સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
વિવેક મનહર ટેલર

ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,
હું એ જ ઘર છું, એ જ ભલે ને આવ તું.

પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.

સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.

‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.

(રાજેશ વ્યાસ (જન્મ : ૧૬-૧૦-૧૯૫૫) એના કાવ્યસંગ્રહમાં કહે છે: “પહેલી ગઝલ ક્યારે લખી એ યાદ નથી. પરંતુ હા, એટલું સ્પષ્ટ છે, મા શબ્દ પછી કોઈ બીજો શબ્દ મારા હ્રદયમાં રમ્યો હોય, મને પોતાનો લાગ્યો હોય તો તે ગઝલ છે.” એમની ગઝલોમાં ક્યાંક છંદ જળવાતો ન હોય એવું લાગે છે પણ એના વિશે કવિ પોતે બહુ સ્પષ્ટ છે: “ગઝલના છંદોને ઘણાં વરસ ઘૂંટ્યાં, પણ એ ઘૂંટવું ઘૂંટામણ બની જાય એ પહેલા છૂટી ગયું છે.”
સંગ્રહો : ‘તૂટેલો સમય’, ‘મત્લા’, ‘છોડીને આવ તું…’, ‘ગઝલવિમર્શ’, ‘મરીઝ અને તેની ગઝલો’, ‘અમર ગઝલો’[સંપાદન])

8 Comments »

  1. SV said,

    February 19, 2006 @ 9:03 AM

    સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
    છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.

    No more words are required…

  2. ધવલ said,

    February 19, 2006 @ 1:56 PM

    સચોટ અને સ્પષ્ટ સંવેદના. બહોત ખૂબ !

  3. radhika said,

    February 20, 2006 @ 12:33 AM

    પહેર્યું છે એ ય તું જ છે, ઓઢ્યું છે એ ય તું,
    મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.

    સુંદર સમર્પણની ભાવના…..

  4. Mohammedali Wafa said,

    February 21, 2006 @ 6:12 PM

    મઢાવતુ

    આયનામા યેતારીતસ્વીર મઢાવતુ.
    ફૂલમાયે ખુશ્બુના રંગો ચઢાવતુ.

    છોડી બધું આવશે તો લાવશે તુ શું
    હૈયાનુ પારેવડુ તો સાથે લાવતુ.

    મંઝિલની ફિકર તો “વફા”કેમ પાલવે,
    આવ આવી પાપણોમા ઘર બનાવતુ.

    મોહંમદઅલી ભૈડુ”વફા”

  5. લયસ્તરો » ગુલાલ મળે - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ said,

    October 3, 2006 @ 9:57 PM

    […] એકથી એક ચડિયાતા શેરથી સજાવેલી આ ગઝલ જોઈને તરત જ મરીઝની યાદ આવી જાય. આ પહેલા વિવેકે રજૂ કરેલી એમની જ ગઝલ પણ ફરી જોઈ જવાનું ચૂકશો નહીં. […]

  6. sagarika said,

    March 26, 2007 @ 9:32 AM

    તારું કશું ન હોય તો છોડીને આવ તું,
    તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

    વાહ,પહેલો શેર ધમાકેદાર છે.

  7. gopi shah said,

    May 2, 2007 @ 6:08 AM

    આપની સાથે માણ્રેલી રવિવારની સવાર યાદ રહેશે…..

  8. Hemant said,

    February 14, 2009 @ 12:44 AM

    નમસ્કાર વિવેકભાઈ,
    મિસ્ક્ન સાહેબની “સમસ્યા કશી નથી” મૂકવા અરજ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment