ખોજ કબીરા – સુરેશ પરમાર ‘સૂર’
અંદર ખોયું ઓજ કબીરા;
બહાર શાની ખોજ કબીરા?
રોજ ઊઠી, મારાથી ભાગું;
ક્યાં પહોંચું દરરોજ કબીરા?
નાચું ત્યારે પગ ના ઊપડે;
શું જીવન પણ બોજ કબીરા?
રાજા સૂતો, રાજમહેલમાં;
સરહદ પર છે ફોજ કબીરા!
હમણાં જાગી, જાણી લે ‘સૂર’;
સાવ કારણ ‘મોજ-કબીરા’.
– સુરેશ પરમાર ‘સૂર’
કબીરા, સાધુ, સાધો જેવી રદીફ લઈને આપણે ત્યાં પુષ્કળ ગઝલોનો ફાલ ઊતર્યો છે, પણ પ્રસ્તુત રચના આ ફાલમાં સહેજે અલગ તરી આવે છે. બધા જ શેર મનનીય થયા છે…
Prof. K J suvagiya said,
June 4, 2020 @ 5:13 AM
વાહ! વિવેકભાઇ!
‘સુર’ જી ની અચ્છી ખોજ છે,
રાજેન્દ્ર શુક્લ સરીખી મોજ છે!
pragnajuvyas said,
June 4, 2020 @ 11:48 AM
માનવ માત્ર બંધનમાંથી મુક્ત થઈ શકે તેવા વિચાર કબીરે વ્યક્ત કર્યા છે. જે ચિંતન-મનન કરશે તેને જરુર મુક્તિનો માર્ગ મળશે, એવી ખાતરી સાથે કબીરે કહરાની રચના કરી . કબીર વાતને સાંકેતિક રીતે રજૂ કરવાનો એક વિશિષ્ટ તરીકો છે.તે વાત સરળ સમજાય તેવી ખોજ કબીરા ગઝલમા કવિશ્રી સુરેશ પરમાર ‘સૂર’એ લખ્યા છે
અંદર ખોયું ઓજ કબીરા;
બહાર શાની ખોજ કબીરા?
અદભુત મત્લા
આસ્વાદમા ડૉ વિવેકજીએ સ રસ જણાવ્યું’ પ્રસ્તુત રચના સહેજે અલગ તરી આવે છે. બધા જ શેર મનનીય થયા છે’…
kajal kanjiya said,
June 4, 2020 @ 10:15 PM
સરસ
હરિહર શુક્લ said,
June 5, 2020 @ 2:02 AM
સરસ 👌
Rajendra Vadhel said,
June 11, 2020 @ 1:57 AM
રાજા સુતો રાજ મહેલમાં
સરહદ પર છે ફૌજ કબીરા
✍👌👌👌👌👌