તાડનાં વૃક્ષ – ચાર્લી સ્મિથ (અનુ.: વિવેક મનહર ટેલર)
એ દિવસે એલ.એ.માં સૂર્ય અસ્તાચળે જતો હતો, ત્યારે હું ભાડાની કાર હંકારી રહ્યો હતો
સનસેટ બુલેવર્ડ ખાતે પૂર્વ દિશામાં,
અંતહીન આંતરિક મારપીટથી થાકીને ઠૂસ થઈને,
અને મેં પાછળ જોયું પ્રખર વ્યાપક બળબળતા સમુદ્રી પ્રકાશ,
તથા ચિત્રિત શહેર ઉપર ઝળુંબી રહેલ હવામાંની ધૂળને જોવા માટે
જે પ્રકાશને સ્પષ્ટ અને સુંદર બનાવતી હતી,
અને મેં જોઈ લોખંડી વેલબુટ્ટાથી ગંઠાયેલી ભાંગીતૂટી નાની-નાની દુકાનો,
અને જોઈ સાંકડી ગલીઓ જે દૂર ભાગતા પાગલોની પેઠે
તળેટી તરફ ફૂટતી હતી, અને એક ટીલો હતો જેણે સૂર્યને અવરોધ્યો હતો,
પીળી માટીની એક ગોબરી તૂટી-ફૂટી દીવાલ જેના મથાળે એકમેકથી દૂર, વિસંગત દેખાતાં,
કેટલાક નાનાં-નાનાં ઘર હતાં, જો કે એમની નીચેની તરફ
નજીકમાં જ જૂથબંધ ઝૂંપડીઓ હતી
અને એક શેરી જે વિલો અને બોગનવેલના ગુચ્છાઓ વચ્ચે થઈને પસાર થતી હતી;
અને ટીલો, જે સડેલ અસહનીય પ્રકાશ વડે
સ્પષ્ટ રૂપથી પરિભાષિત થતો હતો, એના પર કેટલાક તાડનાં વૃક્ષ હતાં,
જે તે પળે પવનની લહેરોથી અછૂતા હતા જેને લઈને એમનાં તાલાં
લબડી પડ્યાં હતાં; એને એ બધા લોસ એન્જેલિસના વિશાળ આકાશ સામે
કાળાં દેખાતા હતા, જાણે નાનાનાના કાળા વિચારોને કારણોના જાડા દોરડાઓના છેડે
સામટા બાંધી ન દીધા હોય, અને લટકી રહ્યા હોય ત્યાં નિષ્પ્રયોજન એકાંતમાં,
રેસ્ટોરન્ટના અસ્તવ્યસ્ત કાઉન્ટર પછીતે ઊભેલ માણસના વિચારોની માફક,
જે અંગ્રેજી બોલી શકતો નથી, જેણે માંસ લપેટવાના કાગળની બનેલી ટોપી પહેરી છે,
જે પોતાની નાનકડી દીકરીને તમાચા પર તમાચા મારે છે, જ્યાં સુધી બંને જણ સહમી ન જાય,
નાસમજ અને નિઃસહાય, પોતાના જીવનથી વિહ્વળ.
– ચાર્લી સ્મિથ
(અનુ.: વિવેક મનહર ટેલર)
આપણી આસપાસના વાતાવરણ અને વ્યક્તિ સાથે આપણે કઈ રીતે જોડાઈએ છીએ એનો મુખ્ય આધાર આપણા અંતરના અરીસા પર જે-તે સમયે એમની છબી કેવી પડે છે એના પર છે. આસપાસનું વાતાવરણ આપણને જે પરિસ્થિતિમાં મૂકે છે, એવો જ આકાર આપણે આસપાસના વાતાવરણનો પણ ઘડી કાઢીએ છીએ… પ્રસ્તુત કવિતાનો પ્રધાન સૂર આ જ છે. રચનાના વિશદ અભ્યાસ તથા રસાસ્વાદ માટે આ પંક્તિ ઉપર ક્લિક કરવા વિનંતી.
The Palms
When the sun went down in L.A. that day I was driving
a rental car east on Sunset Boulevard,
worn down by the endless internal battering,
and looked back to see the vivid capacious burned oceanic light,
the dust in the air that made the light palpable and beautiful
hanging over the pastel city, and saw the crunched little stores
with their brocades of steel locking them up
and the narrow streets springing downhill like madmen
running away; and there was a ridge that blocked the sun,
a scruffy torn wall of yellow earth with a few small houses on top,
widely spaced, disconnected-looking, though down from them
there was a neighborhood of bunched-up shacks
and a street that wound through patches of willow and bouganvillea;
and on the ridge that was sharply defined by the
rotted unmanageable light, there were a few palm trees,
untouched at that moment by breeze so that their tops
hung limply; and they seemed, black against the huge sky
of Los Angeles, like small dark thoughts tethered
at the end of reason’s thick ropes, hanging there in gratuitous solitude,
like the thoughts of a man behind a cluttered restaurant counter,
who speaks no English, wearing a hat made of butcher paper,
who slaps and slaps his small daughter, until they both are stunned,
stupid and helpless, overwhelmed by their lives.
– Charlie Smith
pragnajuvyas said,
July 1, 2023 @ 7:27 PM
કવિશ્રી ચાર્લી સ્મિથના ખૂબ સુંદર અછાંદસનો ડૉ વિવેક દ્વારા ખૂબ સ રસ વિશદ અભ્યાસ તથા રસાસ્વાદ માણ્યા . તે ફરી માણતા વિચાર વમળે–સ્મિથ કુશળતાપૂર્વક લોસ એન્જલસના વિગતવાર, અલૌકિક વર્ણનના તાણા પર ભાવનાત્મક ટેપેસ્ટ્રી વણાટ કરે છે જે તમને તેના આંતરિક સમુદ્રના ખળભળાટનો અનુભવ કરવા માટે ત્યાં લઈ જાય છે. આ કવિતા સુંદર રીતે LA ને આવા “આબેહૂબ વિશાળ સમુદ્રી પ્રકાશ” માં સ્નાન કરે છે કે તે શહેર વિશેના વાર્તાકારની ધારણાઓને સંપૂર્ણપણે રંગ આપે છે.ગુલાબી રંગના ચશ્મા દ્વારા વિશ્વને જોવાને બદલે, આ વાર્તાકારના ચશ્મા “સડેલા અવ્યવસ્થિત પ્રકાશ” સાથે રંગાયેલા છે. હથેળીઓ “કારણના જાડા દોરડાના છેડે બાંધેલા નાના શ્યામ વિચારો” જેવા “લિમ્પલી લટકાવેલા” છે. શું વાર્તાકારની હથેળીઓ, અવિરતપણે, “અકારણ એકાંત” માં લટકતી હોય છે? આપણે બધાએ કેટલી વાર એવું અનુભવ્યું છે, આપણા જીવનથી “સ્તબ્ધ, મૂર્ખ અને લાચાર, અભિભૂત”? ઘણી વખત, એટલી બધી કે આ કવિતાને કોઈપણ વ્યક્તિ દ્વારા અવગણી શકાય નહીં જે એક મહાન કવિતા વાંચવા માંગે છે જે કોઈની આંતરિક સ્થિતિને પ્રતિબિંબિત કરવા માટે સ્થળના અરીસાનો ઉપયોગ કરે છે.
‘ who speaks … overwhelmed by their lives’
છેવટે, જ્યાં સુધી સંભવિત વિકલાંગતા જનીન ધરાવતા ભ્રૂણને આનુવંશિક રીતે તપાસવાની અને ગર્ભપાત કરવાની આપણી વર્તમાન તબીબી ક્ષમતાઓ છે, ત્યાં સુધી ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટ, સ્ટીફન હોકિંગ, બીથોવન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, સ્ટીવી વન્ડર, જેવા લોકો વિના વિશ્વ વિશે વિચારવું મુશ્કેલ છે. વિલ્મા રુડોલ્ફ, અને હજારો અન્ય હોશિયાર લોકો જન્મજાત અને આકસ્મિક વિકલાંગતાઓ સાથે જન્મે છે જેમણે માનવીય સ્થિતિ પર નિઃશંકપણે હકારાત્મક અસર કરી છે.તેમ છતાં, આનુવંશિક સ્ક્રિનિંગ અને માનવજાતની સંપૂર્ણ અસ્તિત્વ તેમજ આર્થિક રીતે સૌથી યોગ્ય વ્યક્તિના અસ્તિત્વ માટે ચાલુ શોધના યુજેનિક આડમાં ડાર્વિનની ચર્ચા આજે પણ ચાલુ છે.
વિવેક said,
July 2, 2023 @ 11:06 AM
@પ્રજ્ઞાજુ વ્યાસ:
પ્રતિભાવ સ્વરૂપે કેવો મજાનો આસ્વાદ કરાવ્યો! ખૂબ ખૂબ આભાર…
એક જગ્યા તરફ ધ્યાન દોરવું ગમશે. The Palms નો અર્થ અહીં કવિતામાં વર્ણવ્યા મુજબ તાડવૃક્ષ થશે, હથેળીઓ નહીં, એમ મારું માનવું છે.
કુશળ હશો
pragnajuvyas said,
July 2, 2023 @ 7:39 PM
અંગ્રેજી પાલ્મા, જૂની ફ્રેન્ચ પામ, બંને લેટિન પાલ્મા “પામ ટ્રી,” મૂળ “હાથની હથેળી;” હાથની આંગળીઓ જેવા તેના પાંદડાના આકારથી કહેવાતું વૃક્ષ તેથી હથેળીઓ કવિતાઓ
ચાર્લી સ્મિથ ધ પામ્સ ઓફ એ વર્લ્ડમાં લખે છે જે ક્યારેક ક્રૂર, હિંસક અને અસ્તવ્યસ્ત હોય છે. તેમની પૌરાણિક કલ્પના, ભાષા અને સ્થાનો, હૃદયના રહસ્યો અને રસ્તાઓના આમંત્રણના પ્રેમમાં જન્મેલા વાર્તાકારની કળા છે. તે જ્યાં કલ્પના તરફ દોરી જાય છે તે અનુસરે છે, પછી ભલે તે સનસેટ બુલવાર્ડ પર પૂર્વમાં ભાડાની કાર ચલાવવી હોય અથવા નેબ્રાસ્કામાં પગ મૂકવો હોય / જેમ કે કોઈ સફેદ ઘાટ પર પગ મૂકે. જ્યાં સુધી તે ન જુએ ત્યાં સુધી ઊભા રહેવાની તેમની ઇચ્છામાં, તે અમને અમેરિકન જીવનની તાકીદ અને ગૌરવ તરફ દોરે છે. -માણો
Charlie Smith reads the poem Inauguration Day
અને
Charlie smith poetry
pragnajuvyas said,
July 2, 2023 @ 8:31 PM
અંગ્રેજી પાલ્મા, જૂની ફ્રેન્ચ પામ, બંને લેટિન પાલ્મા “પામ ટ્રી,” મૂળ “હાથની હથેળી;” હાથની આંગળીઓ જેવા તેના પાંદડાના આકારથી કહેવાતું વૃક્ષ તેથી હથેળીઓ કવિતાઓ
ચાર્લી સ્મિથ ધ પામ્સ ઓફ એ વર્લ્ડમાં લખે છે જે ક્યારેક ક્રૂર, હિંસક અને અસ્તવ્યસ્ત હોય છે. તેમની પૌરાણિક કલ્પના, ભાષા અને સ્થાનો, હૃદયના રહસ્યો અને રસ્તાઓના આમંત્રણના પ્રેમમાં જન્મેલા વાર્તાકારની કળા છે. તે જ્યાં કલ્પના તરફ દોરી જાય છે તે અનુસરે છે, પછી ભલે તે સનસેટ બુલવાર્ડ પર પૂર્વમાં ભાડાની કાર ચલાવવી હોય અથવા નેબ્રાસ્કામાં પગ મૂકવો હોય / જેમ કે કોઈ સફેદ ઘાટ પર પગ મૂકે. જ્યાં સુધી તે ન જુએ ત્યાં સુધી ઊભા રહેવાની તેમની ઇચ્છામાં, તે અમને અમેરિકન જીવનની તાકીદ અને ગૌરવ તરફ દોરે છે. -માણો
Charlie Smith reads the poem Inauguration Day
અને
Charlie smith poetry