‘ત્રિવેણી સંગમ’ : ત્રણ કવિઓની રચનાઓનો સ્વરસંગમ
લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે
ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે
ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે
સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે
જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે
– હિમાંશુ ભટ્ટ
ગઈકાલે જ મુંબઈમાં આ ત્રિવેણી સંગમ આલ્બમનું વિમોચન થયું છે. એમાં ત્રણ કવિઓનાં ગીતો અને ગઝલોને સ્વરબદ્ધ કરાયા છે : ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ અને હિમાંશુ ભટ્ટ. આ પ્રસંગે હિમાંશુભાઈની ગઝલ સંગીત સાથે માણો .
સંગીત: કર્ણિક શાહ અને કનુભાઈ ભોજક
સ્વર: કર્ણિક શાહ
Vijay Shah said,
January 11, 2009 @ 3:06 PM
અભિનંદન મિત્રો…હિંમાંશુભાઈ, દિનેશભાઈ અને પ્રેમોર્મી
ત્રિવેણી સંગમ આલ્બમ તેનો અપેક્ષીત જનપ્રેમ મેળવે તેવી પ્રભુ ને પ્રાર્થના
સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે
મારી ગમતી પંક્તિ ને શબ્દ દેહ મળ્યો મઝા આવી ગઈ
pragnaju said,
January 11, 2009 @ 5:41 PM
…હિંમાંશુભાઈ, દિનેશભાઈ અને પ્રેમોર્મીને અભિનંદન
ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે
સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે
ખૂબ સુંદરશેર્
મધુરી ગાયકી
ઊર્મિ said,
January 11, 2009 @ 7:17 PM
ત્રણે મિત્રોને ફરીથી અભિનંદન…!
સુંદર ગઝલ અને સુંદર ગાયિકી…!
જ્યાં ત્રિવેણી સંગમ આલ્બમનું વિમોચન થયું હતું, એ દિનેશ અંકલનાં પ્રોગ્રામ વિશે અહીં વાંચો… http://urmisaagar.com/saagar/?p=1326
Pinki said,
January 11, 2009 @ 11:39 PM
દિનેશ અંકલ, રમેશ અંકલ અને હિમાંશુભાઈને
ખૂબ ખૂબ અભિનંદન …. !!
મારી પણ ખૂબ ગમતી ગઝલ છે આ…..
deepak said,
January 12, 2009 @ 1:06 AM
સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે
ખૂબજ સુંદર….
વિવેક said,
January 12, 2009 @ 1:13 AM
ત્રણેય કવિમિત્રોને દિલથી મુબારકબાદી…
ગઝલ અગાઉ માણી છે છતાં ફરી માણવાની-સાંભળવાની ફરી ફરીને મજા આવી…
ડો.મહેશ રાવલ said,
January 12, 2009 @ 2:00 AM
પ્રથમ તો ત્રણેય માર્મિક કવિશ્રીને સાદર નમસ્કાર!
અને અત્રે પ્રસ્તુત રચનાનું સ્વરાંકન,શબ્દાંકન અને ગાયન બધા જ પાસાઓ અત્યંત નિરાળા છે એટલે,એ વિષે પણ દરેક – અભિનંદન.
sush said,
January 12, 2009 @ 2:21 AM
Dear Himanshubhai,
I like yr writing more than Singing composition.It should look more emotional and romantic.
Your writing is excellent.
P Shah said,
January 12, 2009 @ 2:28 AM
સુંદર ગઝલ્ !
ત્રણે કવિઓને અભિનંદન !
કુણાલ said,
January 12, 2009 @ 2:51 AM
ખુબ ખુબ અભિનંદન …
Alpa and Kiran Shah said,
January 12, 2009 @ 3:04 PM
Dear Himashubhai
Great Lyrics and Beautiful Song.
Congratulations.
Glad to know that your hard work has come out as a beautiful album.
Thanks for sharing with us.
લહરના લહરના પ્રવાહો અલગ છે « ત્રિવેણી સંગમ said,
March 30, 2009 @ 3:35 AM
[…] March 30, 2009 by thetrivenisangam આ ગઝલ માણવા માટે અમારા મિત્રો ડૉ. ધવલ શાહ અને ડૉ. વિવેક ટેલરના લયસ્તરો ઉપર જશો. […]
Mahesh Patel- BOTAD said,
March 31, 2009 @ 1:31 AM
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે
સુંદર ગઝલ્ !
ત્રણે કવિઓને અભિનંદન !