બા – મૂકેશ જોશી
બા એકલાં જીવે
બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે
બા સાવ એકલાં જીવે
બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી પકડા-પકાડી સહુ પકડાઇ જાતાં
ભાઇ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતા
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શિખડાવે
સુખનો સૂરજ છાનો માનો જલતો બાના દીવે
બા સાવ એકલાં જીવે
કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા
બાના જીવતરની છત પરથી ઘણા પોપડાં ખરતાં
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુનાં સપનાં તેડયાં: કોણ બાને તેડે
ફાટેલા સાળુડા સાથે કૈંક નિસાસા સીવે
બા સાવ એકલાં જીવે
કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ
નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
દાદાજીના ફોટા સામે કંઇક સવાલો પૂછે
ફ્રેમ થયેલા દાદા એની આંખો ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયાં એ બોર અને એ નામ
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે એ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે
બા સાવ એકલાં જીવે
– મૂકેશ જોશી
ઉત્તરાવસ્થાની વ્યથાને ધાર કાઢીને રજૂ કરતું ગીત.
Jayshree said,
February 11, 2009 @ 9:40 PM
સાચ્ચે જ એકદમ ધારદાર ગીત…
હ્રદયના ખૂણે ક્યાંક વાગી જાય એવું..
Anand said,
February 11, 2009 @ 10:06 PM
Very Good, Ba-Dada no prem jene malyo hoi tene khabar pade ke jindgi shu chhe ane prem-vahal shu kaheway…..they are millionaire by birth….forget about anything else u got it or not…and I hv got that ” NIRANTAR NITRATU VAHAL “
ઊર્મિ said,
February 11, 2009 @ 10:16 PM
હમણાં જ ક્યાંક વાંચ્યુ આ ગીત.. અને સોંસરવું ઊતરી ગયું!
kirankumar chauhan said,
February 11, 2009 @ 10:34 PM
atyant hradaysparshi geet.
pragnaju said,
February 12, 2009 @ 12:02 AM
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે એ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે
બા સાવ એકલાં જીવે
કાવ્યની જોરદાર અભિવ્યક્તી પણ આ નિરાશાજનક ચિત્ર કરતા ઉલટું …
મારો એવો વખત હતો કે ૫ સંતાનોની બા અને ૯ સંતાનોની દાદી-નાની એકલી આનંદથી જીવતી હતી.જો મને છોડીને બધા ગયાંન હોત તો આ પ્રકારની સેવા કરવાનું મને સૂઝયું ન હોત અને મારું જીવન ઘરની ચાર દીવાલોમાં જ પૂરું થઈ ગયું હોત. અહીં બહેનો માટે વિવિધ પ્રવૃત્તિ ના કરી શક્યા હોત. પ્રતિકુળ પરિસ્થિતિમાંથી સારું શોધી કાઢવાની મારી ટેવે મને પરિસ્થિતીની ફરિયાદ કરવાની પળ જ ન આવવા દીધી.પુત્ર-પુત્રીઓના સંસારમાં માથું મારવાની ફુરસદ ન રાખી.મારા જીવનમા એકલતા કે શૂન્યતાએ કદી સતાવી નથી. કોઇ અજબ આંતરસૂઝની પ્રસાદી પામી છું. મારી એવી જ ઈચ્છા રહી છે કે બાળકોમાં એવું કશું રોપી જવા માગું છું જે એમનામાં નિરંતર ઊગ્યા કરે, મોર્યા કરે, જેની સ્મૃતિઓની હુંફ એમનાં જીવનમાં પણ ઉષ્મા પ્રગટાવે …આપણે પણ નિયતિની આ લાંબી શૃંખલાની આપણે એક કડી જ છીએ જેનો ન આદિ છે, ન અંત.
ડો.મહેશ રાવલ said,
February 12, 2009 @ 5:00 AM
આમ તો આ “બા” શબ્દ પોતે જ એક કવિતા છે પણ અહીં કવિએ “બા” ને જે શબ્દભાવથી આલેખ્યાં છે
એ અભિવ્યક્તિ પણ ભાવવાહી છે.
sonal said,
February 12, 2009 @ 6:27 AM
sachej aava ketlay ba aaje pan emna dikra ni rah jove chhe. aatlu vanchya pachhi pan jemnu hriday na pigle emne manas to na j kahi shakay..
varsha tanna said,
February 12, 2009 @ 6:43 AM
દ્મજા આવી પણ રડતા રડતા એવી હદ્યસ્પર્શ કવિતા
વિવેક said,
February 12, 2009 @ 7:44 AM
નખશિખ સુંદર અને ભાવભર્યું કાવ્ય…
jayeshupadhyaay said,
February 12, 2009 @ 8:21 AM
મુકેશભાઈ લોહી વલોવાઇ વલોવાઇ ને બનતાં આસુંમાં બોળીને લખાયેલી કવિતા ડુમાને નીતારવો મુષ્કેલ થઇ ગયો
bharat said,
February 12, 2009 @ 11:19 AM
“એ……………………બા…. ………………………”
બસ આજે આ કાવ્ય વાંચી મા ને જોરથી બૂમ પાડી એને જરુર સાંભળૅલ હશે સ્વગલોકમા
preetam lakhlani said,
February 12, 2009 @ 11:52 AM
ગાયન ના જમાનામા મુકેશ તારુ ગીત, ગીત બની ગયુ….વાચેલુ ગીત ફરી વાચવા મા પણ મજા આવી…..તારો અમણા મલેલ કાવ્ય સગ્ર પણ બહુ જ ગમ્યો..નવા ઈમેજના બિજા બે કાવ્ય સગ્રની રાહ જોવી રહી….હીતેન ને ખાસ યાદ્……..સરસ્ ગીત મુકવા બદ્લ ધવલ ભાઈ નો પણ આભાર્…
aamarkolkata said,
February 12, 2009 @ 1:20 PM
બા વિશે મુકેશભાઈની વ્યથા સ્પર્શી ગયી.
મુકેશ ઠકકર ( કોલકાતા )
બા « અમૂલ્ય રત્નો said,
February 12, 2009 @ 10:12 PM
[…] From, https://layastaro.com/?p=1745 […]
પ્રતિક મોર said,
February 13, 2009 @ 1:04 AM
સમજાતુ નથી શું મઝા છે ને શું સઝા છે આ જીવનમાં,
છ દિવસ પતી જાય છે કામના બોજ લેતા અઠવાડીયામાં,
કુદકા મારી થાકી જવાય છે રવિવારના એક દિવસમાં.
જીદંગીની શોધ કરતા કરતા પુરી થઇ જીદંગી ” પ્રતિક ”
મોત આવે ત્યારે ખબર પડે કશું રહ્યુ નથી આ જીવનમાં,
પ્રતિક મોર
pratiknp@live.com
RJ MEET said,
February 13, 2009 @ 6:44 AM
Ramesh parekh pachi jo koi maara priya Geet kavi hoy to te kavi Mukesh joshi che….Maa prtyena Vahal ne teo avaar navaar yaad karta hoy che…Aa kavi khub solid che…kalam aevi chalave jane heyama chundanu koravata hoye aevu lage..
Mukeshbhai vadhu geet sangraho bahar pado,Ramesh parekh jem mara alayda swajan che tem tame pan maara swajan cho….
shriya said,
February 13, 2009 @ 6:02 PM
બાનાં આસુ બોર બોર પણ ના ફરકે એ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે
સાવ એકલાં જીવે….
એક્દમ હૈયામાં સોંસરવું ઉતરી જાય એવું ગીત્…
Sandhya Bhatt said,
February 16, 2009 @ 12:16 PM
બાના ખરબચડા પણ ખરેખરા પ્રેમનું સુંદર ગીત.
urvashi parekh said,
February 16, 2009 @ 4:30 PM
ઘણુ રહદય સ્પર્શિ ગીત..
બા નિ વ્યથા અને ઝિન્દગી જિવવાનિ રીત સરસ રિતે આલેખાઈ છે.
મુકેશભાઈ બા ને ઘણૂ સમજી શક્યા છે,જોઇ,વાંચિ ને ઘણુ સારુ લાગ્યુ..
અભિનન્દન..
Mehul said,
April 20, 2009 @ 6:03 PM
If you want to listen this in his own voice,
cheers,
Mehul
Poonam said,
December 5, 2021 @ 3:47 AM
સુખનો સૂરજ છાનો માનો જલતો બાના દીવે
બા સાવ એકલાં જીવે… kya baat !
– મૂકેશ જોશી –