થઈ જા ભવાની – કાજલ કાંજિયા ‘ફિઝા’
લખ હવે તારી કહાની,
તું ‘ફિઝા’! થઈ જા ભવાની
બહુ થયું, બસ! ક્યાં સુધી આમ-
તું કલમને બાંધવાની !?
બંધ તૂટે ! તૂટવા દે-
ખોલ હોઠોની બુકાની.
અબઘડી મંડાણ કર, ચાલ;
રાહ ના જો શ્રી સવાની!
જિંદગી દઈ દીધી આખી,
ના મળી એક પળ મજાની.
જો, ઘસાઈ ગઈ છે અંતે
જાત સાથે આ જવાની.
હોઠ પર સૂકાઈ રહી છે,
હાસ્યની અંતિમ રવાની.
જા, તરી જા આખો સમદર,
નાવ લઈને ગાલગાની.
– કાજલ કાંજિયા ‘ફિઝા’
સ્ત્રી જ્યાં સુધી સહન કરી શકાય ત્યાં સુધી બસ સહન કરતી રહે છે. પતિ અને પરિવારનો બોજો એ એના નાજુક ખભા પર મૂંગા મોઢે વેંઢાર્યે રાખે છે. પણ આ જ સ્ત્રી જ્યારે ભાંગી પડવાની કગાર પર આવી પડે ત્યારે કવચિત આપણને રણચંડીનો સાક્ષાત્કાર થાય છે. આ ગઝલ આવા જ કોઈ સાક્ષાત્કારની ગઝલ છે. સામાન્ય રીતે ગઝલના આખરી શેર -મક્તા-માં કવિ પોતાનું ઉપનામ મૂકતા હોય છે પણ આ સાક્ષાત મા ભવાનીમાં રૂપાંતરિત થયેલી સ્ત્રીની ગઝલ છે, જેણે અચાનક સમાજે એની ફરતે બાંધી રાખેલી સાંકળોમાંથી મુક્ત થઈ ઉન્મુક્ત થવાનું નિર્ધાર્યું છે એટલે ઉપનામ મક્તાના બદલે મત્લામાં પ્રયોજાયું છે- જાણે કે કવયિત્રી બળવાનો પડચમ ન લહેરાવતા હોય! બધા જ શેર સ-રસ થયા છે… દૂ…રથી દુષ્યન્તકુમારના અવાજનો પડઘો દરેક શેરમાં સંભળાયા વિના નથી રહેતો…
Rajul said,
January 18, 2020 @ 1:53 AM
વાહ વાહ.. સુંદર ગઝલ..
Kajalkanjiya said,
January 18, 2020 @ 5:38 AM
Thank you so much sir 🙏
NARENDRASINH said,
January 18, 2020 @ 8:17 AM
સુંદર ગઝલ..
pragnajuvyas said,
January 18, 2020 @ 12:43 PM
સુ શ્રી– કાજલ કાંજિયા ‘ફિઝા’ની મઝાની ગઝલના આસ્વાદમા ડૉ વિવેકજીએ કહ્યું તે પ્રમાણે અદભુત મક્તાના શેર
જા, તરી જા આખો સમદર,
નાવ લઈને ગાલગાની.
જાણે કે કવયિત્રી બળવાનો પડચમ ન લહેરાવતા હોય ! યાદ આવે
શું??
દસ્તાવેજી પોતાપણું
શું!
તાનાં બનાવી શકે?.
મને એવી રીતે કઝા યાદ આવી,
પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું
કહે છે, ઉનાળો તો આંસુઓ સારે
ઝંખનાં હૃદયની
શું!
ઝાંઝવા તૃપ્ત કરી શકે?
સ્વાર્થી સ્પર્શ
શું!
રુહ સુધી પહોંચી શકે?
શંકાથી બીડાયેલી આંખો
શું!
પ્રેમનું ક્ષેત્રફળ વધારી શકે?
લાગણીનાં પ્રવાહને રોકવાની મુર્ખતા
શું!
ખુદ સુધી પહોંચાડી શકે?
જે ખુદને નથી સમજી શકતો
શું! એ
ઈશ્વરીય તત્વોને સમજી શકે?
NARESH said,
January 18, 2020 @ 1:15 PM
Vivekbhai, can you please explain
દૂ…રથી દુષ્યન્તકુમારના અવાજનો પડઘો in your comments ?
Thanks.
pragnajuvyas said,
January 18, 2020 @ 3:43 PM
‘દુષ્યન્તકુમારના અવાજનો પડઘો દરેક શેરમાં સંભળાયા વિના નથી રહેતો…’દુષ્યંતકુમારે પોતાની સર્જનાત્મકતા અને ધારદાર શૈલીની શાયરીઓને કારણે આજે પણ ખૂબ લોકપ્રિય છે. દુષ્યંતકુમારની અંગે નિદા ફાજલી લખે છે: ‘દુષ્યંતની આંખમાં એમના યુગની નવી પેઢીના ગુસ્સા અને નારાજગી દૃશ્યો સમાયેલાં છે. આ ગુસ્સો અને નારાજગી એ અન્યાય અને રાજનીતિના કુકર્મોની વિરુદ્ધ નવા તેવરનો આવાજ હતી. જે સમાજમાં મધ્યમવર્ગના જૂઠાપણની જગ્યા એ પછાત વર્ગની મહેનત અને દયાનું પ્રતિનિધિત્વ કરે છે. हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए।
आज यह दीवार, परदों की तरह हिलने लगी,
शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए।
हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में,
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।
सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।
मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए। દુષ્યંતકુમારને આ રચનાએ ખૂબ લોકપ્રિયતા અપાવી
કેટલાક જાણીતા શેર
अब तो इस तालाब का पानी बदल दो,
ये कँवल के फूल कुम्हलाने लगे हैं.’
‘एक क़ब्रिस्तान में घर मिल रहा है
जिस में तह-ख़ानों से तह-ख़ाने लगे हैं.’
‘रहनुमाओं की अदाओं पे फ़िदा है दुनिया
इस बहकती हुई दुनिया को सँभालो यारो.’
‘आज सड़कों पर लिखे हैं सैंकड़ों नारे न देख,
घर अंधेरा देख तू आकाश के तारे न देख.’
‘तुम्हारे पांव के नीचे कोई ज़मीन नहीं,
कमाल ये है कि फिर भी तुम्हें यक़ीन नही
‘थोड़ी आंच बची रहने दो, थोड़ा धुंआ निकलने दो,
तुम देखोगी इसी बहाने कई मुसाफिर आएंगे.’
‘गूंगे निकल पड़े हैं ज़बां की तलाश में,
सरकार के ख़िलाफ़ ये साज़िश तो देखिए.’
‘जिस तबाही से लोग बचते थे,
वो सर-ए-आम हो रही है अब.’
‘कैसे आकाश में सूराख़ नहीं हो सकता,
एक पत्थर तो तबीअ’त से उछालो यारो.’
‘ज़िंदगी जब अज़ाब होती है,
आशिक़ी कामयाब होती है.’ આ કેટલાક જાણીતા શેર છે. દુષ્યંતકુમારની મુખ્ય કવિતામાં ‘કહાં તો તય થા’, ‘કૈસે મંજર’, ‘ખંડહર બચે હુએ હૈં’, ‘જિંદગાની કોઈ’, ‘મકસદ’, ‘આજ સડકોં પર લિખે હૈં’, ‘મત કહો, આકાશ મેં’, ‘ધૂપ કે પાંવ’, ‘ગુચ્છે ભર’, ‘સૂર્ય કા સ્વાગત’, ‘જલતે હુએ વન કા વસંત’, ‘આજ સડકો પર આગ’, ‘આગ જલતી રહે’, ‘એક આશીર્વાદ’, ‘આગ જલની ચાહિએ’, ‘માપદંડ બદલો યારો’, ‘કહી પે ધૂપ કી ચાદર’, ‘હો ગઈ હૈ પરી પર્વત-સી’ સામેલ છે.
praheladbhai prajapati said,
January 18, 2020 @ 8:36 PM
નઇસ્
વિવેક said,
January 19, 2020 @ 2:08 AM
@નરેશભાઈ:
પ્રજ્ઞાજુની કમેન્ટમાં કદાચ આપના સવાલનો જવાબ આપને મળી ગયો હશે…
Uma Parmar said,
January 21, 2020 @ 10:23 PM
સુંદર ગઝલ
Dr Sejal Desai said,
January 23, 2020 @ 11:38 AM
Awesome!
Naresh K Dodia said,
December 24, 2020 @ 9:32 AM
Waah ben 👍👍