હું ચાહું છું – સુન્દરમ
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
– સુન્દરમ
એક આંગળીના વેઢે ગણી શકાય એનાથીયે ઓછી પંક્તિઓમાં પ્રેમ અને સુંદરતાના મર્મને અડકી લેવો એ કવિની સિધ્ધી છે. સરખાવો એમની જ અમર રચના – તને મેં ઝંખી છે.
radhika said,
February 12, 2006 @ 3:27 AM
એક આંગળીના વેઢે ગણી શકાય એનાથીયે ઓછી પંક્તિઓમાં પ્રેમ અને સુંદરતાના મર્મને અડકી લેવો એ કવિની સિધ્ધી છે.
સાચી વાત છે
એવી જ એક આ રચના છે
———–
ધુણી ધખે મારા ધૈર્યની,
જલતુ જીવન કાષ્ઠ
————-
માત્ર 18 અક્ષર જેમ આમા મનોદશા વર્ણવાઈ છે
આના રચઈતા કોણ છે ખ્યાલ નથી
પણ આ પ્રકારની રચના નો જો આપની પાસે સંગ્રહ હોય તો અમે માણવા ઉત્સુક છીએ
-રાધીકા..