ગઝલ – નયના જાની
બત્તી સઘળી પળમાં બંધ,
અજવાળું ઊગે અકબંધ !
બે ક્ષણ વચ્ચે જે અવકાશ,
એનો ક્ષણથી શો સંબંધ ?
રોમરોમ આ હળવો સ્પર્શ,
આછી આછી પમરે ગંધ !
ઓગળતા આ ઘટને ઘાટ,
વહે હયાતી જો નિર્બન્ધ !
શબ્દ તણું ઊઘડ્યું આકાશ,
અજવાળું ઊગ્યું અકબંધ !
-નયના જાની
બે ક્ષણની વચ્ચેના સૂક્ષ્મતમ અવકાશને પણ પકડે એ કવિતા… આગત અને અનાગતની વચ્ચે જે નાનકડી ખાઈ છે એનો આગત કે અનાગત સાથે ખરે જ કોઈ સંબંધ ખરો ? ગઈકાલનો પડછાયો આજ પર પડ્યા કરતો હોય કે પછી આવતીકાલનો વર્તારો આજમાં ડોકાયા કરતો હોય ત્યારે સાચા અર્થમાં આજ મૃત્યુ પામે છે. આજને પૂરા અર્થમાં જીવવી હોય તો ગઈકાલ અને આવતીકાલથી મુક્ત ન થવું પડે ?
sapana said,
June 7, 2009 @ 1:08 AM
સરસ ગઝલ છે.
આ પંકતિઓ ખુબ ગમી.
ઓગળતા આ ઘટને ઘાટ,
વહે હયાતી જો નિર્બન્ધ !
સપના
mrunalini said,
June 7, 2009 @ 1:16 AM
બે ક્ષણ વચ્ચે જે અવકાશ,
એનો ક્ષણથી શો સંબંધ ?
સુ ન્દ ર
દુનિયામેં દો ઘડી ગુજરી હૈ કઠીન
એક તેરે આનેસે પહેલે એક તેરે જાનેકે બાદ
…પરિણામ રૂપે તે આગત (આવી ગયેલ) અને અનાગત (આવવાનો બાકી) એવા બે વિભાગોમાં વહેંચાઈ જાય છે.આગત-અનાગત બે પળો દરમ્યાન છૂપા વેશમાં. અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ? …
pragnaju said,
June 7, 2009 @ 1:28 AM
રોમરોમ આ હળવો સ્પર્શ,
આછી આછી પમરે ગંધ !
ઓગળતા આ ઘટને ઘાટ,
વહે હયાતી જો નિર્બન્ધ !
શબ્દ તણું ઊઘડ્યું આકાશ,
અજવાળું ઊગ્યું અકબંધ !
પંક્તિઓ ગમી
વિવેકના વિચારો પણ કાંઈક
સમજાયું અંતે તો મને કે તું જ સૌથી શ્રેષ્ઠ છે,
ભૂલી ગયો’તો મૂલ્ય હું કાયમના સંનિવેશમાં.
અલ્લાહની આગળ કયામત પર જઈશું શાનથી,
વાતો નથી મારામાં જે એ ક્યાં છે કો’ દરવેશમાં ?
હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.
Nautamlal Rapara said,
June 7, 2009 @ 2:25 AM
To be in present is the only reality ; the life, the rest is, or is it?, just a dream and there is no pain but bliss, in now! Very well said in your beautiful poem. Keep it up. God Bless You
Kirtikant Purohit said,
June 7, 2009 @ 11:40 AM
ઓગળતા આ ઘટને ઘાટ,
વહે હયાતી જો નિર્બન્ધ !
સારી ગઝલ છે. અભિનઁદન.
P Shah said,
June 7, 2009 @ 12:29 PM
બે ક્ષણ વચ્ચે જે અવકાશ,
એનો ક્ષણથી શો સંબંધ ?
સરસ !
sudhir patel said,
June 7, 2009 @ 1:48 PM
સરસ ગઝલ!
સુધીર પટેલ.
ધવલ said,
June 7, 2009 @ 6:50 PM
ઓગળતા આ ઘટને ઘાટ,
વહે હયાતી જો નિર્બન્ધ !
– સરસ !
pradip sheth said,
June 8, 2009 @ 1:29 AM
ટેરવા સળગ્યા કરે છે , સ્પર્શના આકાશમાં,
ઝંખના વળગ્યા કરે છે સ્પર્શના આકાશમાં.
આત્મીય ભાવવાળી સુંદર રચના….
Pinki said,
June 8, 2009 @ 3:54 AM
બત્તી સઘળી પળમાં બંધ,
અજવાળું “ઊગે” અકબંધ !…….
અને અંતિમ શેર-
શબ્દ તણું ઊઘડ્યું આકાશ,
અજવાળું “ઊગ્યું” અકબંધ !
ભીતરનાં અંધકારથી અકબંધ અજવાળું ઊગ્યાની –
આ બે ક્ષણ વચ્ચેનોઅવકાશ જાણે પૂરાઈ ગયો.
બે ક્ષણ વચ્ચે જે અવકાશ,
એનો ક્ષણથી શો સંબંધ ? – અદ્.ભૂ ત શેર
tarun said,
June 10, 2009 @ 9:36 AM
મોહ્તર્મા
ખ્રેરેખ્ર્ર આખો ખુલિ જાય ઇન્સાનોનિ વધુ ને વધુ સારુ માન્વા મલે
બાઝિ પુરિ થાય તો હુકમ્ના પત્તા નિકલે
તપસુ તો તમરા જેવિજ મરિ દશા નિક્લે
ફરિ મલિશુ શબદ રુપે
ફ્ક્ત તરુન્
Pancham Shukla said,
June 12, 2009 @ 4:43 AM
ટુંકી બહેરમાં અદ્ભૂત ગઝલ.