ચામડું ઓઢી સતત ફરતો હતો
ને હવે ફરિયાદ કે ઢોલક થયો ?
નયન દેસાઈ

ખાનગી વાત – ધ્રુવ ભટ્ટ

નામ સ્મરણ ને સ્તુતિકથા સહુ મારું લોલમલોલ છે લલ્લા
કારણ તરત જ હું કહેવાનો अब तू इनका मोल दे अल्ला

કોણ છું હું ને કોણ તું ક્યાંની શોધ બધીયે બંધ કરાવું
લે હું કદી દઉં નામ तिहारा तू भी मेरा बोल दे अल्ला

કલ્પ કલ્પથી આ શું માંડી સંતાકૂકડી જેવી ગમ્મત
આજ કહું છું ખૂલ જા સીમ સીમ अब दरवाजा खोल दे अल्ला

જાનીવાલીપીનારાને હવે રંગનો થાક ચડયો છે
નામ પડેલા રંગો લઈ बेरंग इश्क में घोल दे अल्ला

એથી આગળ શું કહેવાનું સમજદાર છે સમજી લેજે
ચાલ પરસ્પરને કહી દઈએ तुझ को मुझ में छोड दे अल्ला

– ધ્રુવ ભટ્ટ

હિંદી-ગુજરાતી મિશ્રભાષી આ રચનાને ગઝલ કહેવી કે ગઝલનુમા ગીત કહેવું એ જરા દોહ્યલું છે. ગઝલ ગણીએ તો મત્લામાં લલ્લા સાથે અલ્લાનો પ્રાસ બેસાડ્યો હોવાથી એને કાફિયા ગણવા પડે પણ આગળ જતાં બાકીના શેરોમાં અલ્લા રદીફનો એક ભાગ હોવાનું પ્રમાણિત થાય છે અને લોલમલોલ-મોલ-બોલ વગેરે કાફિયાની જગ્યા લે છે, પણ આખરી શેરમાં વળી છોડ વાપર્યું છે ત્યાં કાફિયાદોષ થયો ગણાય.

પણ બે ઘડી રચનાના સ્વરૂપને બાજુએ મૂકીને એને ફક્ત કવિતા તરીકે એને પ્રમાણીએ તો આખી રચના મસ્ત મજાની થઈ છે. પાંચેય શેર જાનદાર થયા છે અને વાંચતાવેંત સોંસરવા ઉતરી જાય છે. ફરી-ફરીને વાંચો તો વધુ ને વધુ ગમતા જાય એવા…

8 Comments »

  1. Kajal kanjiya said,

    January 28, 2022 @ 11:52 AM

    જાનેવાલીપીનારા….વાહહ ક્યા બાત

  2. pragnajuvyas said,

    January 29, 2022 @ 1:04 AM

    અદ્ ભુત રચના
    મત્લા ખૂબ સ રસ
    યાદ આવે
    جب ہمیں نماز کا وقت ملا,
    ચાલતા’તા શ્વાસ ત્યારે આખરી!
    અહીં પરદેશમા ગુગ્ગલીશ બોલાય તો પણ સારું લાગે ! જેમકે
    તારી વાંસલડીના સૂર અમુને
    spelll…bound કરે ક્રિષ્ના…
    ફર ફરતું પિછું, મોર મુકુટ
    ammmazing….લાગે હે ક્રિષ્ના…
    In the desert stream I couldn’t find,
    પ્રાણ મુજ તરસ્યા રહ્યા’તા તરફડી
    સાચે જ ધ્રુવજીએ હિંદી-ગુજરાતી મિશ્રભાષી રચના પ્રયોજી જાણી છે. આવા પ્રયોગોથી ભાવકોને તો ખરું જ, નવા સર્જકોનેય બહુ જાણવાનું મળે એમ છે.
    કોણ છું હું ને કોણ તું ક્યાંની શોધ બધીયે બંધ કરાવું
    ‘કોણ છું હું?’ તે પ્રશ્નનો જવાબ ના મળવાથી, તમે પોતાની નવી ઓળખાણ બનાવતા રહો છો, પરિણામે તમે તમારા સાચા સ્વરૂપથી વધુ દૂર જતા રહો છો. પોતાનું સાચું સ્વરૂપ ન જાણવાથી આ જીદંગીના બધા દુઃખો ઉભા છે. જ્યાં સુધી તમે તમારા સાચા સ્વરૂપને નથી ઓળખતા ત્યાં સુધી તમે તમારી જાતને એ નામથી માનો છો જે તમને આપવામાં આવેલું હોય છે.આ બધ ન સમજાય તેવું છે !
    લે હું કદી દઉં નામ तिहारा तू भी मेरा बोल दे अल्ला
    સરળ વાત
    વૈસુધૈવકુટુમ્બકમ્ પ્રમાણે વિશ્વની ભાષા સાથે આવા પ્રયોગ થવા જોઇએ
    ક્વેઇશ….મિયાં મિયાં (.બહુ સરસ)
    અલહમદુલિલ્લાહ -“thank God” અરેબીક

  3. હરીશ દાસાણી. said,

    January 29, 2022 @ 4:49 PM

    ધ્રુવ ભટ્ટની રચનાઓનો મસ્ત મિજાજ માણવાની એક મજા હોય છે. પ્રજ્ઞાબેનની નોંધ પણ રસપ્રદ છે.

  4. Rohit Kapadia said,

    January 29, 2022 @ 4:59 PM

    ઈન્દ્રઘનુષના રંગો અને બેરંગી
    ઈશ્કની વાત, ખૂબ જ સુંદર. સિદ્ધ હસ્ત
    કવિ જ આવી સુંદર રચના આપી
    શકે. ધન્યવાદ.

  5. જયેન્દ્ર ઠાકર said,

    January 30, 2022 @ 12:18 AM

    મુંબઈની ચોપાટી પર ભેળ ખાતાં સાથે ચવાતી રેતી પણ સ્વાદિષ્ટ લાગે!

  6. Maheshchandra Naik said,

    January 30, 2022 @ 9:42 AM

    સરસ રચના…

  7. Lata Hirani said,

    January 30, 2022 @ 11:04 AM

    મસ્ત કવિતા…

    અહી તો એક સિદ્ધહસ્ત કવિની કલમ છે. એવા સિદ્ધહસ્ત કે જે બંધારણનીબદ્ધ બારીઓ ખોલીને નવી હવા લઈ આવે.  

  8. Nehal said,

    January 30, 2022 @ 5:13 PM

    વાહ, મસ્ત!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment