હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.
જાતુષ જોશી

કબૂલાત – કુસુમાગ્રજ (અનુ.: સુરેશ દલાલ)

હું છું
શબ્દલંપટ –
શબ્દની વારાંગના
ઝરૂખામાં ઊભી રહીને
ઇશારા કરે છે મને,
કોઈ પણ દાહક રસાયણમાં
પીગળી જય છે મારો બધોયે પ્રતિકાર
અને હું જાઉં છું
તે બહિષ્કૃત દરવાજા તોડીને
સીધો અંદર
અર્થનો હિસાબ કર્યા વિના.

– કુસુમાગ્રજ
(અનુ.: સુરેશ દલાલ)

વારાંગનાને ત્યાં જનાર વિષયલંપટ વ્યક્તિ પણ સમાજના બંધનો અને તિરસ્કારથી અભિગત હોય છે. એટલે બહિષ્કૃત દરવાજાની પેલે પાર જતાં પહેલાં એ એકવાર વિચર તો કરવાનો જ. પણ બારીમાંથી વેશ્યા દ્વારા કરાતો ઇશારો સંકોચના રહ્યાસહ્યા દરવાજા તોડાવી નાંખે છે. સહજસામાજિક આ ચિત્રની સમાંતરે જ કવિ કવિની માનસિક્તાનું રેખાંકન કરે છે. શબ્દ કવિને હંમેશા લલચાવે છે. કવિતાનું આમંત્રણ ભલભલા વિશ્વામિત્રનું તપોભંગ કરી દે છે. શબ્દ એના નવતર આકાર સાથે કવિની સામે આવી ઊભે છે ત્યારે કોઈ બંધન, મર્યાદા કવિને રોકી શકતી નથી. આ એ સંવનન છે જ્યાં અર્થનો હિસાબ જ શક્ય નથી. “અર્થ”ના બંને અર્થ અહીં ધ્યાનમાં લેવાના છે – ‘નાણું’ અને ‘મતલબ’. કેમકે કવિતામાં પણ અર્થ કરતાં અનુભૂતિનું જ મહત્ત્વ છે.

9 Comments »

  1. Neha said,

    June 30, 2016 @ 3:35 AM

    Kavi shabd ne varangana ni upma aape e n gamyu.

    GhaNa vad.vivad thai shake,
    mari sathe sammat thanaar bahu ochha hashe
    pan aa j vaat biji rite y vyakt thai shaki hot.

  2. KETAN YAJNIK said,

    June 30, 2016 @ 4:23 AM

    Agreed with Nehaabahen
    But the author surrenders to the temptation to literature irrespective of all earthy rules breaking all barriers which are tempted t common man and at the cost of his life attains the truth, please read in between the lins
    still appreciated your interpretation

  3. KETAN YAJNIK said,

    June 30, 2016 @ 4:34 AM

    આ વાત વિપિન પરીખ અને ધૂમકેતુએ કેવી સરસ રીતે કહી છે perception ખરું?
    મૃત્યુ
    ફૂલની પાંખડીઓમાં મને ઇન્દ્રધનુષ દેખાતું બંધ થશે ત્યારે મારું શું થશે
    શું થશે મારું જ્યારે પ્રથમ વર્ષાના શીતળ સ્પર્શે
    મારી ત્વચા ઉપરથી કોઈ ગીત નહીં ફૂટે?
    વિપિન પરીખ
    “ચાંદની જેવી કીર્તિ આવે કે અંધકાર જેવો અપયશ આવે , મિત્રો નિંદે કે મુર્ખાઓ વખાણે કાંઈજ ફિકર નથી, જ્યાં સુધી કલ્પનાની રાણી હસે છે ત્યાં સુધી તો મારા જીવનરસનું પ્યાલું છલોછલ ભરેલું છે.પછીની વાત પછી.”
    ધૂમકેતુ

  4. વિવેક said,

    June 30, 2016 @ 8:55 AM

    નેહા પુરોહિતના પ્રતિભાવથી મારી વિચારસરણી વિપરિત છે. વારાંગના શું આપણા સમાજનો અને સમજનો અવિભાજ્ય હિસ્સો નથી? મારી દૃષ્ટિએ કવિ અને શબ્દનું ચુંબકત્વ નિર્દેશવા માટે આનાથી વધુ સારું અવર કોઈ ઉદાહરણ જડવું દોહ્યલું છે.

  5. Neha said,

    June 30, 2016 @ 9:23 AM

    Varanganaa samaj no ek hisso chhe j… paN samaaj na darek hissa ne shabd sathe sarkhav.va ma kavitv kya aavyu e samjaayu nahi.

    Varangana par pan rachna.o lakhaay j chhe… e saame koi vandho n hoy.. pn shabd ni sarkhaamNi…. no no !!

    Agreem haroL na kavio aavu samji vichari ne karta hoy, pn eni asar thi bija loko kavita ne ketli hade nichi kaxa e lai jashe e y jovu rahyu.

  6. Sudhakar Shah said,

    June 30, 2016 @ 9:46 AM

    શબ્દની સાથે રમતિયાળ થવું અને વારાંગના સાથે
    એ બંને દુનિયામાં આસમાન જમીનનો ફેર છે – આપણા
    અગ્રગણ્ય કવિઓ પણ લખવા બેસે ત્યારે આ
    વાત ભૂલી કેમ જાય છે ?

  7. Jigar said,

    June 30, 2016 @ 3:03 PM

    વાહ વાહ મજા આવી ગઇ…
    થોડો વાદ, થોડો વિવાદ, થોડો વિખવાદ
    કૈંક નવું exciting તો થયું !
    આ રોજ રોજ ‘વાહ’ ,’સુંદર’,’સરસ’,’ખુબ સરસ’,
    એવું વાંચી વાંચીને આંખો થીજી ગયેલી..

    પણ,
    “શબ્દ”
    જે મંદિરમાં ઇશ્વરની જગાએ બિરાજમાન છે,
    જે ફક્ત કઠોર સાધનાથી જ પામી શકાય એમ છે,
    એને
    તમે
    વારાંગના સાથે સરખાવીને
    ખીચામાં રુપિયાનું બંડલ લઇને ખરીદવા નીકળ્યા છો ?!
    ભોગવવા નીકળ્યા છો !?
    શું તમે
    અબજ રુપિયા આપીને પણ
    એક શબ્દ ખરીદી શકશો ??

    હવે
    અમે આવા ફાલતું સવાલોનાં
    જવાબો આપવાનું ટાળીએ છીએ
    અને
    પુછનારને
    અમારા વિશાળ બંગલામાં
    વસાવેલી
    અનેક ભાષાઓનાં
    હજારો પુસ્તકો ધરાવતી
    લાઇબ્રેરીનાં દર્શન કરાવીએ છીએ..

  8. વિવેક said,

    July 1, 2016 @ 2:08 AM

    મારી દૃષ્ટિએ આ એક અદભુત સરખામણી છે. કવિને જે કહેવું છે એ માટે હું નથી ધારતો કે આથી વધુ ઉત્તમ કોઈ બીજું પ્રતીક જડી શકે.

    સેક્સ પ્રત્યેનું સજીવનું ખેંચાણ જ સૃષ્ટિનું ચાલકબળ છે અને આપણા અસ્તિત્ત્વનું કેન્દ્રબિંદુ પણ છે. વારાંગના એ સમાજે ઊભા કરેલા લગ્નજીવનના નિયમોની જ આડપેદાશ છે. જાતને લાખ રોકવાની મથામણ પછી પણ બધી જ અડચણ તોડીને ધસી જવાની લાચારી અને ‘અર્થ’ શબ્દનો વિન્યાસ આ કવિતાનો આત્મા છે. અને ‘અર્થ’નો અર્થ વારાંગનાના પ્રતીક સિવાયના કોઈ પણ પ્રતીક આવી બળકટતાથી નિભાવી ન જ શક્યા હોય.

    જેમ આપણી ભાષામાં ઉમાશંકર-સુન્દરમ્ નું નામ, એવું જ મરાઠીમાં કુસુમાગ્રજનું.

  9. Jigar said,

    July 1, 2016 @ 4:28 AM

    વિવેકભાઇ,
    કવિનાં પોઇન્ટ ઓફ વ્યુ થી સત્યની વધારે નજીક જવાનો તમારો પ્રયાસ કાબિલે દાદ છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment