સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું
સમયની બહાર જે નીકળે સમાધિ બસ મળે ત્યાં છે
રાજેશ રાજગોર

જોઈતું મરણ – હરીન્દ્ર દવે

કોઈ ઉપાયે મને જોઈતું મરણ ન મળ્યું,
હતું મેં માન્યું, ફક્ત જિંદગી પરાઈ છે.

– હરીન્દ્ર દવે

ફેસબૂક ઉપર આ શેર વાંચ્યો તો ज़ौक़ યાદ આવી ગયા –

अब तो घबरा के ये कहते हैं कि मर जाएँगे
मर के भी चैन न पाया तो किधर जाएँगे

પછી પ્રશ્ન થયો – ” જોઈતું મરણ કેવું આવે ? ” શું કવિ ચોક્કસ કારણથી અથવા ચોક્કસ કાળે મૃત્યુ થાય એમ ઈચ્છે છે ? એવું તો નથી લાગતું. “જોઈતું મરણ” એટલે કદાચ એક ચોક્કસ ઘટના/વ્યક્તિ/સ્મરણ/પરિક્લ્પના/સંબંધ/નબળાઈ/અપૂર્ણતાની ભાવના થી કાયમી મુક્તિની ઝંખના હોઈ શકે…..

3 Comments »

  1. વિવેક said,

    August 11, 2020 @ 8:26 AM

    – જોઈતું મરણનો જે અર્થવિન્યાસ કરાયો છે એ તો મજાનો જ છે, પણ મને લાગે છે કે ગઝલના શેરને બંને મિસરા સાથે રાખીને જોવો જોઈએ. ક્યાંય સુધી કવિ એમ જ માનતા હતાં કે માત્ર જિંદગી જ પારકી છે પણ અચાનક એક દિવસ એમને સત્ય લાધ્યું કે માત્ર આપણી જિંદગી આપણી પોતિકી નથી એવું નથી, મૃત્યુ પણ પરાયું છે… આપણે લાખ ઇચ્છીએ કે શાંતિપૂર્ણ મૃત્યુ મળે, નિર્ધારિત સમય પર મળે અને ઇચ્છીએ એ રીતે મળે પણ મૃત્યુ ક્યારે, કઈ શકલમાં આવી ચડે એના પર આપણો કોઈ અખ્તિયાર હોતો નથી…

  2. pragnajuvyas said,

    August 11, 2020 @ 12:11 PM

    જોઈતું મરણ અંગે ડૉ વિવેકની સ રસ ટીપ્પણી.
    મા હરીન્દ્ર દવે પ્રણય-મસ્તી અને વેદના, ખુમારીનાં સંવેદનોથી રસાયેલી એમની ગઝલના આ શેરથી
    અમને યાદ આવે
    રમેશ પારેખ ની વાત.. જ્યારે એમણે ૧૯૭૫માં પહેલીવાર ક્લકત્તામાં રામકૃષ્ણ પરમહંસની ઓરડીમાં પગ મૂક્યો હતો. ફરી જન્મ મળે તો શું બનવું ગમે એવું પૂછતાં જ ર.પા. એ એક શબ્દમાં આપેલો જવાબ છે – ‘‘પથ્થર.’’
    જીવતેજીવ એમણે ‘‘હું મરી ગયો’’ શીર્ષકની એક કવિતા કરી છે. શબ ઉપર એક પતંગિયું આવીને બેસે ને પછી…અંતમાં એ લખે છે – છાતી પર પંતગિયું બેઠું’તું પતંગિયું… આલ્લે… સડ સડાટ રૂવાડાં ઊભાં… લોેહી ધડાધડાટ વહેવા માંડ્યું ઓચિંતી ચીસ નીકળી ગઈ કે હું મરી ગયો નથી… અને તેમની સંવેદના સૃષ્ટિ !
    ‘ બંધ પરબીડિયામાં મરણ મળે તમને બચી શકાય તો બચવાની પળ મળે ‘
    તેમને ખબર પડી ગયેલી કે ભવિષ્યમા નેતાઓ પોતે પરબીડિયા નહી ખોલે…

  3. લલિત ત્રિવેદી said,

    August 12, 2020 @ 2:34 AM

    વાહ… સરસ..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment