સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.
’ગની’ દહીંવાળા

No more moon in the water ! – Chiyono [ ઝેન સાધ્વી ]

In this way and that
I tried to save the old pail
Since the bamboo strip was weakening
And about to break
Until at last the bottom fell out.
No more water in the pail !
No more moon in the water !

– Chiyono [ ઝેન સાધ્વી ]

આ કાવ્યની ભૂમિકા એવી છે કે ઝેન સાધ્વી ચિયોનો વર્ષો સુધી તપસ્યા કરતી રહી પરંતુ આત્મસાક્ષાત્કાર [ satori ] દુર્લભ હતો. એક ચાંદની રાતે સાધ્વી એક જૂનો ઘડો વાંસ સાથે બાંધીને પાણી લઈને મઠ તરફ જતી હતી. વાંસ તૂટી ગયો…..ઘડો ફૂટી ગયો……તત્ક્ષણ ચિયોનો ને આત્મસાક્ષાત્કાર થઇ ગયો….. સાધ્વીએ આ કવિતા તે ક્ષણને વર્ણવતી લખી છે.

અહીં વાંસ એ મન અને અ-મન વચ્ચેનો અંતરાય – અર્થાત વિચારજન્ય બંધનો. પાણીમાં પ્રતિબિમ્બિત ચંદ્રનું પ્રતિબિંબ એ જેવું પાણી ઢોળાઈ જાય તેવું જ અદ્રશ્ય થઇ જાય છે, છલના ભાંગી જાય છે. વ્યક્તિની ઘણી જિંદગી આ છલનાનો તાગ પામવામાં જ વ્યતિત થઇ જાય છે. એક ચમત્કારિક ક્ષણે વાંસ તૂટે છે, પાણી ઢોળાઈ જાય છે અને છલના ભાંગી જાય છે.

5 Comments »

  1. Girish Parikh said,

    October 13, 2015 @ 8:29 PM

    ગજબનું છે આ “મુક્તકાવ્ય” (“અછાંદસ” શબ્દ મને યોગ્ય લાગતો નથી!) તીર્થેશના આસ્વાદથી એનું રહસ્ય ખૂલે છે! આ મુક્તકાવ્યને ગુજરાતીમાં અવતાર
    કેમ ન આપ્યો ?

  2. Dr Tirthesh Mehta said,

    October 14, 2015 @ 9:13 AM

    I purposefully did not translate this poem as it already is a translation. And English is very simple. By translating I would have interfered more.

  3. “જળમાં હવે ચંદ્ર નથી !” | Girishparikh's Blog said,

    October 14, 2015 @ 12:14 PM

    […] તીર્થેશે ઝેન સાધ્વી ચિયોનોનું “No more moon in the water !” પોસ્ટ કર્યું છે. ગજબનું છે આ “મુક્તકાવ્ય” (“અછાંદસ” શબ્દ મને યોગ્ય લાગતો નથી!) તીર્થેશના આસ્વાદથી એનું રહસ્ય ખૂલે છે!  આ મુક્તકાવ્યને ગુજરાતીમાં અવતાર  કેમ ન આપ્યો ? ચિયોનોના મુક્તકાવ્યની લીંકઃ https://layastaro.com/?p=13154 […]

  4. Dhaval Shah said,

    October 14, 2015 @ 3:42 PM

    સરસ વાત !

  5. Harshad said,

    October 18, 2015 @ 7:58 PM

    Really Beautiful. Like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment