() – સુરેશ દલાલ
જાતને અમુક હદથી વધુ છેડવા જેવી નથી
હોતી અને જગતને છંછેડવા જેવું નથી
હોતું. જાત હોય કે જગત હોય –
અમુક હદથી વધુ કોઈની પણ નજીક
જવાય નહીં. નજદીક જવાનો
અર્થ એટલો જ કે ક્યારેક એનાથી
દૂર જવું પડશે. ભાગ્યે જ કોઈનો
સંબંધ અકબંધ રહે છે. સંબંધનો
એક અર્થ ઉઝરડા કરીએ તો
આપણે કદાચ ખોટા નહીં પડીએ.
સંબંધનો જોડણીકોશનો અર્થ
અને જીવનકોશનો અર્થ એક નથી હોતો.
-સુરેશ દલાલ
અછાંદસના કેટલાક આયામોમાંથી એક સિદ્ધ કરતું સરસ કાવ્ય. પહેલી દસ લીટીમાં જે રીતે કાવ્યનો પિંડ અનવરત બંધાય છે અને આખરી બે લીટીમાં જે રીતે સોનેટની જેમ ચોટ ઉપસી આવી છે એ જોતાં એમ વિચાર આવે કે જો બે લીટી વધુ લખાઈ હોત તો આજકાલ સુરેશભાઈ જેના પર વધુ હાથ અજમાવી રહ્યા છે, એ મુક્ત સૉનેટ આપણને મળી શક્યું હોત.
ધ્યાનથી જોઈએ તો પહેલી દસ લીટીમાં કવિતા એક જ લયમાં વહેતી રહે છે. નદી જેમ પથરાની પરવા કર્યા વિના વહેતી રહે છે એમ દરેક કડી બીજી કડીમાં અટક્યા વિના વહેતી રહે છે. પંક્તિ પૂરી થાય છે ત્યાં વાક્ય પૂરું થતું નથી અને વાક્ય પૂરું થાય છે ત્યાં પંક્તિ ચાલુ જ રહે છે. એક લય આ પણ છે અછાંદસનો !
Jina said,
May 23, 2009 @ 3:54 AM
કેટલું સાચું…..
pragnaju said,
May 23, 2009 @ 5:17 AM
સંબંધનો જોડણીકોશનો અર્થ
અને જીવનકોશનો અર્થ એક નથી હોતો.
સોંસરવી ઉતરી જતી પંક્તીઓ
…અમારા રૅડીઓલોજીસ્ટની યાદ કરાવી
તેની પરવાનગી વગર લવરી કરતી
સૌ સંબંધોનો તું સરવાળો ન કર
આ બટકણી ડાળ છે, માળો ન કર
બરફ માફક થીજેલા આ સંબંધો ઓગળે માટે
સહી પીડા, આ સમજણના તિખારા પર અમે બેઠા
mrunalini said,
May 23, 2009 @ 5:35 AM
સંબંધનો જોડણીકોશનો અર્થ
અને જીવનકોશનો અર્થ એક નથી હોતો.
બે લીટીમા સનાતન સત્ય…માનવ સબંધ માટે ગણીએ પણ જ્યારે કવિ
ઈશ્વર આત્માના સંબંધની વાતો કે કવિતા કરે, ત્યારે પણ આપણે સૌ જાણીએ છીએ કે આત્માનું રહેઠાણ માણસનું શરીર છે અને મનુષ્યના શરીર બહારનો કોઇ આત્મા કલ્પી શકીએ નહીં. એટલે પ્રેમ ગમે એટલો શુધ્ધ અને સાચો હોય તોપણ શરીરની બહાર હવાની જેમ તેનું અદ્રશ્ય અસ્તિત્વ શક્ય નથી.
manhar m.mody said,
May 23, 2009 @ 8:32 AM
જીવનની કડવી વાસ્તવિકતા ને શ્રી સુરેશભાઈએ ખુબ સરસ રીતે શબ્દ દેહ આપ્યો છે. ચાળીસ વર્ષોના દીર્ઘ અંતરાલ પછી હું મારા વતન પાલનપુરમાં પાછો ફર્યો ત્યારે બચપણના દોસ્તોને મળવાની ઝંખના લઈ વતનના માર્ગો ઉપર ફરતાં ફરતાં સ્ફૂરેલી મારી એક ગઝલના મત્લાના શેર માં પણ આવો જ કંઇ ભાવ વ્યક્ત થાય છે. તે આપ સૌ મિત્રોની સમક્ષ રજુ કરવાની રજા માંગુ છું.
” અપના નગર, અપની ગલી, અપના મગર કોઈ નહી,
જાનતે હૈ સબ મગર, પહેચાનતા કોઇ નહી. ”
— મન્હર એમ.મોદી (‘મન’ પાલનપુરી)
urvashi parekh said,
May 23, 2009 @ 8:25 PM
સંબંધ નો અર્થ ઉઝરડા કરિએ તો,
આપણે કદાચ ખોટા નહિ પડીએ..
બરાબર છે.
ધવલ said,
May 24, 2009 @ 10:43 AM
સરસ !
hemansu patel said,
May 24, 2009 @ 8:05 PM
સુરેશ દલાલ દલપતરામ કરતા સારા જોદ્દકના લખિ શકે બાકિ આવિ સલાહ તો મોરારિ બાપુ
પન આપે—કાવિતા ક્યા?
jyotsna said,
May 24, 2009 @ 11:44 PM
ખરેખર ખુબજ સહ્જિક રિતે સુરેશ્ભાઈ એ કેવઈ ગહન વાત કરિ દિધિ.
સંબંધ નો અર્થ ઉઝરડા કરિએ તો,
આપણે કદાચ ખોટા નહિ પડીએ..
બરાબર છે.
પંચમ શુક્લ said,
May 25, 2009 @ 10:04 AM
જાત જગત અને સંબધને સમજવાની સરસ વાત.
preetam lakhlani said,
May 25, 2009 @ 12:25 PM
ભાઈ હિમાશું, તુ આ બધી માથાજિકમા કયા પડવા મડયો, તુ લાભ શકર અને સિતાશુ મહેતાના કુળનો તને સુરેશ દલાલની કવિતા મા કોય કવિતા ન લાગે…બાકી તુ કામ ધધો મુકી મારી જેમ આ ખોટી લફ્ન છપનમા પડમા, આ બધી વેબમા તને ફકત કવિતા ગમી એથી વિશેસ કઈ નહી લખવાનુ, સમજયો બીચારા વાચકો કારણ વિના દુખી થશે,બાકી વિવેકભાઈ અને ધવલ ભાઈ ને ખબર છે કે કવિતા શુ છે?..પણ તેમને પણ મયાદા હોય છે, જે વતમાન મા સામાયિકમા પ્રગત થાય છે તેમા થી select ક્ર્રી, બને એટ્લુ સારુ મુકવાની કોશિસ ક્ર્રે છે.બાકી દરેક સપાદક મિત્ર પણ્ માણસ છે અને કયારેક કોઈ ન ગમતી કવિતાને પણ કો ઈ ભુલ થી કે કોઈ કારણ સ્રર પ્રગટ ક્ર્રાય જાય્ ! સુરેશ ભાઈ ની કવિતા આટલી બધી Excellent ,નથી તો સાવ ફેકી દેવા જેવી પણ નથી…. સુરેશ દલાલ ની આ કવિતા કવિતાના ૨૫૦ મા અંકમા પ્રગટ થઈ છે, ક્દાચ સુરેશ ભાઈને કોઈ સારી કવિત્તા નહી મલી હોય અટલે ન છુટકે છેલ્લી મિનીટે પોતાની પાસે જે કોઈ કવિતા હશે તે મુકી દીધી હશે! હુ પણ કયારેક કોઈ કારણ વગર ધણી સારી કવિતાને કચરામા ખપાવી દઉ છુ એ મારી ભુલ હોય છે…પાછળથી ધણો પસ્તાવો થાઈ કે મે એક મજાક ખાત્રર એક માણસનુ મન તોડી ના ખયુ! આવુ ન કરવુ જોયે છતા આવી ભુલ કરુ છુ……..છેલ્લે આજ આટલુ જ ‘ કવિતા ફકત કવિતાથી વિશેસ કઈ નથી હોતી…..બનેતો બધુ ભુલી બને એ ટલી મજા લુટો…
kavita said,
May 26, 2009 @ 9:24 AM
‘ કવિતા ફકત કવિતાથી વિશેસ કઈ નથી હોતી….’ —- આવુ કહેનારાઓ કવિ તો કેમ હોઈ શકે?
preetam lakhlani said,
May 26, 2009 @ 10:58 AM
એ સાવ શાચી વાત છે કે જે વ્યકતિ ‘કવિતા ને ફકત કવિતાથી વિશેસ ન જોવે એ ખરેખર માણસ હોય અને એ માણસ ક્યારેય કવિ ન હોય, પણ એ કવિ કરતા પર હોય છે…….અને એક્ વાત ખરે ખર યાદ આવી ગય્ જેને આપણે ભગવાન કહેતા હોય છે એ તો કયારેક કોય માટે પથ્થરની પ્રતિમાથી વિશેસ કઈ નથી હોતુ,,,,,,,,,,,જેવી રીતે કોઇનુ નામ કવિતા હોય પ ણ તેનામા નામથી વિશેસ કઇ ન જોવા મળે…..બાકી કવિતા તો મોનની ભાસા છે જેને શબ્દના વાધા પહેરાવા ન હોય્ મારા મોનને કોઈ સમજી શકતુ નથી ત્યારે મારે ન છુટકે શબ્દ નો આધાર લેવો પડે છે. શુ મોનથી વિશેસ વિસેશ બીજી કોઈ માતુભાશા હોય શકે ખરી ?………આ લખનારે કયારેય દાવો નથી ક્ર્ર્યો કે હુ કવિ છુ….મને કવિતા વાચવી ગમે છે અને સારી ખરાબ વિશે હુ મારો અગત અભિપ્રાય જણાવુ છુ કદાચ હુ ખોટો પણ હોવ્!….. please do not take personal !this is my personal opinion…….. ક
kavita said,
May 26, 2009 @ 8:45 PM
સાચી વાત છે સાહેબ… કવિતામાં કવિતાનો છાંટો ન હોય એમ પણ બને અને પ્રિતમમાં રતીભર પ્રિત ન હોય એમ પણ બને. કાયમ આટલી મોટ્ટી મોટ્ટી કોમેન્ટો લખ્યે રાખો છો, એ જો ન છુટકે શબ્દ નો આધાર લેવા માટે જ લખતા હોય તો એનાં કરતા તો પેલી ‘મોનની ભાસા’ જ… સોરી… ‘મૌનની ભાષા’ જ પકડો ને સાહેબ.. કે જેથી અહીં આ કવિતાની પરબ પર આવતાં સાચા ભાવકો-વાંચકોને તમારા શબ્દોનાં ત્રાસમાંથી બચાવી લેવાનું એક પુણ્યકારી કામ તમારા જ હાથે થઈ શકે.
વિવેક said,
May 26, 2009 @ 11:40 PM
મિત્રો,
‘લયસ્તરો’ ફોરમ કવિતા અને કવિતા અંગેની વિધાયક ચર્ચા માટે હંમેશા સાચા દિલથી ‘ખુલ્લું’ છે પણ અમે ઈચ્છીએ કે આ મંચ ઝઘડાખોરીનો મંચ ન બની રહે… કવિતા અંગેની અમારી અધકચરી જાણકારીના જોરે અમે આ સાઈટ ચલાવીએ છીએ. કવિતાનો 250મો અંક શ્રી પ્રીતમ લખલાણીના ઘરે ચોક્કસ આવતો હશે પણ એ અંક આ સાઈટ પર આવનાર મોટાભાગના વાચકોને ત્યાં કદાચ નહીં આવતો હોય. આ કવિતા એ લોકો માટે છે. કવિતાના એ આખા અંકમાંથી મને ‘લયસ્તરો’ માટે માત્ર બે જ કવિતા પસંદ પડી છે… એક કવિતા અહીં મૂકવા માટે સરેરાશ પચાસ કવિતામાંથી પસાર થવું પડે છે… અને બધી કવિતા માત્ર કવિતાની ગુણવત્તા ખાતર અમે અહીં મૂકતા નથી. કેટલીક કવિતા કાવ્યસ્વરૂપ સમજવા કે સમજાવવા માટે પણ અહીં મૂકાય છે. ઉદાહરણરૂપ આ કવિતાની ટિપ્પણીમાં આપ જોઈ શક્શો કે અછાંદસ કવિતા આ રીતે પણ સિદ્ધ થઈ શકે છે એની જ વિગતવાર વાત અમે કરી છે.
બધી કવિતા બધાને ન ગમે એ હકીકત છે.
મૌનની ભાષાવાળી વાત ગમી… ક્યારેક કવિતાના પ્રતિભાવમાં પણ એ ઉચિત ગણાય !
પ્રણવ said,
May 27, 2009 @ 3:26 AM
આપણી સમજણ ને લૂણો હોય છે, બાકી આ શબ્દ કયારે ઊણો હોય છે?
preetam lakhlani said,
May 27, 2009 @ 5:54 AM
વિવેક ભાઈ,
આ મારી અંગત વાત છે, તમે તો ભાગ્યસાળી જીવ છો કે તમને કવિતાના અંકમા બે કવિતા ગમી અને તેનો તમે ગમતાનો ગુલાલ કરયો, પરન્તુ મને તો ધણી વાર એક પણ કવિત્તા નથી ગમતી.
તમે જે પણ કવિતા આ વેબ પર મુકો છો તેના તમે ખરેખર બને મિત્રો કાબિલે દાદને પાત્ર છો….હુ લગભગ દર મહિને India થી ૩૪ જેટલા ગુજરાતી સામાયિક મગાવુ છુ, મોટા ભાગના editor મિત્રોના પ્રેમથી આ લખનારને મફત આવે છે. તમે આ વેબ ચલાવવા નહી પણ દિલથી દોડતી રાખવા ધણી કાળજી પુવક મહેનત કરો છો એ બદલ તમારો ખુબ આભાર્……. હવે
ઊર્મિ said,
May 27, 2009 @ 7:50 AM
જાતને અમુક હદથી વધુ છેડવા જેવી નથી
હોતી અને જગતને છંછેડવા જેવું નથી
હોતું. જાત હોય કે જગત હોય –
અમુક હદથી વધુ કોઈની પણ નજીક
જવાય નહીં.
અરે વાહ… શું પરમ અને ગૂઢ સત્ય ઉચ્ચાર્યુ છે… બહોત બઢિયા…!
સંબંધનો જોડણીકોશનો અર્થ
અને જીવનકોશનો અર્થ એક નથી હોતો.
હાવ હાચુકલી વાત…!
ઊર્મિ said,
May 27, 2009 @ 10:39 AM
સમય મળ્યે આ મુક્ત સૉનેટ વિશે જરા વધુ જણાવજો હોં…!
Anil Shah.Pune said,
September 24, 2020 @ 12:46 AM
જાત છે, શું એના દીદાર કરવા, શું એના વખાણ કરવા,
એ પણ જગત ને બતાવવા….
નથી જોવી નજીક થી એને, રહેવા દે,ને જગતને પણ ,
ને શું કરવા સંબંધને સતાવવા,
ઝાઝું અંતર સંબંધ માં જાતને પોષાય તેમ જ રાખ,
ને ભેટી જ ગયો તો કેમ સાચવવા,
પછી મનદુઃખ, નારાજગી, રીસામણા,
કેમ કરી,પગે પડી મનાવવા,
સંબંધ નો મર્મ સંબંધિત રાખજે, દીલથી પૂરેપૂરો,
પછી જાતે કરો જાતના વધામણા……