આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.
– આદિલ મન્સૂરી

પહેલો બરફ – આન્દ્રે વૉઝ્નેસેન્સ્કી

ટેલિફોન-બુથે
એક થીજી રહી છોરી.

ભીના ભીના કોટમાં એ ઢાંકે
આંસુ અને લિપસ્ટિકે
ખરડાયેલો ચહેરો.

બુટ્ટી એના કાને.
હિમ જેવી આંગળીઓ.

પાતળી હથેળીમાં લઈ રહી શ્વાસ.

એકલા અટૂલા એને ઘરે જવું રહ્યું
બરફની લાંબી લાંબી શેરીઓને ઓળંગીને.

હિમ…
પ્હેલી વારનો હિમ…
ટેલિફોનના ઉદગારોનું પ્હેલીવાર હિમ…
થીજેલાં આંસુ એનાં ચળકે છે ગાલે.

માનવ હ્રદયનો પહેલો બરફ !

– આન્દ્રે વૉઝ્નેસેન્સ્કી
(અનુ. સુરેશ દલાલ)

પહેલા પ્રણયના કાવ્યો આપણે બધાએ જોયા છે, આજે જોઈએ પહેલા પ્રણયભંગનું કાવ્ય. બહાર અને અંદરના બરફના વર્ણનથી કવિ પ્રણયભંગના ખાલીપાનું બળકટ ચિત્ર દોરી આપે છે.

8 Comments »

  1. sapana said,

    July 23, 2009 @ 12:06 AM

    આદ્રતા છે કાવ્યમાં.
    સપના

  2. pragnaju said,

    July 23, 2009 @ 12:19 AM

    હિમ…
    પ્હેલી વારનો હિમ…
    ટેલિફોનના ઉદગારોનું પ્હેલીવાર હિમ…
    થીજેલાં આંસુ એનાં ચળકે છે ગાલે.

    માનવ હ્રદયનો પહેલો બરફ !

    અદ ભૂત અભિવ્યક્તી અને ભાષાંતર

    બરફ અને સ્નો એ બેય અલગ છે.
    બરફ એટલે આરપાર દેખાય એવો પારદર્શક ..
    અને સ્નો એટલે રૂ જેવો ફોરો અને સફેદ કલરનો

    સ્નો ને ગુજરાતીમા શુ કહેવાય
    …..ામારો અનુભવ
    ઘણો વાહન વ્યવહાર બંધ
    બસો ટ્રેનો અને પ્લેન પણ
    કામકાજ ના કલાકો નુ નુકશાન
    હોસ્પિટલમાં ઘણા નવા ભાંગફોડના કેસ
    ઢગલાબંધ અકસ્માત …
    પણ આ તો અવર્ણનિય

  3. વિવેક said,

    July 23, 2009 @ 1:08 AM

    સુંદર હૃદયસ્પર્શી કાવ્ય…

    થીજેલા આંસુ વહેતા કરી દે એવું…

  4. Pancham Shukla said,

    July 23, 2009 @ 6:49 AM

    ઉત્કટ કાવ્ય.

    ગુજરાતીમાં Ice અને Snow બેય માટે આમ તો બરફ જ વપરાય છે. પણ આછો ભેદ રાખવો હોય તો –

    Ice: બરફ
    Snow: હિમ કે હિમવર્ષા

    એમ કરી શકાય.

    આ સાથે એ જોવું પણ અભ્યાસપ્રદ બને કે સુરેશ દલાલ જેવા મોટા ગજાન કવિ એ છેલ્લી લીટીમાં ‘બરફ’ શબ્દ વાપર્યો છે. કોઈ મૂળ કવિતા શોધી શકે તો હિમ અને બરફનો ભેદ કદાચ વધુ સ્પષ્ટ થાય.

  5. kirankumar chauhan said,

    July 23, 2009 @ 8:09 AM

    કાપો તો બરફ નીકળે એવી હાલત કરી દે એવું કાવ્ય.

  6. Manhar Mody said,

    July 23, 2009 @ 11:54 AM

    હિમ વર્ષા-વરસાદનું એક અલગ રૂપ. સુંદર નિરુપણ અને સુંદર ભાષાંતર- ભાવાનુવાદ.

  7. Pinki said,

    July 23, 2009 @ 1:18 PM

    હિમ…
    પ્હેલી વારનો હિમ…

    માનવ હ્રદયનો પહેલો બરફ .. agree with panchambhai.

    થીજી જવાય તેવું કાવ્ય !!

  8. nilam doshi said,

    September 27, 2009 @ 8:21 AM

    કઁઇક નવુઁ વાન્ચવા માટે લયસ્તરિ ખોલીને બેસી હતી. ઘણું જાણીતું, ઘણું માનીતું, ગમતીલું મળ્યું.

    આ સુંદર રચના ખૂબ સ્પર્શી ગ ઇ..

    આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment