તો પણ – કુસુમાગ્રજ
સો સો સ્મિતોના
આગળિયા તને
વાસ્યા તો પણ
આંખની કટારના
કઠોર પહેરા
રાખ્યા તો પણ
ચંદ્રાળ સ્પર્શના
સંગેમરમરી તટ
બાંધ્યા તો પણ
ખાઈઓ બારણાંની
પાંપણાના ઝાકળથી
ભરી તો પણ
તોફાન સાથેનો સાત
જન્મનો આ સંબંધ
તોડી નાખીશ ?
લલાટનો લેખ
વિનાશ થવાનો :
ભૂંસી નાખીશ ?
– કુસુમાગ્રજ
(અનુ સુરેશ દલાલ)
કાળે પોતાના હાથથી લખેલી ઊંડી તિરાડોને ભૂંસી શકવાનું માણસના હાથમાં હોતું નથી… જે જવાનું જ છે એને – સ્મિતથી, નજરથી, સ્પર્શથી કે આંસુંથી – કશાથી રોકી શકાતું નથી એ વાત ને બહુ નાજૂકાઈથી કરી છે.
sudhakar shah said,
June 8, 2009 @ 8:30 PM
હૈયાને હલાવી મૂકે એવી વેધક
મનને સ્પર્શી જાય છે
અને વળી એની પણ ખબર નથી
કે આ સાતમાંનો પહેલો જન્મ હતો કે છેલ્લો?
સુધાકર્
sapana said,
June 8, 2009 @ 8:39 PM
સરસ રચના.
સુધાકરભાઈની વાત સાચી છે.
સપના
pragnaju said,
June 8, 2009 @ 8:45 PM
થવાનું ના થવાનું કહે
નઝૂમી કોણ એવો છે ?
નજાણ્યું જાનકી નાથે
પ્રભાતે શું થવાનું છે?
…ની ચોટદાર કસક
અને તેવો સરળ તરજુમો
mrunalini said,
June 8, 2009 @ 8:56 PM
લલાટનો લેખ
વિનાશ થવાનો :
ભૂંસી નાખીશ ?
કઠોર સત્ય
વહેલું કે મોડું, આ ભાડુતી ધર્મશાળા ખાલી કરીને સૌને જવાનું જ છે. જે દુ:ખ કે પરિતાપ કર્માધીન થઈને ભોગવવાના છે તે પણ અફર છે .જે જન્મ્યું તેણે જવાનું જ છે. ઈશ્વરના દરબારનો એ નિયમ છે, ને તે અનાદિ કાળથી ચાલ્યો આવે છે. તેમાંથી યક્ષ, ગંધર્વ ને દેવ પણ બચી શકે તેમ નથી, તો પછી સાધારણ માણસનું તો શું કહેવું ?
Dinesh Pandya said,
June 8, 2009 @ 10:50 PM
જીવનની કોઈને પણ ન ગમતી વાસ્તવીક્તા, પરમ સત્ય. ઈશ્વર સાથે માનવીનો જન્મ અને મૃત્યુનો
અનિવાર્ય અતૂટ સંબન્ધ છે. બાકી જન્મ અને મૃત્યુ વચ્ચે માનવી ફાંફા મારતો રહે છે.
“ગણ્યુ જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે…..”
પ્રસિધ્ધ કવિ કુસુમાગ્રજની ચોટદાર રચના. અભિનંદન!
વિવેક said,
June 9, 2009 @ 12:46 AM
સુંદર રચના…
Pancham Shukla said,
June 12, 2009 @ 4:45 AM
સરસ.