ઊંડા ઘા તો કૈંક સહ્યા પણ
જાન ગયો છે એક ઉઝરડે !
‘અમર’ પાલનપુરી

(બધું તારું જ છે) – કિરણસિંહ ચૌહાણ

આ બધું તારું જ છે,
હા, બધું તારું જ છે.

કાંઈ ના આપી કહ્યું,
જા, બધું તારું જ છે.

અહીં કશું તારું નથી,
ત્યાં બધું તારું જ છે.

સ્વર્ણનો ઢગલો કર્યો,
ખા, બધું તારું જ છે.

‘સા’થી લઈને ‘સાં’ સુધી,
ગા, બધું તારું જ છે.

મારું છે કંઈ? બોલને!
ના… બધું તારું જ છે.

– કિરણસિંહ ચૌહાણ

સાવ ટૂંકી બહેરની ગઝલ. ગાલગાગા ગાલગા. બાર જ માત્રા. બસ. એમાંય દસ માત્રા જેટલી જગ્યા તો ‘બધું તારું જ છે’ જેવી લાંબીલચ્ચ રદીફ રોકી લે છે. એટલે મત્લાના બંને મિસરામાં અને બાકીના તમામ શેરના સાની મિસરામાં કવિ પાસે શેર સિદ્ધ કરવા માટે બે માત્રાના એકાક્ષરી કાફિયા જેટલો જ અવકાશ બચે છે. ટૂંકી બહેરની ગઝલમાં કવિતા સિદ્ધ કરવાનું કામ દોરડા પર ચાલવા જેવું કપરું છે. એમાંય આવી અઘરી શરત લઈને કવિ કામ કરે એનો મતલબ એમ થાય કે કવિએ દોરડા પર અદ્ધર ચાલવાનું નહીં, સાઇકલ ચલાવવાનું બીડું ઝડપ્યું છે. આ કામ વધુ મુશ્કેલ છે, પણ આનંદ એ વાતનો છે કે કવિ મોટાભાગના શેરમાં કાવ્યત્વ સિદ્ધ કરી શક્યા છે. એમાંય સારેગમપધનિસાંના બે છેડા પકડીને આલાપતો શેર તો શિરમોર થયો છે…

26 Comments »

  1. jagdip nanavati said,

    July 31, 2021 @ 3:09 AM

    અદભૂત…….

  2. Harihar Shukla said,

    July 31, 2021 @ 3:11 AM

    વાહ વાહ, નરી મોજ, સા, સાં સાથે ગા નો વિનિયોગ 👌💐

  3. Makarand Musale said,

    July 31, 2021 @ 3:13 AM

    ગુજરાતી ગઝલોમાં નોંધપાત્ર ગઝલ..
    ગઝલમાં લાઘવ એટલે આ ગઝલ.. ક્યા બાત

  4. Parbatkumar said,

    July 31, 2021 @ 3:16 AM

    વાહ……

    ઉત્તમ ગઝલ……
    સા….. થી….. સાં……..
    આહા…..
    આહા…….

  5. Aasifkhan said,

    July 31, 2021 @ 3:35 AM

    વાહ ને વાહ

  6. Dr Mukur Petrolwala said,

    July 31, 2021 @ 3:37 AM

    Fabulous!

  7. Kaushik patel said,

    July 31, 2021 @ 3:50 AM

    ખૂબ જ ઉમદા ગઝલ….!!

  8. વિજય ત્રિવેદી said,

    July 31, 2021 @ 3:55 AM

    અદ્ભૂત, અકલ્પનીય… કવિને અભિનંદન.

  9. DILIPKUMAR CHAVDA said,

    July 31, 2021 @ 4:21 AM

    વાહ વાહ ને વાહ ટૂંકી બહરમાં ખૂબ ઊંડી વાત એ પણ સાવ સરળ શબ્દોમાં કવિશ્રીને ખૂબ ખૂબ અભિનંદન

  10. Sandip Pujara said,

    July 31, 2021 @ 6:12 AM

    કાબિલેદાદ ….વાહ કિરણભાઈ

  11. દિલીપ ઘાસવાળા said,

    July 31, 2021 @ 6:38 AM

    કિરણ સિંહ ની
    સાદ્યંત સર્વ ગુણ સંપન્ન ગઝલ
    સા થી સા
    શેર શિરમોર ને સવા શેર
    બન્યો છે
    કવિ ને ખોબલે ખોબલે અભિનંદન
    દિલીપ વી ઘાસવાલા

  12. કિશોર બારોટ said,

    July 31, 2021 @ 6:45 AM

    કવીએ ખરેખર કમાલ કરી છે.

  13. Pragna vashi said,

    July 31, 2021 @ 6:54 AM

    ખૂબ‌ સરસ ગઝલ
    અભિનંદન કિરણસિંહ ચૌહાણ

  14. Hiteshkumar said,

    July 31, 2021 @ 7:08 AM

    વાહ સરસ ગઝલ
    અભિનંદન કિરણભાઈ 💐

  15. pragnajuvyas said,

    July 31, 2021 @ 8:32 AM

    કવિશ્રી કિરણસિંહ ચૌહાણની સુંદર ગઝલ
    મારું છે કંઈ? બોલને!
    ના… બધું તારું જ છે.
    વાહ
    ‘હું’ અને ‘મારું’ એવા વિચારો છોડીને હે પ્રભુ સર્વત્ર ‘તું’ જ છે આ બધો વૈભવ તારો જ છે તેવી અનુભૂતિ દ્રઢ થાય તો શાંત થવાય છે. કારણ કે મારું કશું છે જ નહી હું તો ટ્રસ્ટી છું. તો પછી માયા મળવાનો કે જતી રહેવાનો ગમે તેવો મોટો પ્રસંગ આવશે તો પણ સુખ કે દુઃખના તરંગો શાંત થશે. આટલો સરળ માર્ગ અધ્યાત્મનો…

  16. Poonam said,

    July 31, 2021 @ 8:49 AM

    ના… બધું તારું જ છે.

    – કિરણસિંહ ચૌહાણ – Uff… Badhu j ?!

  17. Vinod Dave said,

    July 31, 2021 @ 12:26 PM

    વિવેકભાઈ,
    ગઝલના પાસાઓ, નિયમો અને ટેકનિકલ આવશ્યકતાઓ અંગે વિષ્લેષણ તમે આ ગઝલની ફુટનોટમાં સંક્ષિપ્તમાં આપ્યું છે તે ક્યારેક વિસ્તાર પૂર્વક સંપૂર્ણપણે સમજણ આપીને લયસ્તરો પર જાહેર કરો તો અમારાં જેવાં લેખનક્ષેત્ર બહારના વાંચકોને ટેકનિકલ સમજણ સાથે ગઝલો માણવાની મોજ અને સમજણ વધારે પડે. અગોતરા આભાર સહ.
    -વિનોદ દવે

  18. Vinod Dave said,

    July 31, 2021 @ 12:49 PM

    ખાસ તો શેર, માત્રા, રદીફ, મત્લા, મિસરા, કાફિયા વિગેરેની સમજ, જરુર, નિયમ વિ. વિ.

  19. ભારતી ગડા said,

    July 31, 2021 @ 2:09 PM

    વાહ ટુંકી બહરમાં એકાક્ષરી કાફીયા સાથેની ખૂબ સુંદર ગઝલ 👌

  20. Neha Patel said,

    July 31, 2021 @ 2:18 PM

    ખૂબ સુંદર ગઝલ

  21. Maheshchandra Naik said,

    July 31, 2021 @ 4:28 PM

    સરસ ગઝલ, બધાજ શેર અફલાતુન, આસ્વાદ પણ મનભાવન…..કવિશ્રીને અભિનંદન

  22. Jayesh Dharia said,

    August 1, 2021 @ 3:49 AM

    વાહ, કવિશ્રી નું અદ્ ભૂત આલેખન.. પ્રત્યેક શેર ઘણું બધું ચિંતન કરાવી જાય છે. ખૂબ ઊંચા દરજ્જા ની કૃતિ… સલામ કિરણભાઈ ને

  23. હરીશ દાસાણી. said,

    August 1, 2021 @ 10:13 AM

    ભાવ અને ભાષાનું ખૂબ જ સુંદર સાયુજ્ય

  24. લતા હિરાણી said,

    August 3, 2021 @ 3:25 AM

    ગઝલ જેવી સુંદર, એની ટિપ્પણી પણ એવી જ રોચક.

    સા….. થી….. સાં……..

    આમાં પછીના સા પર અનુસ્વારને બદલે તીવ્ર સ્વરની માત્રા જોઈએ. ભલે સમજી જવાય.

    કદાચ આ ફોન્ટમાં એવું ન કરી શકાતું હોય એમ બને ! ટાઈપિંગમાં આવી મુશ્કેલીઓ રહે છે.

  25. મયૂર કોલડિયા said,

    August 4, 2021 @ 5:41 AM

    અદ્ભૂત….. ઉમદા…

  26. udayan thakker said,

    August 7, 2021 @ 1:25 AM

    સ્વર્ણનો ઢગલો- શેરમાં રાજા મિડાસના મિથકનો સંદર્ભ. કિરણ ગાયક હોવાને લીધે સા-થી-સા નો શેર તેને માટે હસ્બ-એ-હાલ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment