જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.
ઉર્વીશ વસાવડા

(પ્રેમ) – મનોહર ત્રિવેદી

ના પ્રાપ્તિ : બસ પ્રેમ
હો વ્યાપ્તિ પ્રિય, એમ

.       શું ઊગમણે?
.       શું આથમણે?
સૂરજ દેશે હેમ

.       હળિયે મળિયેં
.       માર્ગ બદલિયેં
તોય ન જાગે વ્હેમ

.       આજુ-બાજુ
.       તાજું-તાજું
હોય પુષ્પની જેમ

.       આંસુ લૂછો
.       કશું ન પૂછો
કશું ન પૂછો : કેમ?

– મનોહર ત્રિવેદી

કેવું ટૂંકુ-ટચરક ગીત! વાંચતા જ ઇમેજિસ્ટ પોએટ્રી યાદ આવી જાય. ઓછા શબ્દો પણ વાત મજાની! પ્રેમની અદભુત વિભાવના! કશુંય પ્રાપ્ત નથી કરવું, બસ, પ્રિયજનમાં વ્યાપ્ત થવું છે… એકમેકમાં પથરાવું છે. જિંદગી ગમે એ દિશામાં કેમ ન જાય, સાથ હાથ હશે તો હાથ હેમ જ લાગશે. કંઈ કરીએ, ન કરીએ પણ વ્હેમ વિના. કેમકે શંકાની ઉધઈ તો જિંદગીના વટવૃક્ષને મૂળમાંથી ખાઈ જાય છે. પ્રેમમાં બધું જ તાજું લાગવાનું. યુનિવર્સલ ફ્રેશનેસ એ પ્રેમની સહજ અનુભૂતિ છે. પ્રેમમાં પ્રિયજનની આંખમાં આંસુ આવે તો આપણું કામ એને લૂંછી દેવાનું છે. આંસુ કેમ આવ્યાં, કોના કારણે આવ્યાં વગેરેની પળોજણમાં પડવાનું નથી. પ્રિયપાત્રને હૈયું ખોલવું હશે તો એ આપોઆપ ખોલશે, આપણે ખોદકામ કરવાની જરૂર નથી. સાવ ટૂંકી કવિતામાં પણ કવિ ‘કશું ન પૂછો’ની દ્વિરુક્તિ કરીને પ્રિયજનના મૌનને માન આપવાની વાતને અધોરેખિત કરે છે… કેમકે સાચો પ્રેમ આ જ છે!

6 Comments »

  1. Pravin Shah said,

    May 15, 2020 @ 4:34 AM

    ગીત બહુ ગ મ્યુ !
    હવે ન પૂચ્હશો – કેમ ?

  2. Vinod manek, chatak said,

    May 15, 2020 @ 6:57 AM

    Adbhut geet…wah re prem..manohardada great

  3. હરિહર શુક્લ said,

    May 15, 2020 @ 8:42 AM

    કશું ન પૂછો 👌💐

  4. Kajal kanjiya said,

    May 15, 2020 @ 12:53 PM

    આંસું લૂછો
    કશું ન પૂછો
    કશું ન પૂછો ; કેમ ?

  5. pragnajuvyas said,

    May 15, 2020 @ 1:11 PM

    કવિ શ્રી મનોહર ત્રિવેદી નુ ગીત પ્રેમનો મધુરો મધુરો આસ્વાદ ડૉ વિવેકનો….
    ના પ્રાપ્તિ : બસ પ્રેમ
    હો વ્યાપ્તિ પ્રિય, એમ
    વાહ
    યાદ આવે
    सा त्वस्मिन् परमप्रेमरूपा, अमृतस्वरूपा च। यल्लब्ध्वा पुमान सिद्धो भवति,
    अमृतो भवति, तृप्तो भवति। “सा त्वस्मिन् परमप्रेमरूपा”
    પરમ શક્તિમાન તેને જે નામ આપો તે પરમપ્રેમરુપા છે.તેની આ ગીત દ્વારા મધુરી અભિવ્ય્ક્તી

  6. Nehal Vaidya said,

    May 28, 2020 @ 6:09 AM

    વાહ, સુંદર રચના. ગાગરમાં સાગર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment