રાખ – રધુવીર ચૌધરી
તમે વિરોધ કરો છો, ત્યારે,
હું સાથે બલ્કે નજીક હોઉં છું.
સાચું બોલતા હો એ રીતે
ચતુરાઈથી વખાણો છો ત્યારે
સામે બલ્કે દૂર હોઉં છું.
જો કે સામે કે સાથે હોવાથી
કશો ફેર પડતો નથી
પ્રશ્ન તો હોવાનો છે
સામે કે સાથે
ડાબે કે જમણે
ક્યાં કોઈ કાયમી હોય છે ?
જતાં ડાબે એ વળતાં જમણે.
કોઈક વાર અથવા ઘણીવાર
આ ડાબા-જમણાના વિવાદમાં
વસ્તુ વિસારે પડાય છે,
પડછાયા પડદા બને છે.
અંધારી અશ્વની આંખને
દિશા આપે, પગને ગતિ
પણ પડછાયા વીંટળાય…
હું તમને સંબોધીને
વાત મારી કરું છું,
સંકોરું છું વિચારોના તણખા.
રાખમાં વાળું છું
વેદનાની ક્ષણો.
વેદિમાં સંસ્કાર પામેલી ક્ષણો,
રાખની
ધૂણાની રાખ
ચિતાભસ્મ આરતી પછી
શિવની ભભૂત
બળે સ્મશાનની ધૂળમાં, ઊગે ધાસ,
ચરે ગામો સ્ત્રોતસ્વિની.
રાખનું પણ છેવટે સત્ય નથી.
તમે નથી,
હું નથી,
પછી જે છે તે છે.
– રધુવીર ચૌધરી
ધારદાર કાવ્ય ! એકદમ સહજ શરૂઆત પછી તરત તત્વના મૂળરૂપના ચિંતનને કવિ પકડે છે, તેય વળી વાણીની ક્લિષ્ટતા વગર. ડાબું-જમણું ઇત્યાદિ દ્વંદ્વ છલનામાત્ર છે એ સ્થાપિત કરી ભાષાના સીમિત સામર્થ્ય તરફ ઈશારો કરી પંચમહાભૂત અને તેથી પણ પરેની શૂન્યતા તરફ કાવ્ય ગતિ કરે છે….ઘણુંબધું સ્પષ્ટ બોલ્યા વગર માત્ર રૂપકોથી જ ઈંગિત કરી દીધું છે. કવિને ભાવકના સામર્થ્ય પર પૂરો વિશ્વાસ છે….
Shivani Shah said,
September 27, 2017 @ 2:21 PM
probably slightly different interpretation :
કોઈ ડાબે નથી,
કોઈ જમણે નથી,
કોઈ સાથે નથી,
કોઈ સામે પણ ક્યાં છે ?
ચતુરાઈ અને મુર્ખામી
શું એક સીક્કાની બે બાજુ નથી?
વેડફાયેલા દશકાઓ અને
ચપટી રાખ-બેઉની બરોબરી ખરી ?
વેગીલો અશ્વ છતાં અંધારછાયેલી આંખ ?
પડછાયા કરતાં હણહણાટ ?
સંકોરાયેલા તણખા – વેદનાના ?
એની રાખ ? ભભૂત જેવી ?
વેદનાથી ટાઢક ન વળી ક્યારેય?
એમાંથી ચંદ્રની શીતળતા ન મળી ક્યારેય ?
એના તેજે પણ ન આપી દૃષ્ટિ પેલા અંધકારને ?
અંદર જોયું કે આમ કેમ થયું ?
દુ:ખ લીધું કે દીધું ?
એ કોઇ સમીકરણની રાખ ?
એ કોઈ અફળ ગયેલ ગણીતની રાખ ?
પેલા સંકોરેલા વિચારોના તણખા
અને તેની ભસ્મ, ભભૂત કે રાખ…
ઠરશે અને ઠારશે ?
Bhadreshkumar Joshi said,
September 27, 2017 @ 9:57 PM
શિવાનિબેન્ સુન્દર રચના.
Shah Pravin said,
September 28, 2017 @ 7:45 AM
તીર્થેશભાઈ કહે ચે તેમ સાવ સહજ શરુઆત પછી તત્વના મૂળને પ્રગટાવવું એ જ કવિની ખૂબી છે.
મૂળ વાત અસ્તિત્વની છે- ડાબે જમણે, આગળ પાછળ તો સાપેક્ષતા માત્ર બતાવે છે. આગળ કવિ કહે છે આ જડ અસ્તિત્વ વેદનાપૂર્ણ છે, જીવનની આ પીડિત ક્ષણોને પંચમહાભૂતમાં સમાવી જીવે શૂન્યતા તરફ ગતી કરવાની છે જ્યાં પરમ શાન્તિ છે. આ દેહ, આ જગત, આ રાખ કશું જ સત્ય નથી, તેનાથી આગળ જે છે તે સત્ય છે. જિવે શિવ થવાનું છે એ જ તેની ગતી છે. વાહ.. કવિ…
સુરેશ જાની said,
September 28, 2017 @ 11:13 AM
રાખમાં વાળું છું
વેદનાની ક્ષણો.
વેદિમાં સંસ્કાર પામેલી ક્ષણો,
રાખની
ધૂણાની રાખ
ચિતાભસ્મ આરતી પછી
શિવની ભભૂત
બળે સ્મશાનની ધૂળમાં, ઊગે ધાસ,
ચરે ગામો સ્ત્રાતસ્વિની.
રાખનું પણ છેવટે સત્ય નથી.
તમે નથી,
હું નથી,
સરસ પંક્તિઓ . ગમી.
સુરેશ જાની said,
September 28, 2017 @ 11:16 AM
વાંક દેખા પણા થવા માટે ક્ષમાયાચના પણ , સ્ત્રાતસ્વિનીની જોડણી સુધારવા જેવી છે.
સાચો શબ્દ સ્રોતસ્વિની છે.
http://www.gujaratilexicon.com/dictionary/gujarati-to-gujarati/%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A4%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%80*/
Shivani Shah said,
September 28, 2017 @ 12:02 PM
‘અંધારી અશ્વની આંખને
દિશા આપે, પગને ગતિ
પણ પડછાયા વીંટળાય…’
Oh..અંધારામય આંખવાળા અશ્વ એટલે જ્ઞાનેન્દ્રિયો અને વીંટળાયેલા પડછાયા એટલે માયાના આવરણો ?
Shivani Shah said,
September 28, 2017 @ 12:04 PM
ભદ્રેશભાઇ , thanks for words of appreciation !
સુરેશ જાની said,
September 28, 2017 @ 1:49 PM
શિવાની બહેનના પ્રતિ કે અનુ કાવ્ય નું પ્ર – પ્રતિ કે અનુ – અનુ કાવ્ય બનાવું ? !
રાખ છે, હા! રાખ છે.
કે વળી એ ખાખ છે.
રાખ હો કે ખાખ હો,
પણ એ સદા નિશ્ચિત છે-
મૂળ કોઈ પણ ભલે હો.
હો ભલે એ દ્રવ્ય (*) હો
કે હો વિચાર કે લાગણી.
સર્વની આખર ગતિ તો રાખ છે, બસ ખાખ છે.
છે બધો આ ખેલ કણ કણના પરિવર્તન તણો
એ ખેલ જોતા થાઈએ તો એ જણાશે હોં ! નકી…
રાસ ચાલે છે, ભાઈલા! રાસ ચાલે છે અહીં .
ભણે નરસૈયો કે ભણે રઘુવીર કે શિવાની બુન
કે ભણે ‘સુજાણ’ કે બેજાન એ !
લખો કવિતા કે ભલે વાંચો બનીને સૂજ્ઞ વાચક
ક્ષણ મહીં એ તત્વ છે, એ સત્વ છે. એ મર્મ છે. ન કદી એ રાખ છે.
* Matter
Shivani Shah said,
September 28, 2017 @ 1:56 PM
‘છે બધો આ ખેલ કણ કણના પરિવર્તન તણો
એ ખેલ જોતા થાઈએ તો એ જણાશે હોં ! નકી…’
ખૂબ સુંદર !
સુરેશભાઈ, Pranams and Thanks.
તીર્થેશ said,
September 29, 2017 @ 12:21 AM
Thanks Sureshbhai. I tried to find correct word as I too knew this to be doubtful. In printed version also this mistake is there. I will correct it immediately. Thanks again