સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.
ગની દહીંવાલા

તારાઓ – સૌમ્ય જોશી

સવારસાંજ સૈકાઓ વીંઝાય છે મારામાં
મારી મુઠ્ઠીમાં મારો મુઠ્ઠીભર ઈતિહાસ હોય છે દિવસે
પણ રાત્રે તો પ્રકાશવર્ષો હોય છે મારી પાસે
સાવ આથમી ગયા પછી પણ સૂરજ આઠ મિનિટ સળગ્યા કરે છે મારી બાજુમાં
ને પછી,
મારી થોડી થોડી ઘેરાયેલી
ઝીણી ઝીણી આંખોમાં,
હળુહળુ ડગ માંડે છે મનવન્તરો.
રાત પડી હોય ભલે હમણાં જ પણ હોય છે એ મનવન્તરો પુરાણી.
મારી નાની અમથી તારીખોની આંખો પહોળી થઈ જાય છે.
ત્રણસો પાંસઠ દિવસનું મારું વજનિયું માપી જ નથી શકતું રાતોને,
કારણ કે કંઈ કેટલાય તારાઓનો યુગોપુરાણો ઈતિહાસ આવીઆવીને અથડાતો હોય છે મારા વર્તમાન સાથે,
રોજ રાત્રે
આદ્રનો પેલો ગુલાબી તારો કલ્પો પહેલાં નીકળી ગયો’તો મને મળવા માટે,
પણ મારી આંખમાં આંખ ટમટમાવી શક્યો છેક આજે.
છેક આજે થઈ શક્યું એની સાથે તારામૈત્રક,
સપ્તર્ષિનું પેલું ઝૂમખું એકબીજાથી કંઈકેટલાય અંતરે પણ એકસાથે આવીને બેસી જાય છે મારી તાણેલી ચાદરમાં,
વારતા સાંભળવા બેઠેલાં ચાર ટાબરિયાંની જેમ.
ને વારતા કહેવા બેઠેલો હું સાવ યુનિવર્સલ થઈ જાઉં છું.
ચીબરી, તમરો, ઘુવડ, ચાણક્ય ને ઈસુનાં હાલરડાં સંભળાવી દઉં છું એમને.
એમની ઝોળીમાં મારા વર્તમાનથી માંડીને મારા નજીવા અતીત સુધીનું બધું જ ભરી દઉં છું.
ને વર્ષોના પ્રવાસથી થાકેલા તારા,
મારા ધોળાધબ ધાબળામાં,
એમનો લાં…બો ઈતિહાસ છુપાવીને ટૂંટિયું વાળી દે છે મારામાં.

– સૌમ્ય જોશી

 

 

હું સચેતન છું,તો સમય છે.

મારુ ચેતન ઓલવશે-સમય નહિ રહે.

4 Comments »

  1. pragnajuvyas said,

    January 1, 2020 @ 1:27 PM

    જોવ છું ગગને તારાઓ હમેંશા,
    યાદ આવી જાય છે મને ત્યારે તારી,
    વિશ્વના કોઇ પણ પ્રદેશે અનુભવાતુ કવિ, લેખક, નાટ્યકાર, દિગ્દર્શક,વિવેચક અને અભિનેતા સૌમ્ય જોશીનુ તારાઓ ની સરસ અને હૃદયસ્પર્શી અવલોકન સાથે રજૂઆત
    પણ મારી આંખમાં આંખ ટમટમાવી શક્યો છેક આજે.
    છેક આજે થઈ શક્યું એની સાથે તારામૈત્રક,
    યાદ આવે ઉડાવ્યું પક્ષી પ્રીતિનું, ઝીલ્યું સુપુષ્પ ચક્ષુનું! તારામૈત્રક: મુગ્ધ પ્રેમકલાપી અને
    અમારા સર્વોદયના શાંતિસૈનિક માતેનુ સર્વધર્મસમભાવનુ ગીત
    આકાશ ગંગા સૂર્ય ચંદ્ર તારા સમ્ધ્યા ઉષા કોઇના નથી
    ” વર્ષોના પ્રવાસથી થાકેલા તારા,
    મારા ધોળાધબ ધાબળામાં,
    એમનો લાં…બો ઈતિહાસ છુપાવીને ટૂંટિયું વાળી દે છે મારામાં.
    હું સચેતન છું,તો સમય છે
    મારુ ચેતન ઓલવશે-સમય નહિ રહે.અદ્ભૂત પંક્તિઓ ના વિચાર વમળે વિજ્ઞાન કહે છે કે .
    સૂર્ય જેવા તારાનો અંત .શ્વેતવામન તારાના રૂપમાં થાય છે. આ શ્વેતવામન તારો એ તારાની રાખ છે. તારાના મૃત્યુ પછીની રાખ. તેનું ચમચીભર દ્રવ્ય હજારો ટન થાય છે. સૂર્ય કરતાં મોટા તારા મૃત્યુ પામે છે ત્યારે તે ન્યુટ્રોન તારાના રૂપમાં મૃત્યુ પામે છે. આ ન્યુટ્રોન તારા પણ તારાના મૃત્યુ પછીની રાખ જ છે. તેનું એક ચમચીભર દ્રવ્ય લઈએ તો તેનું વજન અબજો ટન થાય છે. ભયંકર મોટા તારાનું મૃત્યુ બ્લેકહોલના રૂપમાં થાય છે. આ બ્લેકહોલ તારાની રાખ જ છે જેનું વજન થઈ શકે નહીં.. શંકર ભગવાનનું રૂપક સમજવું બહુ કઠિન છે. તે કાળને જ પહેરીને બેઠા છે. શંકર ભગવાનની ભસ્મ બહુ જ વિચિત્ર છે. તેનું વજન કરવું પણ કઠિન છે. હાલનું જગત ધનથી તોળવા જ પ્રયત્ન કરે છે તેથી જ તેની અધોગતિ છે.
    ધન્યવાદ ડૉ તીર્થેશ જી

  2. pragnajuvyas said,

    January 1, 2020 @ 2:57 PM

    Nicanor Parra [translated by Miller Williams] નો નિકોનાર પારા : કંચન પારેખ નો સ રસ અનુવાદ
    ભાવવાહી છેલી પંક્તિઓ ખૂબ ગમી
    આસ્વાદમા કહ્યુ છે તેમ ‘આ લાગણી અમુક સર્જકોને થતી હોય છે. સર્જકની ચેતના, તેની પ્રજ્ઞા, તેની અનુભૂતિ અનન્ય હોવી સ્વાભાવિક છે.’
    આવા સર્જકોને જોયા છે તેમની વેદના અનુભવી છે
    ધન્યવાદ સર્વે અનુવાદકો અને આસ્વાદ કરાવના ડૉ તિર્થેશભાઇને

  3. રસિક ભાઈ said,

    January 1, 2020 @ 9:49 PM

    ઈતિહાસ ટૂંટિયું વાળીને છૂપાઈ જાય છે.અદભુત્

  4. Shailesh Trivedi said,

    January 2, 2020 @ 7:10 PM

    Another translation. Because a pint of fine IPA brewed in Connecticut failed to beat my loneliness! Thank you Saumya Joshi! I hope you like this.

    Stars – Saumya Joshi

    Daily,
    at dawn and dusk,
    centuries churn inside my being.

    During the day
    my fist holds only a pinch of my history
    But at night
    my story stretches back into light-years.

    Even after dusk
    for a fraction of a hora
    the Sun continues to blaze by my side

    and afterwords,
    Eons step in slowly into my drowsy eyes.

    The night may seem to have descended
    just moments ago
    but she is older than eons.
    My short-living days look bewildered.
    My short timescale,
    of three hundred and sixty-five days,
    fails to decipher nights
    because
    ancient history of innumerable stars
    shatters my present
    every night.
    The bright pink star of Orion,
    set out on his journey to meet me
    epochs ago,
    blinked and held my gaze only
    tonight.

    The bunch of Ursa Major stars,
    spread light-years apart,
    huddle together in my bed
    like a few kids eager to hear my stories.
    I expand to fill the universe
    even as I read them my stories
    of garrulous owlets,
    of shrill crickets,
    of ever vigilant owls,
    of a shrewd diplomat,
    and
    of compassionate Christ.

    I fill their socks
    with everything
    from my present to my insignificant past.

    And stars;
    tired of their endless journey,
    hiding their long history
    in my stark white blanket,
    sleep tight
    filling up my entire existence.

    ⁃ Saumya Joshi
    ⁃ Translated by Shailesh Trivedi

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment