ઘટનાની જાણ મેં કરી તો એમણે પૂછ્યું
શું સનસનાટીવાળી કશી બાતમી નથી?
– મંથન ડીસાકર

પ્રેમ – પાબ્લો નેરુદા (અનુ. હેમન્ત દવે)

હું ચાહું તને
જાણું નહીં – કેમ, ક્યારે, ક્યાંથી
હું ચાહું તને –
સરલપણે, ન સંકુલતા ન અહંકાર
એમ હું ચાહું તને –
કારણ કે એ સિવાય બીજી કોઈ રીત જાણતો નથી:
અસ્તિત્વ મારું ન હોય ને તારું યે ન હો
એટલાં નિકટ કે મારી છાતી પરનો
તારો હાથ મારો હોય,
એટલાં નિકટ કે ઊંઘમાં
સરી હું પડું ને
નેત્ર બંધ તારાં થાય…

-પાબ્લો નેરુદા
અનુ. : હેમન્ત દવે

પ્રેમની સાવ સાદી અને સહજ વાત પણ અનુભવવી અને અમલમાં મૂકવી એટલી જ કપરી… પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી… પણ પ્રેમનો સીધો અર્થ એટલે ઓગળવું. એવી રીતે ઓગળવું કે એકબીજામાં ભળી જવાય. એવી રીતે ભળી જવું કે છૂટા જ ન પડી શકાય…

9 Comments »

  1. પ્રણવ said,

    May 9, 2009 @ 12:52 AM

    લાજવાબ!!

  2. BBPOPAT said,

    May 9, 2009 @ 1:07 AM

    ખરેખર બહુજ સરસ,મજા આવી ગઈ

  3. pragnaju said,

    May 9, 2009 @ 7:28 AM

    પાબ્લો નેરુદા- ૧૯૭૧ ના નૉબલ પ્રાઈઝ વિજેતા કૃતિ ફરી માણી એટલો જ આનંદ થયો
    એટલાં નિકટ કે ઊંઘમાં
    સરી હું પડું ને
    નેત્ર બંધ તારાં થાય
    અ દ ભૂ ત
    મરીઝની યાદ આવી
    ન શ્વાસ સહેલથી ખેંચાય છે, ન દમ નીકળે,
    ગળામાં કેવી આ બાંધી તમે વહાલમાં ગાંઠ!
    પણ એને ખોલવાની નવરાશ છે ન હિંમત છે,
    મને ખબર છે કે ક્યાં ક્યાં છે મારા હાલમાં ગાંઠ.

  4. sunil shah said,

    May 9, 2009 @ 12:24 PM

    સુંદર રચના…

  5. neha said,

    May 9, 2009 @ 1:49 PM

    કેટલી સરસ રચના! કાશ જગતની દરેક સ્ત્રીને આવી એકાદ ભેટ મળે…..ઈશ્વરને પ્રાર્થીએ……

  6. gautam kothari said,

    May 9, 2009 @ 10:05 PM

    good. .. many more.possibly available in the collection of etad/uhapoh etc.
    suresh joshi was a big fan of pablo. gautam

  7. urvashi parekh said,

    May 11, 2009 @ 7:00 PM

    કેટલી નિક્ટતા..ઐક્યતા..
    પ્રેમ માં હોઇયે ત્યારે આવુ જ અનુભવવા મળે તો…
    સાથે.
    અને શબ્દો માં ઉતારિ શકિયે તો જિવ્યુ સાર્થક…
    સરસ..

  8. tanvee said,

    May 19, 2009 @ 9:06 AM

    i feel the same passion everytime i read this poem… thanks for putting it on layastaro….

  9. Hemant said,

    July 12, 2009 @ 2:57 AM

    A comment on the Poet’s name. In Spanish the intervocalic ‘d’ is pronounced as ‘th’, as in English ‘the’. The nearest Gujarati equivalent would be ધ. In “Parab”, where the poem appeared, it is, as per my request, નેરુધા. I would appreciate if you could make that change in the poet’s name. Thank you!! Thanks also for putting this beautiful poem on your blog!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment