અહીં સૌએ મૂક્યાં છે બારણાં, બારીઓ ભીંતોમાં
ગમે ત્યારે બધાને ઘર ખૂલાં કરવાની ઈચ્છા છે
ભરત વિંઝુડા

‘લયસ્તરો’ના ચાર વર્ષ : ગુજરાતી કવિતાના યાદગાર મુકામોની સફર

4rth birthday

આજે લયસ્તરો ચાર વર્ષ પૂરા કરે છે. કવિતાના આનંદને વહેંચવાનો આ પ્રયોગ શરૂ કર્યો ત્યારે આટલો લાંબો ચાલશે એવો ખ્યાલ નહોતો તો કવિતાના આટલા ચાહનારાઓ દુનિયાભરમાં મળી આવશે એવી તો કલ્પના જ ક્યાંથી હોય ! લયસ્તરો દ્વારા ચાર વર્ષમાં જે દોસ્તો મળ્યા છે એ જ સૌથી મોટી ખુશીની વાત છે. ચાર વર્ષમાં કાંઈ કેટલાય એવા લોકો જોડે ઓળખાણ થઈ, કેટલાય લોકોને જાણવાનો મોકો મળ્યો… અને કવિતા આપણા બધાના જીવનમાં કેટલી હદે વણાઈ ગયેલી છે એ નજીકથી જાણવાનું મળ્યું. આજે લયસ્તરો પર 450થી પણ વધારે કવિઓની 1250થી વધુ રચનાઓ છે.

કવિતા એ આમ તો બહુ જ અંગત વાત છે. તમને કઈ કવિતા ગમે છે એ ઉપરથી તમારા વ્યક્તિત્વ અને વિચારશ્રેણીને જાણવાનું બહુ સહેલુ થઈ પડે છે. કવિતા વિષે વાત કરવી એ જાહેરમાં દિલના અંદરના દરવાજાને ખોલવાનું કામ છે. છતાંય કવિતા ઉપરનો પ્રેમ લોકોને આ મહેફીલમાં આખરે ખેંચી જ લાવે છે. અને આપણે અહીં જોયું છે કે લોકો વર્ષો સુધી મનનાં ખૂણામાં જતનથી જાળવી રાખેલી બે-ચાર કાવ્યપંક્તિઓ પણ અહીં બધા જોડે વહેંચીને માણે છે. આ ઘટના પોતે જ કવિતાના જાદૂનો પુરાવો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અલગ પ્રયોગ કરીને લયસ્તરોની વર્ષગાંઠને ઊજવવાનો વિચાર છે. આવતા દસ દિવસમાં આપની સામે ગુજરાતી ગઝલના લાંબા ઈતિહાસમાંથી ખાસ પસંદ કરેલી વીસ સૌથી યાદગાર ગઝલો રજૂ કરવાના છીએ.

આટલી બધી ગઝલમાંથી માત્ર વીસ ગઝલ પસંદ કરવાનું કામ લગભગ અશક્ય છે. અને કઈ ગઝલ પસંદ કરવી અને કઈ ન કરવી એ એક મોટો અને મહા વિકટ પ્રશ્ન છે. આના ઉપાયરૂપે પહેલા અમે વીસ ગઝલકારોને પસંદ કર્યા (જે કામ ધારવા કરતાંય અઘરું જ જણાયું) જેમણે ગુજરાતી ગઝલના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. અને પછી અમે એ ગઝલકારોની અમને ગમતી ગઝલોની પસંદગી કરી છે. આ આખો ઉદ્યમ માત્ર અમારી અંગત પસંદગી ઉપર જ આધારિત છે. વીસ ગઝલની મર્યાદાને કારણે કેટલીય યાદગાર ગઝલોનો સમાવેશ નથી થઈ શક્યો એનો પણ અમને ખ્યાલ છે જ. તેમ છતાં ગુજરાતી ગઝલના યાદગાર ઈતિહાસની ઝાંખી કરાવતી આ યાદગાર સફરમાં આપને બધાને સો ટકા મઝા આવશે જ, એવું અમારું વચન પણ છે!

… તો આવતી કાલથી દસ દિવસ માટે લયસ્તરો પર માણો, ગુજરાતી ગઝલના ઈતિહાસની સૌથી યાદગાર વીસ ગઝલો !

40 Comments »

  1. Jayshree said,

    December 4, 2008 @ 5:00 PM

    Let me be the first one to Congratulate..!! 🙂

    લયસ્તરો ને – ધવલભાઇ, વિવેકભાઇ, અને લયસ્તરોના દરેક વાચકો – કવિઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! શબ્દો સાથેનું ખોવાયેલું સગપણ લયસ્તરો એ પાછું આપ્યું… !

    મનોજ ખંડેરિયાનો આ શેર ખાસ તમારા માટે –

    રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
    અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

  2. કુણાલ said,

    December 4, 2008 @ 5:25 PM

    🙂 લયસ્તરોને ચોથા વર્ષમાં પ્રવેશના સોનેરી પ્રસંગે ખુબ ખુબ અભિનંદન …

    ખુબ જ સાચી વાત કે કવિતા વિશે વાતો કરીને વ્યક્તિ પોતાના દિલના દરવાજા ખુલ્લાં કરી દે છે..

    પણ જ્યારે આખા દિવસની કે અઠવાડીયાભરની વ્યસ્તતામાંથી થોડી મિનિટો કવિતાઓની વચ્ચે “ઊજવી”ને આપણને બધાંને જાણે કે એક તાજગીસભર “ડૉઝ” મળી જાય છે… 🙂

    ફરીથી લયસ્તરો ટીમને અભિનંદન…

  3. ઊર્મિ said,

    December 4, 2008 @ 5:43 PM

    શ્રીનાં શબ્દો જ બેઠા તફડાવું તો હું યે એમ જ કહું કે “શબ્દો સાથેનું ખોવાયેલું સગપણ લયસ્તરો એ પાછું આપ્યું… !” 🙂

    લયસ્તરોને અને બંને ડૉકટરોને ખૂબ ખૂબ અભિનંદન… આવી જ રીતે ગુજરાતી કવિતાઓ પીરસતા રહો અને આવી જ રીતે માતૃભાષાની સેવા કરવાની પ્રેરણા અમને સૌને આપતા રહો એવી હાર્દિક શુભેચ્છાઓ.

    …next thing we know, we’ll be celebrating 40th birhday of layastaro…!
    (which means, we will be retired & full-time bloggers… very scary hmm?!! 😀 )

  4. pragnaju said,

    December 4, 2008 @ 6:09 PM

    ચાર વર્ષના બાળકની આટલી બધી પ્રગતિ કદાચ સુવર્ણપ્રાશન સંસ્કાર કર્યાં હશે!
    વેદોમાં અને શાસ્ત્રોમાં બતાવેલા ૧૬ સંસ્કારો પૈકીનો એક સંસ્કાર એટલે સુવર્ણપ્રાશન સંસ્કાર. પુષ્યનક્ષત્રમાં સુવર્ણ અને ઉત્તમ ઔષધીનાં સંયોજનને મધ અને ગાયનાં ઘી માં મેળવીને નિષ્ણાંતની દેખરેખ નીચે તૈયાર કરેલ સુવર્ણપ્રાશન કરાવે છે.
    તમારી જ વાત
    બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો,
    કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો.
    લગીરે દર્દ ના હો મુજ ગઝલમાં, ઈચ્છું છું એવું,
    જીવનની વાત છે, હું ખોટું દર્શાવી નથી શક્તો.
    અને અમારો આભાર માન્યો તે ગમ્યું
    યાદ આવી અજ્ઞાતની પંક્તીઓ
    શુક્રીયા કર મેરા કી
    તેરે ઘર આયા હૂં
    મેં મેરે હક્કકા ખા રહા હૂં
    તેરે મેજ પર બૈઠ કર

  5. ડો.મહેશ રાવલ said,

    December 4, 2008 @ 6:17 PM

    લયસ્તરો……..
    ગુજરાતી ભાષાના આજની તારીખે ઉપલબ્ધ લગભગ દરેક બ્લોગર્સના બુકમાર્ક પેઈજ લીસ્ટમાં સૌથી પહેલાં ક્રમે ‘માર્ક’ થયેલું નામ……………
    એક અલગ જ ઈમેજ પ્રાપ્ત કરી છે લયસ્તરોએ…”આપણાં” બ્લોગ જગતમાં.
    મેં અગાઉ પણ કહ્યું’તું અને આજે ફરી કહીશ કે,ગુજરાતી કાવ્ય સામયિકોમાં જે પ્રતિભાશાળી સ્તર “કવિતા”નું ગણાય છે એજ ઐશ્વર્ય આપણી આ લયસ્તરોનું છે…..
    આજના ચતુર્થ પ્રાગટ્ય પર્વ નિમિત્તે “આપણી લયસ્તરો” ને અને બન્ને મહારથીઓ શ્રી,ડો.વિવેકભાઈ અને શ્રી,ધવલભાઈ તથા સીધી કે આડકતરી રીતે લયસ્તરો સાથે સંકળાયેલ તમામ નામી-અનામી પ્રતિભાઓને બિરદાવીએ….. હાર્દિક શુભ કામનાઓ અને અભિનંદનસાથે.
    લોંગ લીવ યોર ઈમોશન્સ………લયસ્તરો…….!
    અને હા,
    મીત્રો,લયસ્તરોએ જાહેરકર્યા મુજબ આવતાં ૧૦ દિવસસુધી ચુનંદી કવિતાઓ રજૂ કરવાના અભિયાનના ઉજવણામાં સહભાગી થવા, મારા http://www.navesar.wordpress.com બ્લોગ પર,
    દસ દિવસ સુધી રોજ એક નવી ગઝલ પોસ્ટ કરવામાં આવશે………

  6. Bina Trivedi said,

    December 4, 2008 @ 7:02 PM

    લયસ્તરો ટીમને અભિનંદન…Congratulations and Best Wishes for the future! Bina
    http://binatrivedi.wordpress.com/

  7. Vijay Shah said,

    December 4, 2008 @ 7:44 PM

    લયસ્તરો હજી તો ચોથા વર્ષમાં પ્રવેશે અને આટલુ સમૃધ્ધ છે તો જ્યારે રજત જયંતી ઉજવશે ત્યારે ગુજરાતી ભાષાનો ઘેઘુર વડલો બન્શે તેવી શત શત શુભકામનાઓ…બંને ડોક્ટર મિત્રો આવા કામથી સાહિત્ય જગતમાં અમર બને તેવી શુભેચ્છાઓ પણ..

  8. Shah Pravinchandra Kasturchand said,

    December 4, 2008 @ 9:43 PM

    આવું બધું થાય છે એ બહુ સારું લાગે છે.

  9. વિનય ખત્રી said,

    December 4, 2008 @ 10:58 PM

    ખૂબ ખૂબ અભિનંદન.

  10. GAURANG THAKER said,

    December 4, 2008 @ 11:30 PM

    વાહ સરસ વિચાર….લયસ્તરોને અભિનદન….

  11. Pinki said,

    December 5, 2008 @ 12:00 AM

    Happy Birthday to Laystaro

    આ ઉજવણી ગમશે !!
    આપણા સમૃદ્ધ સાહિત્યમાંથી વીસ યાદગાર ગઝલ પસંદ કરવી મુશ્કેલ તો પડશે
    પણ તેના વારસાને આમ જ જાળવી શકીશું ….

  12. Taha Mansuri said,

    December 5, 2008 @ 12:04 AM

    ખુબ ખુબ અભિનંદન ધવલભાઇ અને વિવેકભાઇને
    ફકત ચાર વર્ષમાં તો આપે ફકત “લયસ્તરો” જ નહિં
    ગુજરાતી વેબજગતને ક્યાંનું ક્યાં પહોંચડી દીધું.

    પરિચય છે મંદિરમાં દેવોને મારો
    અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે
    નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી
    તમારા પ્રતાપે બધા ઓળખે છે.

    આવનારા ૧૦ દિવસ ખુબ જ રોમાંચક રહેશે.
    ફરી એક વખત અભિનંદન.

  13. Dr.Hitesh said,

    December 5, 2008 @ 1:01 AM

    અભિનંદન લયસ્તરો અને ચોથી વર્ષગાંઠ નિમિત્તે શુભકામનાઓ….
    બસ હવે તો આ વીસ ગઝલોની વાટ જોવાની છે…

  14. Bhavesh said,

    December 5, 2008 @ 1:58 AM

    Happy Birthday to Laystaro!!!
    And Congratulations to Dhavalbhai and Vivekbhai…

    The progress Laystaro has made in such a short span, is really admirable.
    Long live Laystaro…

  15. bankim raval said,

    December 5, 2008 @ 2:25 AM

    ‘લયસ્તરો’ ગુજરાતી ભાષાની જ નહી પણ સમગ્ર વેબજગતમાં
    એક પ્રથમ કક્ષાની વેબસાઈટ તરીકેનુ સ્તર પકડીને ચાર વર્ષથી આમ ખળભળતી રહી છે એ સૌ ગુજરાતી માટે આનંદ-ગૌરવની
    વાત. વિવેકભાઈ અને ધવલભાઈને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ.

  16. Mansi Shah said,

    December 5, 2008 @ 2:31 AM

    A very very very Happy Birthday to Layastaro!!!!

    And Thank you very much for giving us such a great opportunity to be a part of this literary movement.

    Thanks.

    May you long live Layastaro!

  17. વિવેક said,

    December 5, 2008 @ 4:03 AM

    એક આખું અઠવાડિયું સુરત બહાર અને નેટથી બહુધા દૂર હોવાના કારણે લયસ્તરોની વર્ષગાંઠનો હું માત્ર મૂક્ સાક્ષી બની રહ્યો છું. આ આખા પ્રસંગને ખૂબ જ જતનપૂર્વક આખરી ઓપ આપવા બદલ ધવલ અને ખાસ તો ઊર્મિનો ખૂબ ખૂબ આભાર માનું છું.

    લયસ્તરોને ચોમેરથી વધાવી લેનાર તમામ વાચકમિત્રોનો પણ અંતકરણપૂર્વક આભાર માનું છું. ફરી એકવાર મારી વાત દોહરાવું છું કે આ વેબસાઈટ અમારી નહીં, આપની પોતાની જ વેબસાઈટ છે…

  18. kantilalkallaiwalla said,

    December 5, 2008 @ 5:06 AM

    without the permission of all readers of this service,(I, you, and We) I thank on their behalf, to two doctors, who not only given us the perscription but right medicine too, (best poems, ghazals etc) to enjoy healthy hours in daily life.

  19. Dr. Dinesh J. Karia said,

    December 5, 2008 @ 6:14 AM

    ઘણા અલભ્ય ગઝલો અને કાવ્યો નિયમિત રૂપે આપવા બદલ અભિનંદન અને આભાર.

    શુભેચ્છા સહ,

    દિનેશ કારીઆ

  20. Harshad Joshi said,

    December 5, 2008 @ 6:50 AM

    આભાર અને અભિનન્દન્
    હર્ષદ

  21. Niraj said,

    December 5, 2008 @ 7:55 AM

    હાર્દિક અભિનંદન..

  22. સુનિલ શાહ said,

    December 5, 2008 @ 8:55 AM

    લયસ્તરોની ટીમને હૃદયથી અભિનંદન…સલામ.

  23. Harikrishna said,

    December 5, 2008 @ 9:11 AM

    Dhavalbhai and Vivekbhai,
    Many happy returns of the day. You are really doing a yomen service specially for Gujarati language lovers like me. My most heartiest congratulations to your entire team.
    Regards,
    હરિક્રુશ્ન (London)

  24. Natver Mehta,Lake Hopatcong, NJ, USA said,

    December 5, 2008 @ 9:19 AM

    બ્રાવો….બ્રાવો….બ્રાવો….બ્રાવો….
    અભિનંદન ચાર વરસના વહાણા વાઈ ગયા ને ખબરેય ન પડી એવી આ સફર રહી..
    દરરોજ માણવા મળતી કૃતિઓ અને વળી પાછી એમાં ધવલ કે વિવેકની છણાવટ…
    શુભાન અલ્લાહ…શુભાન અલ્લાહ….
    કવિતા-ગઝલ એટલે કોઇ અદભુત પળે કવિના કોમળ હ્રદયમાં ઉગેલ અંકુર અને ધીમેથી તે જ્યારે શબ્દ દેહ પામે ત્યારે થતી એક અદભુત પ્રક્રિયા…
    આપ બન્નેને અભિનંદન આપવા શબ્દો નથી…
    લયસ્તરો અને ડો. વિવેક ટેલરના બ્લોગ બન્ને ગુજરાતી બ્લોગ જગતના મુગટના મોરપિંછ છે..
    વળી આપ બન્નેની નમ્રતાને, સાલસતાને કોટિ કોટિ વંદન..
    ધવલભાઇએ મને આંગળી પકડી ગુજરાતી બ્લોગ જગતના પંથે પા પા પગલી ભરતા શિખવ્યું ..
    વિવેકભાઇની ગઝલો વાંચી, માણી અને ગણગણીને દિવસ સુધરી જાય..
    નટવર મહેતા
    http://natvermehta.wordpress.com/

  25. Yogendra said,

    December 5, 2008 @ 10:03 AM

    લયસ્તરોને મારા હાદીઁક અભીનન્દન.
    યોગેન્દૃ.

  26. nishant said,

    December 5, 2008 @ 10:15 AM

    આફ્રરિન આફ્રરિન. સુન્દર પ્રયાસ. ખુબ ખુબ અભિનન્દન

  27. preetam lakhlani said,

    December 5, 2008 @ 10:34 AM

    પ્રિય ધવલ્,ઉભા હોત બહાર તો તસવિર ર્નિ ચરચા કરત્, હા હમે ઉભા ચે તસવીર મા શુ બોલિ એ…..રમેશ પારેખ …….
    ધણા મિત્રોઍ આરતિ ઉતારી લિધિ હવે હુ શુ લખુ…..બસ ચાલુ રાખો, આત્માના પ્રરમાણ પત્રે………….અભિનદન્……..

  28. Sandhya Bhatt said,

    December 5, 2008 @ 11:02 AM

    બહુ ઓછા સમયમા મને લયસ્તરો સાથે મિત્રતાનો અનુભવ કરાવવા માટે આભાર

  29. Ramesh Patel said,

    December 5, 2008 @ 11:21 AM

    સાહિત્ય જગતનો સથવારો દિધો લયસ્તરો એ એટલો સુંદર
    દેશ પરદેશ અને વિશાળ પરીવાર ભળ્યો હરખે અમ અંતર

    શ્રી ધવલભાઈ અને ડો.વિવેકભાઈને અભિનંદન અને શુભેચ્છાઓ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  30. કુણાલ said,

    December 5, 2008 @ 11:54 AM

    લયસ્તરો અને તેની ટીમ ને મારા ખુબ ખુબ અભીનંદન

  31. અનામી said,

    December 5, 2008 @ 12:29 PM

    ખુબ ખુબ અભિનંદન.

    પરિચય છે મંદિરમાં દેવોને મારો
    અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે
    નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી
    તમારા પ્રતાપે બધા ઓળખે છે.

    મન્સુરી તાહાએ અભિનંદનની સાથે પાઠવેલો આ શૂન્યનો શેર મોકાનુસાર ખુબ જ યથાયોગ્ય છે.
    મારું જ પણ કંઈક આવુ જ છે નામ વગર પણ….. લયસ્તરોને પ્રતાપે ઘણાં ઓળખે છે.

  32. shriya said,

    December 5, 2008 @ 4:05 PM

    “લયસ્તરો” ને ખુબ ખુબ અભિનંદન!!!

    -શ્રિયા

  33. Jina said,

    December 6, 2008 @ 7:55 AM

    sorry, હું wish કરવામાં મોડી પડી… પણ દેર આયે દુરુસ્ત આયે…
    HAPPY BIRTHDAY LAYASTARO!!!!
    મારા અને મારા જેવા અનેક ભાષા અને સાહિત્યપ્રેમીઓની શુભેચ્છાઓ સદા લયસ્તરોની સાથે રહેશે…

  34. Dr.Vinod said,

    December 6, 2008 @ 8:18 AM

    બ્રેવો….! લયસ્તરોના ચોથાવરસના પ્રવેસે ખૂબ ખૂબ અભિનંદન.
    વિવેકભાઇને ખાસ ધન્યવાદ…
    હવે વીસ ગઝલોનો ઇન્તઝાર રહેશે….!!
    લયસ્તરોની હવે આદત પડી ગઇ છે..ડોક્ટર છુ, પણ રોજ સાંજે લયસ્તરો અચુક જોઊ છુ

  35. sudhir patel said,

    December 6, 2008 @ 2:40 PM

    લયસ્તરોના ચોથા જન્મ-દિવસ પર વિવેકભાઈ અને ધવલભાઈને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને
    એમના આ ભગીરથ કાર્યમાં સફળતાના ઉચ્ચ શિખરો સર કરે એવી દિલથી પ્રાર્થના! આ પ્રસંગે ગુજરાતીની વીસ યાદગાર ગઝલો રજૂ કરવાનો વિચાર પણ સરાહનીય છે. આ બ્લોગ પર ભાગ લેનાર તમામ કવિઓ અને ભાવકોને પણ શુભકામનાઓ!
    સુધીર પટેલ.

  36. uravshi parekh said,

    December 9, 2008 @ 8:45 PM

    ખુબ ખુબ અભિનન્દન.
    ક્યા શબ્દો મા અને કેવિ રિતે કહુ કે મન ને ખુબ ગમે છે.
    મને તો બહુ ખબર નહોતી,પણ મર દિક્રરાનો અભાર કે તેણે આ બતાવ્યુ છે.
    અને તમારા થકિ ઘણુ ઘણુ વન્ચવા મળે છે.

  37. deepak parmar said,

    December 11, 2008 @ 3:45 AM

    લયસ્તરો ને ખુબ ખુબ અભિનન્દન.

    સાચુ કહ તો હુ લયસ્તરો નો આભારી છુ, નાનપણ મા ચિનુભાઈ મોદીની “પર્વત ને નામે પથ્થર..” ગઝલે મને ગુજરાતી સહિત્યમા રુચિ પેદા કરી હતી, પરન્તુ પછી જીવનની દોડા-દોડીમા રુચિ ઓછી થતી ગઈ, ૨ વર્સ પહેલા જયારે લયસ્તરો ઉપર પહેલીવાર ક્લીક કર્યુ ત્યારથી હજી સુધી રુચિ ઓછી નથી થઈ…. દિવસમા એક વાર લયસ્તરો પર ક્લીક કરવાનુ ભુલી જવ તો આખો દિવસ ચૈન ના પડે…

  38. શબ્દો જ કંકુને ચોખા… - મનોજ ખંડેરિયા શૂન્ય પાલનપૂરીની આ ગઝલ.. આમ તો લગભગ ૨ વર્ષથી ટહુકો પર છે જ.. આજ said,

    December 11, 2008 @ 12:39 PM

    […] આજે લયસ્તરોની ચોથી વર્ષગાંઠ પર ડો. ધવલ શાહ અને ડો. વિવેક ટેલરને આપણે પણ ‘શુભેચ્છાઓ’નું prescription આપીએ ને? Happy Birthday to Layastaro.com !! – અને લયસ્તરોની આખી ટીમ ને ખોબલે ખોબલે શુભકામનાઓ.. […]

  39. Bharat Trivedi said,

    July 11, 2010 @ 12:43 PM

    અભિનન્દન! હવે તમારી પસન્દગીની વીસ ગઝલ કઈ હશે તે અન્ગે કૂતુહલ રહેશે. જોકે મને થાય છે કે અગાઉથી ૨૦ ગઝલકારની પસન્દગી કરવાનો આઈડીયા સારો કે ખોટો ? આપણને તો કેવળ ૨૦ યાદગાર ગઝલોની જ શોધ છે ને? ધારો કે તમારા લિસ્ટમા કલાપી, કન્થારીયા, ઘાયલ, કે આબુવાલા હોય તો તેમને ખાતર પ્રમાણમા કોઇો ઓછા જાણીતા શાયરની ઉત્તમ ગઝલ જતી જ કરવાની ને? ક્યારેક અકારણ જ “કામ” કરતા “નામને” વિષેશ મહત્વ અપાઈ જવાતુ હોય છે. પરન્તુ અહી તમારો દોષ જોવાનો મારો ઇરાદો જરાયે નથી.

    ભરત ત્રિવેદી

  40. RAMESH MEHTA said,

    November 7, 2013 @ 3:35 AM

    લ ય સ્ત રો અટલ પ્રગતિ કરે કે એને આભની ઊચાઇઓ પણ ઓચ્હિ પડૅ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment