ગઝલ – રઇશ મનીયાર
થોડો ભગવાએ રંગ રાખ્યો છે,
થોડો માયાએ રંગ રાખ્યો છે.
થોડો ફૂલોનો, થોડો પંખીનો,
આ પતંગિયાએ રંગ રાખ્યો છે.
મારા ખડિયામાં બૂંદ રક્તનું છે,
એ જ ટીપાએ રંગ રાખ્યો છે.
મેઘ જ્યારે હતો, ધનુષ ક્યાં હતું ?
થોડા તડકાએ રંગ રાખ્યો છે.
હું ન જાણું, પીંછી જ જાણે છે-
કઇ જગ્યાએ રંગ રાખ્યો છે.
રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.
રઇશ મનીયાર
jitesh said,
April 23, 2009 @ 4:12 AM
રઇશ મનીયાર ne hu mari school bhulka bhavan ma jyare pratham var sambharela tyarthi j mane temni kavita khub game 6
Shivani Shah said,
October 9, 2016 @ 12:53 PM
હું ન જાણું, પીંછી જ જાણે છે-
કઇ જગ્યાએ રંગ રાખ્યો છે.
રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.
વાહ કવિ ( ગઝલકાર)!
આ પીંછી કોની અને આ ચિત્રકાર કોણ?
કવિની ભાષાએ રંગ રાખ્યો જ છે પણ આ રંગોની વિવિધતાએ જે અહોભાવ પ્રગટ કર્યો છે તેની શ્રેષ્ઠ અભિવ્યક્તિ તો સૌ પ્રથમ મૌન દ્વારા જ થઇ. ભાષાએ એને આકાર અને’ રંગ’
પછી આપ્યા !