત
Kirtikant Purohit said,
August 27, 2009 @ 12:07 PM
ચાલો એટ્લું જ બોલીએ.સરસ
Pinki said,
August 27, 2009 @ 2:08 PM
બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા –
તો બોલી બગાડવાનું શાને ?…
મૂંગા રહીએ ને તો ય ….’જ’ …. દલડાંની વાત,
ઓલ્યું દલડું સાંભળશે એક કાને .
સરસ વાત, તુષારભાઈ. 🙂
manharmody ('મન' પાલનપુરી) said,
August 27, 2009 @ 2:36 PM
મૌન નો મહિમા મોટો છે. અને એમાંય બે પ્રેમીજનો વચ્ચેનાં રૂસણાં અને અબોલાની મઝા તો કોણે નહી માણી હોય !
સરસ મઝાનું સૌના મનની વાત કહેતું બોલકણું ગીત. ખુબ મઝા આવી.
mrunalini said,
August 28, 2009 @ 6:42 AM
મઝાનું તોફાની ગીત
યાદ
તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત !
આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ
એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ
તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
– નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં તુજ નેન
અંતર મારે ભય જાગે : શું બંઘો જાશે તુટી ?
શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?
– સઘળું નિજનું તુજને લૂંટી ?
kapil bhatia said,
August 31, 2009 @ 1:46 PM
ખૂબ સુન્દર ગીત
ચંપક said,
September 2, 2009 @ 4:03 AM
આપણને શબ્દોનો મહિમા સમજાય
એથી મૌનને જ બોલવા દઈએ
હૈયાને સમજાવી, હોઠોને સીવી લઈ
કહેવું હોય એ ય તે ન કહીએ
ધડુક said,
September 2, 2009 @ 5:56 AM
બોલવાથી ઘટતો હોય બોલ તણો મહિમા –
તો બોલી બગાડવાનું શાને ?
ગાભા કાdhi નાખ્યા……….
tushar shukla said,
November 30, 2009 @ 11:15 AM
This is from my book ! I am pleased to see it here.This shows your love for poetry.I am happy to note that you read a lot…So many new names and good poems…Keep it up. Love.
ધવલ said,
December 1, 2009 @ 9:21 PM
આભાર, તુષારભાઈ … જ્યારે તમારા જેવા નામી કવિ ‘લયસ્તરો’ને બિરદાવે ત્યારે અમારો ઉત્સાહ ઓર વધી જાય છે !
Chintan said,
April 16, 2010 @ 4:33 AM
ખુબ જ સરસ , મર્મિક અને મૌન નો મહિમા સમજાવતુ એક અદભુત કાવ્ય.
chandra said,
July 7, 2010 @ 10:46 AM
A Sweet silent song.
Bharat Trivedi said,
July 7, 2010 @ 1:11 PM
આ ગીત માટે વધારે તો શુ કહેવાનુ હોય? આખુય ગીત સુન્દર રીતે ચાલે છે. જેવો સારો ઊઘાડ છે તેવોજ અન્ત પણ છે. ચિનુ મોદીનુ એક ગીત યાદ આવે છેઃ
અબોલડા એવા તો કેમ તમે લીધા
કે મનના પરેવડા બિધા …
– ભરત ત્રિવેદી
Mayur Vadher said,
April 5, 2012 @ 4:42 PM
Wonderful
Mayur Vadher said,
April 5, 2012 @ 4:48 PM
Tushar bhai , E..tv. Na ‘sur sandhya’ ma mari 19 varsh ni umr ma pehli var sambhdya ne mara hraday a ‘google’ na serch engeen ma tamaru thekanu sodhva majboor kryo!