ખુદા – ‘મરીઝ’
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે !
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માગવા ન દે !
-‘મરીઝ’
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે !
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માગવા ન દે !
-‘મરીઝ’
RSS feed for comments on this post · TrackBack URI
Kathiawadi said,
December 19, 2005 @ 10:43 AM
I like it!
કદાચ એક પંક્તિ હું પણ લખુ ‘મરીઝ’ વતી:
કેવો ખુદ મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
આટલી બધી ખામી ચીંધુ તો ય ચુપચાપ સાંભળે !
Dhaval Patel said,
July 15, 2007 @ 9:58 AM
કેવો આપુ પ્રતિભાવ..? મને કેી ખબર નથી….હ્દય મા ઉતરી ગઈ
prakash 'jalal' said,
May 31, 2010 @ 5:08 AM
ગુજરાતી ગઝલમાં ‘મરીઝ’ સાહેબનું પ્રદાન કોઈ કદી ભૂલી ન શકે. સાહેબની કક્ષાનો કોઈ ગઝલકાર ગુજરાતીમાં થયો નથી અને થવાનો નથી. ગુજરાતીના એક અદના ગઝલકાર તરીકે હું તો ‘મરીઝ’ સાહેબને ગુજરાતી ગઝલનું પૂર્ણવિરામ કહું છું. જે વાત કહેવા ઉમાશંકર જોશી જેવા કવિઓને મોટું કાવ્ય લખવું પડે અને તો પણ એક-બે વિદ્વાનોનો બાદ કરતાં કોઈને તે ન સમજાય તે જ વાત અત્યંત સરળતાથી અને સાહજિકતાથી સાહેબે માત્ર એક-બે મિસરામાં કરી દીધી છે.
આજે જ્યારે ગઝલના નામે સત્તા, સંપત્તિ, મોભો અને દંભનું વાતાવરણ જોવા મળે છે અને ગઝલનો ‘ગ’ પણ ન સમજનારાઓ પોતાની જાતને ‘ગઝલસમ્રાટ’ તરીકે પરાણે સ્થાપીને વિવિધ ઍવોર્ડો ઘરભેગા કરી રહ્યા છે અને મંચ પર પરાણે ચડી બેઠા છે,ગુજરાતીનો ‘ગ’ પણ ન જાણનારાઓ જ્યારે પોતાની જાતને ગુજરાતીના મોટા સેવકો તરીકે ગણાવે છે અને જ્યારે ગુજરાતી લેખનમાં અનેક અક્ષમ્ય ભૂલો હોવા છતાં પણ ‘અમારી વેબસાઇટની મોટી સેવા….’,’અમારી વેબસાઇટની મોટી સેવા…’ -એવી બૂમો કેટલાક લોકો પાડી રહ્યા છે ત્યારે ગુજરાતી ભાષા અને ગુજરાતી ગઝલ માટે આખું જીવન ખર્ચી દેનાર ‘મરીઝ’ સાહેબ યાદ આવ્યા વિના ન રહે; અને તે માટે આપે આ સ્થળે તેમની યાદ મૂકીને મજાનું કામ કર્યું છે.
-જલાલ મસ્તાન ‘જલાલ’ (ગુજરાતી ગઝલકાર, અમદાવાદઃ ૯૮૭૯૧ ૯૭૬૮૬)
વિવેક said,
May 31, 2010 @ 8:01 AM
મરીઝની લયસ્તરો પર અન્ય રચનાઓ:
https://layastaro.com/?cat=17