ધુલામઁદિર – રવીન્દ્રનાથ ઠાકુર – અનુ – નગીનદાસ પારેખ
ભજન પૂજન સાધન આરાધના સમસ્ત થાક પડે.
રુદ્ધદ્વારે દેવાલયેર કેણે કેન આછિસ એારે !
અલ્પકારે લુકિયે આપન-મને
કાહારે તુઈ પૂજિસ સંગોપને,
નયન મેલે દેખ દેખિ તુઈ ચેયે–દેવતા નાઈ ઘરે.
તિનિ ગેછેન યેથાય માટિ ભેડે કરછે ચાષા ચાષ—
પાથર ભેડે કાટછે યેથાય પથ, ખાટછે બારે માસ.
રૌદ્ર જલે આછેન સબાર સાથે,
પણ ધુલા તtહાર લેગેછે દુઈ હાતે—
તૉરિ મતન શુચિ બસન છાડિ આય રે ધુલાર’પરે.
મુક્તિ ? ઓરે, મુક્તિ કોથાય પાબિ, મુક્તિ કોથાય આછે ?
આપનિ પ્રભુ સૃષ્ટિબાંધન પ’રે બાંધા સબાર કાછે.
રાખો રે ધ્યાન, થાકે રે ફુલેર ડાલિ,
છિ ડુક વસ્ત્ર લાગુક ધુલાબાલિ–
કર્મયોગે તાર સાથે ઍકે હયે ધર્મ પડુક ઝરે.
– રવીન્દ્રનાથ ઠાકુર
‘ભજન, પૂજન, સાધન, આરાધના—બધું પડયું રહેવા દે.
તું શું કરવા બારણાં બંધ કરીને દેવાલયના ખૂણામાં પડી રહ્યો છે?
અંધકારમાં છુપાઈને તું એકલો એકલે કોને પૂજી રહ્યો છે ?
આંખ ખોલીને જો તો ખરો,
ઓરડામાં દેવ તો છે નહિ.
તે તો ખેડૂતો જ્યાં માટી ભાંગીને ખેડ કરી રહ્યા છે,
મજૂરો જ્યાં પથ્થર ફોડીને રસ્તો બનાવી રહ્યા છે,
ત્યાં ગયા છે,
અને તડકામાં ને વરસાદમાં બારે માસ તેમની સાથે મહેનત મજૂરી કરે છે.
તેમને બે હાથે ધૂળ લાગી છે.
તેમની પેઠે પવિત્ર વસ્ત્ર કાઢી નાખીને
તું પણ ધરતીની ધૂળમાં ચાલ્યો આવ.
મુક્તિ? અરે મુક્તિ ક્યાં મળવાની હતી,
મુક્તિ છે જ ક્યાં ?
પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે.
રહેવા દે તારુ ધ્યાન અને પડી રહેવા દે તારી ફૂલની છાબને.
વસ્ત્ર ફાટે તે ભલે ફાટતાં,
ધૂળ માટી લાગે તો ભલે લાગતી.
તું તારે કર્મચાગમાં તેમની સાથે થઈ જા.
અને માથાને પસીનો પગે ઊતરવા દે.
– અનુ – નગીનદાસ પારેખ
” પ્રભુ પોતે જ સૃષ્ટિનાં બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે. ” – આ પદ આખા કાવ્યનું હાર્દ છે. વધુ કોઈ ટિપ્પણીની જરૂર જ નથી….
Prahladbhai Prajapati said,
January 13, 2021 @ 9:17 AM
સુન્દર્
Bhaskar Acharya said,
January 13, 2021 @ 9:29 AM
શબ્દસુષ્ટિ ડિસેમ્બર ૨૦૧૦ ના અંકમાં આજે ફાંફાખોરી કરતાં પ્રસાદ બ્રહ્મભટ્ટ નો ઘુલામંદિર નો માટીમંદિર અનુવાદ આજે બપોરે જ વાંચ્યો , ને આ પોસ્ટ આવી.
બંને અનુવાદ સરસ લાગ્યા.
pragnajuvyas said,
January 13, 2021 @ 10:10 AM
ખૂબ સુંદર ગીતનો સ રસ અનુવાદ
કલ્પના પાઠક said,
January 13, 2021 @ 1:36 PM
કેટલું સુંદર કાવ્ય અને અનુવાદ!!
મુક્તિ માગવાથી મળવાની છે!?
ખૂબ સરસ રચના…
Maheshchandra Naik said,
January 13, 2021 @ 10:19 PM
ઈશ્વર આપણી સાથે જ હરહંએશ હોય છે એ વાત કરતુ કાવ્ય
અનુવાદ પણ એટલો જ ઈશ્વરને સમર્પીત….
Milan Sonagra said,
September 26, 2024 @ 12:13 AM
તું તારે કર્મચાગમાં તેમની સાથે થઈ જા.
ખરેખર અહિં ‘કર્મચાગ’ છે કે ‘કર્મયોગ’?